
عن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: من زار قبري بعد موتي كان كمن زارني في حياتي (المعجم الأوسط، الرقم: ۲۸۷) رواه الطبراني والدارقطني والبيهقي وضعفه كذا في الإتحاف وفي المشكوة برواية البيهقي في الشعب بلفظ: من حج فزار قبري بعد موتي كان كمن زارني في حياتي واستدل به الموفق في المغني على استحباب الزيارة (فضائلِ حج صـ ۹۷)
હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું: જે મારી વફાત પછી મારી કબરની ઝિયારત કરે, તે એવો છે જાણેકે તેણે મારા જીંદગીમાં મારી ઝિયારત કરી.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખુશી
ઈમામ તબરાની રહ઼િમહુલ્લાહ એ પોતાની દુઆની કિતાબમાં બયાન કર્યું છે કે તેમને એક વખત ખ્વાબમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઝિયારતનો શરફ હાસિલ થયો. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો દેખાવ હૂબહૂ તેવો જ હતો જે મુબારક-હદીસોમાં જણાવવામાં આવ્યો છે.
ઈમામ તબરાની રહ઼િમહુલ્લાહ એ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને સલામ કર્યુ અને કહ્યું: હે અલ્લાહ તઆલાના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! અલ્લાહ ત’આલાએ મારા દિલમાં અમૂક કલિમાત નાંખ્યા છે, શું હું તેને આપની સામે પેશ કરૂં? નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તે કલિમાત શું છે? ઈમામ તબરાની રહ઼િમહુલ્લાહ એ જવાબ આપ્યોઃ
اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ حَمِدَكَ وَلَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ لَمْ يَحْمَدْكَ وَلَكَ الْحَمْدُ كَمَا تُحِبُّ أَنْ تُحْمَدَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ صَلَٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ أَنْ يُصَلّٰى عَلَيْهِ
હે અલ્લાહ! આપના માટે જ તારીફ છે તે લોકોની સંખ્યાના બરાબર જેઓએ આપની તારીફ કરી અને આપના માટે જ તારીફ છે તે લોકોની સંખ્યાના બરાબર જેઓએ આપની તારીફ નથી કરી અને આપના માટે જ તારીફ છે જેવી રીતે તમે પોતાની તારીફ પસંદ ફરમાવો છો. હે અલ્લાહ! મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો તે લોકોની સંખ્યાનાં બરાબર જેઓએ તેમના પર દુરૂદ મોકલ્યુ અને મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો તે લોકોની સંખ્યાનાં બરાબર જેઓએ તેમના પર દુરૂદ ન મોકલ્યુ અને મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો જેવી રીતે તમે એમના પર દુરૂદ મોકલવાનું પસંદ ફરમાવો છો.
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હમ્દો-સના (તારીફ) અને દુૃરૂદ-શરીફના આ શાનદાર કલિમાતને સાંભળીને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ઘણાં વધારે ખુશ થયા અને એટલા હસ્યા કે સામેના મુબારક દાંત દેખાતા થઈ ગયા અને તેના દરમિયાન રોશની નજર આવવા લાગી. (અલ-કવલુલ બદી- પેજ નં-૧૩૦)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source:
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી