નમાઝ દીનનો સ્થંભ છે

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“નમાઝને હદીષે પાકમાં “ઈમાદુદ્દીન”(દીનનો સ્થંભ) ફરમાવામાં આવેલ છે. એનો આ મતલબ છે કે નમાઝ ઉપર બાકી દીનનો આધાર છે અને તે નમાઝથી જ મળે છે. નમાઝમાં દીનની સમજ પણ મળે છે અને અમલની તવફીક પણ અતા થાય છે. વળી, જેવી કોઈની નમાઝ હશે તેવી જ એનાં હકમાં આ અતા પણ હશે. એટલા માટે નમાઝની દઅવત આપવી અને લોકોની નમાઝોમાં ખુશૂઅ-ખુઝૂઅ પૈદા થાય તે માટેની કોશિશ કરવી ચોક્કસપણે પૂરા દીન માટે કોશિશ કરવા બરાબર છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૧૨૭)

Source: https://ihyaauddeen.co.za/?p=11258


 

Check Also

અલ્લાહની નજરથી પડવાનું એક કારણ

એક દીની મદ્રેસાના મશહૂર ઉસ્તાદનો ઉલ્લેખ કરતી વખતે, હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું: …