સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ

حكى لي الحسين بن حمدون عن أستاذ له يقال له: عبد الله ويكنى: أبا ‏محمد، يعرف بابن المشتهر الموصلي … أنه قال:‏‎ ‎من أحب أن يحمد الله بأفضل ما حمده أحد من ‏خلقه من الأولين والآخرين والملائكة المقربين وأهل السموات ‏والأرضين ويصلي على محمد صلى الله عليه وسلم أفضل ما صلى عليه ‏أحد ممن ذكره غيره ويسأل الله أفضل ما سأله أحد من خلقه فليقل:‏‎ ‎اللهم لك الحمد كما أنت أهله فصل على محمد كما أنت أهله وافعل ‏بنا ما أنت أهله فإنك أهل التقوى وأهل المغفرة (الإعلام بفضل الصلاة ‏على النبي ۱/۵۷)‏

એક અલ્લામા, જે ઇબ્નુલ-મુશ્તહરના નામથી મશહૂર છે, તેઓ કહે છે કે જે શખ્સ એવું ચાહતો હોય કે અલ્લાહ જલ્લ-શાનુહૂ ની એવી હમ્દ (તારીફ) કરે, જે તે બધી હમ્દ કરતાં સૌથી વધારે અફઝલ (બેહતર) હોય, જે અત્યાર સુધી તેની મખ્લૂક માંથી કોઈએ કરી હોય—ચાહે તે પહેલાના લોકો હોય કે પછીના અને ચાહે મુકર્રબ ફરિશ્તાઓ, આસમાન વાળા હોય કે ઝમીન વાળા, તે બધા કરતાં અફઝલ હોય — અને એવી જ રીતે એવું ચાહતો હોય કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર એવુ દુરૂદ-શરીફ પઢે, જે તે બધા દુરૂદ કરતાં અફઝલ હોય, જેટલા દુરૂદ અત્યાર સુધી કોઈએ પઢ્યા છે,
અને એવી જ રીતે એ પણ ચાહતો હોય કે તે અલ્લાહ તઅ઼ાલા શાનુહૂ પાસે કોઈ એવી ચીજ માંગે, જે તે બધી ચીજો કરતાં અફઝલ હોય, જે આજ સુધી કોઈએ માંગી હોય, તો તેણે આ પઢવું જોઈએ:

اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ كَمَا أَنْتَ أَهْلُهُ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا أَنْتَ أَهْلُهُ وَافْعَلْ بِنَا مَا أَنْتَ ‏أَهْلُهُ فَإِنَّكَ أَهْلُ التَّقْوٰى وَأَهْلُ الْمَغْفِرَةِ

તરજુમો: “એ અલ્લાહ! તારા જ માટે હમ્દ છે, જે તારી શાનને મુનાસિબ (લાયક) છે. બીજુ કંઈની, તું મુહ઼મ્મદ પર દુરૂદ મોકલ, જે તારી શાનને મુનાસિબ છે અને અમારી સાથે પણ એ જ મુઆમલો કર, જે તારી શાયાને-શાન હોય. બેશક તું જ એનો હકદાર છે કે તારાથી ડરવામાં આવે અને તું જ મગ્ફિરત (માફી) કરવા વાળો છે.” (ફઝાઇલે-દુરૂદ, પેજ: ૭૬-૭૭)

ઇમામ શાફિઈ રહ઼્મતુલ્લાહી અલૈહના પાંચ દુરૂદ

ઇમામ શાફિઈ રહ઼્મતુલ્લાહી અલૈહની એક હિકાયત (વાકિયો) છે કે તેમના ઇન્તિકાલ પછી કોઈએ તેમને ખ્વાબમાં જોયા અને મગ્ફિરતનું કારણ પૂછ્યું. તેમણે ફરમાવ્યું: “આ પાંચ દુરૂદ-શરીફ જુમાની રાત્રે હું પઢતો હતો (જેની બરકતથી બખ્શિશ થઈ ગઈ):

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ عَدَدَ مَنْ صَلّٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا اَمَرْتَ أَنْ يُصَلّٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ اَنْ يُّصَلّٰى عَلَيْه وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تَنْبَغِيْ الصَّلَاةُ عَلَيْهْ

તરજુમો: “એ અલ્લાહ! મુહ઼મ્મદ પર દુરૂદ મોકલ તે લોકોની તાદાદ (સંખ્યા) બરાબર, જેમણે તેમના પર દુરૂદ મોકલ્યું છે; અને મુહ઼મ્મદ પર દુરૂદ મોકલ તે લોકોની તાદાદ બરાબર, જેમણે તેમના પર દુરૂદ નથી મોકલ્યું; અને મુહ઼મ્મદ પર દુરૂદ મોકલ, જે રીતે તેં તેમના પર દુરૂદ મોકલવાનો હુક્મ આપ્યો છે; અને મુહ઼મ્મદ પર દુરૂદ મોકલ, જે રીતે તું તેમના પર દુરૂદ મોકલવાનું પસંદ કરે છે; અને મુહ઼મ્મદ પર દુરૂદ મોકલ, જે રીતે તેમના પર દુરૂદ મોકલવું મુનાસિબ છે.” (ફઝાઇલે-દુરૂદ, પેજ: ૧૫૪)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી ‎થવાનો લહાવો‎

જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...