સૂરતુલ હુમઝહની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

وَیۡلٌ لِّکُلِّ ہُمَزَۃٍ لُّمَزَۃِۣ ۙ﴿۱﴾‏الَّذِیۡ جَمَعَ مَالًا وَّعَدَّدَہٗ ۙ﴿۲﴾‏‎ ‎یَحۡسَبُ اَنَّ مَالَہٗۤ اَخۡلَدَہٗ ۚ﴿۳﴾‏‎ ‎کَلَّا لَیُنۡۢبَذَنَّ فِی ‏الۡحُطَمَۃِ ۫﴿ۖ۴﴾‏‎ ‎وَ مَاۤ  اَدۡرٰىکَ مَا الۡحُطَمَۃُ ؕ﴿۵﴾‏‎ ‎نَارُاللّٰہِ الۡمُوۡقَدَۃُ ۙ﴿۶﴾‏‎ ‎الَّتِیۡ  تَطَّلِعُ عَلَی الۡاَفۡـِٕدَۃِ ؕ﴿۷﴾‏‎ ‎اِنَّہَا عَلَیۡہِمۡ ‏مُّؤۡصَدَۃٌ ۙ﴿۸﴾‏‎فِیۡ عَمَدٍ مُّمَدَّدَۃٍ ﴿۹﴾‏ ‎

તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

ઘણી મોટી ખરાબી છે દરેક તે માણસ માટે જે પીઠ પછાળી ઐબ કાઢવા વાળો હોય અને સામ સામે  મહેણાં મારનાર(તાનો દેવા વાળો) છે, (૧) જે ઘન(માલ) એકઠું કરે છે અને તેને ગણી ગણીને રાખે છે. (૨) તે ખ્યાલ કરી રહ્યો છે કે તેનો માલ તેને દવામ(હંમેશગી) બખશશે કે તે ક્યારેય ન મરશે. (૩) હરગિઝ (રહેશે) નહી, ખરેખર, તે માણસને એવી આગમાં નાંખવામાં આવશે, જેમાં કંઈ પણ પડે, તે તેને ભાંગીતોડી નાખશે. (૪) અને તમને કંઈ ખબર છે કે તે ભાંગીતોડી નાખનારી આગ કેવી છે? (૫) તે અલ્લાહ તઆલાની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)

તફસીર

وَیۡلٌ لِّکُلِّ ہُمَزَۃٍ لُّمَزَۃِۣ ۙ﴿۱﴾‏

ઘણી મોટી ખરાબી છે દરેક તે માણસ માટે જે પીઠ પછાળી ઐબ કાઢવા વાળો હોય અને સામ સામે  મહેણાં મારનાર(તાનો દેવા વાળો) છે, (૧)

આ સૂરતમાં ત્રણ સખત ગુનાહોં પર શદીદ અઝાબની વઈદ આવી છે અને પછી તે અઝાબની શિદ્દત બયાન કરવામાં આવી છે. તે ત્રણ ગુનાહ આ છેઃ ગીબત, ઈસ્તેહઝા (કોઈનો મઝાક ઉડાવવુ) અને વધારે માલ જમા કરવુ (અને તે માલનાં અધિકારોને અદા ન કરવુ).

ઘણાં બઘા મક્કાનાં મુશરિકીન નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને તાનો આપતા (કટાક્ષ કરતા) હતા, આપનો મઝાક ઉડાવતા હતા અને ગીબત કરતા હતા. આ સૂરતમાં તે લોનોની નીંદા બયાન કરવામાં આવી છે એવી રીતે કે મુસલમાનોં ને તેઓની બુરાઈથી સાવઘાન કરવામાં આવ્યા છે, જેથી કે તેઓ તે ગુનાહોંમાં ન પડી જાય.

આ સૂરતમાં પેહલા જે બે બુરાઈઓની વાત કરવામાં આવી છે તે “હુમઝા” અને “લુમઝા” છે.

ઘણાં બઘા મુફસ્સિરીને ઝિકર કર્યો છે કે “હુમઝા” -જે શબ્દ હમ્ઝથી લેવામાં આવેલ છે- નો મઅનો તે માણસ છે જે બીજાની પીઠ પછાળી તેની ખામિઓની વાતચીત કરે છે અને “લુમઝા” -જે શબ્દ લમ્ઝથી લેવામાં આવેલ છે- નો મઅનો તે માણસ છે જે કોઈકની સામે તેને તાનો (કટાક્ષ) આપે છે અને અપશબ્દો કહે છે.

આ બન્નેવ ગુનાહ સમાજી અને અખ્લાકી બન્નેવ એતેબારથી ઘણાં ખરાબ અને ખતરનાક છે. કુર્આન તથા હદીષમાં આ બન્નેવ ગુનાંહોથી સંબંઘિત સખત વઈદો વારિદ થઈ છે, પણ અહિંયા એક વાત ઘ્યાનમાં રાખવાનાં લાયક છે કે જો એક એતેબારથી જોવામાં આવે, તો “ગીબત” ઈસ્તેહઝાથી વધારે મોટો ગુનો છે, કારણકે ગીબત કરવા વાળો કોઈ એવા વ્યક્તિની પીઠ પછાળી ગીબત કરે છે જે હાજર નથી અને જે પોતાનો બચાવ નથી કરી શકતો, એટલા માટે આ ગુનો વધારે થાય છે.

અલબત્તા અગર બીજા એતેબારથી જોવામાં આવે તો “ઈસ્તેહઝા” ગીબતથી વધારે સખત છે, કારણ કે કોઈકનાં સામે તેને ખરાબ કેહવામાં તેનું અપમાન પણ થાય છે અને તેનું દિલના દુખાવાનું કારણ બને છે. તો આ એતેબારથી ઈસ્તેહઝાની તકલીફ ગીબતની તકલીફથી પણ સખત છે (કારણકે ગીબત માણસનાં પીઠનાં પછાળી હોય છે અને માણસને તેનો ઈલ્મ નથી હોતો).

وَیۡلٌ لِّکُلِّ ہُمَزَۃٍ لُّمَزَۃِۣ ۙ﴿۱﴾‏

ઘણી મોટી ખરાબી છે દરેક તે માણસ માટે જે પીઠ પછાળી ઐબ કાઢવા વાળો હોય અને સામ સામે  મહેણાં મારનાર(તાનો દેવા વાળો) છે, (૧)

આ આયતે કરીમા માં ગીબતનો ઝિકર આવ્યો છે. ગીબત એક ઘણોજ ખરાબ ગુનો છે અને તેનાંથી સમાજમાં અણગણિત ખરાબિયો પૈદા થાય છે.

ગીબત

કુર્આનો હદીષમાં ગીબતથી સંબંઘિત સખત વઈદો આવી છે. તેથી હદીષ શરીફમાં વારિદ છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) થી પૂછ્યુ કે તમે જાણો છો કે ગીબત શું છે? સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુઃ અલ્લાહ અને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ ખૂબ જાણે છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ ગીબત આ છે કે પોતાનાં દીની ભાઈની એવી વાત ઝિકર કરે જે તેને ખરાબ લાગે. કોઈએ અરજ કર્યુ કે અગર દરઅસલ તેમાં તે ઐબ હોય તો પણ તે ગીબત છે? હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ અગર એબ છે અને તુએ બયાન કર્યુ તો પણ તે ગીબત છે નહીતર તે બોહતાન છે. (મુસ્લિમ શરીફ)

આજકાલ આપણે જોઈએ છીએ કે આપસમાં મોહબ્બત નહી હોય છે. લડાઈઓ વધતી જાય છે અને લોકોમાં જુદાઈઓ વધતી જઈ રહી છે. તેની એક મોટુ કારણ આ છે કે લોકો ગીબતનાં ગુનાહમાં ફસાયલા છે.

તથા જ્યારે લોકો કોઈ મજલિસમાં બેસીને વાતચીત કરે છે, તો તે લોકોનાં હાલ-ચાલનાં વિશે વાત-ચીત કરે છે. તો ઘણી વાર મજલિસમાં લકોની ગીબત થાય છે. લોકોનાં હાલ-ચાલ ઝિકર કરવામાં આપણે આ વીચારીએ છીએ કે આપણે સારુ કામ કરી રહ્યા છે અને લોકોને ફાયદો પહોંચાડી રહ્યા છે, જ્યારે કે વાસ્તવિકતા આ છે કે આપણે વધારે પડતુ તો ગીબત કરી રહ્યા હોઈએ છીએ અને લોકોનાં ઐબોને શોધતા ફરે છે અને નુકતા ચીની કરીએ છીએ. તેથી તેનું પરીણામ આ નિકળે છે કે આપણે ગુનાહમાં ફસાયેલા હોઈએ છીએ અને આપણને તેનો એહસાસ પણ નથી થતો.

તેથી માણસ જ્યારે ગીબતનાં ગુનાહમાં ફસાય જાય છે તો તે ઘણી વાર એક પગલુ અગાળી વધીને ચુગલ ખોરીનાં ઘાતક ગુનાહમાં ફસાઈ જાય છે.

ચુલગ ખોરી

ચુગલ ખોરી એક સંગીન ગુનો છે. ચુગલ ખોરીથી એક-બીજામાં નફરત તથા જુદાઈ પૈદા થાય છે. તેથી જ્યારે કોઈ માણસ ચુગલ ખોરી કરે છે, તો તેને આ વાતનો એહસાસ નથી હોતો કે તે લોકોનાં દરમિયાન ભાગલા પાડવાનુ કામ કરી રહ્યો છે અને એક-બીજાની સાથે દુશ્મનાવટ કરાવી રહ્યો છે. આ ગુનો એટલો સંગીન અને શદીદ છે કે તેનાં દ્વાુરા લોકોનાં દિલોમાં નફરત પૈદા થાય છે અને પરિવાર વાળાઓ અને દોસ્તોનાં વચ્ચે બુગ્ઝ, દુશ્મનાવટ અને દુશ્મની પૈદા થાય છે.

અહાદીષે મુબારકામાં ચુગલ ખોરીથી સંબંઘિત સખત વઈદો આવી છે.

હદીષ શરીફમાં આવે છેઃ

وإن شرار عباد الله من هذه الأمة المشاءون بالنميمة المفرقون بين الأحبة الباغون للبرآء العنت (الجامع الكبير، الرقم: ۷۳٤۳)

અલ્લાહ તઆલાનાં સૌથી ખરાબ બંદા તેઓ છે જેઓ ચુગલ ખોરી કરે છે અને દોસ્તોનાં દરમિયાન ફૂટ(દુશ્મનાવટ) નાંખે છે અને નિર્દોષ લોકોમાં ઐબ શોઘતા રહે છે.

એક બીજી હદીષ શરીફમાં આવ્યુ છે કે હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એક વખત બે કબરોની પાસેથી પસાર થયા, તો ફરમાવ્યુ કે “બેશક આ બન્નેવ(કબરવાળાઓ)ને અઝાબ આપવામાં આવી રહ્યો છે અને તેમને કોઈ મોટી વસ્તુનાં કારણે અઝાબ નથી આપવામાં આવી રહ્યો (કોઈ એવી વસ્તુનાં કારણે અઝાબ નથી આપવામા આવી રહ્યો, જેનાંથી બચવુ મુશ્કેલ હોય) આ બન્નેવમાંથી એક તો તે પેશાબ(નાં છાંટા)થી બચતો ન હતો(જેનાં કારણે અઝાબ પિડાતો છે) અન બીજો ચુગલ ખોરી કરતો હતો(એટલે લોકોની વાતો એમથી તેમ પહોંચાડતો હતો, જેથી કરીને કે તેઓનાં વચ્ચે ફિત્નો ફેલાય. જેનાં કારણે તે અઝાબમાં જકડાયેલો છે).” (સહીહ મુસ્લિમ)

આ બન્નેવ હદીષ શરીફોથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે સૌથી ખરાબ લોકો તેઓ છે જેઓ ચુગલ ખોરી કરે છે અને લોકોમાં ફિત્નો પૈદા કરે છે.

ઘણાં બઘા લોકોની નિય્યતો ખરાબ હોય છે. તેઓ નિર્દોષ લોકોની ઐબો શોધતા રહે છે, નેક લોકો પર તોહમત લગાવીને તેઓનાં ઐબો (ખામીઓ) કાઢવાની કોશિશ કરે છે. એવા લોકોનો માત્ર એક મકસદ હોય છે કે તેઓ બીજા લોકોને બદનામ અને રૂસવા કરે.

આવા પ્રકારનાં લોકો અગરજો પોતાને મુત્તકી, પરહેઝગાર અને બીજાવોનો શુભ ચિંતક જાહેર કરે છે, પણ તેઓની કરતૂતોનાં કારણે પરીવારો અને સમાજમાં નફરત તથા દુશ્મનાવટ જનમ લે છે. જેનાં કારણે પરીવારોમાં એક-બીજા સાથે મોહબ્બત તથા ઉલફત બાકી નથી રેહતી. તેથી એવા લોકોથી જે દેખાવમાં શુભ ચિંતક હોવાનો દાવો કરે છે અને હકીકતમાં ફિત્ના ફસાદ ફેલાવે છે બચીને રેહવુ જરૂરી છે.

الَّذِیۡ جَمَعَ  مَالًا  وَّ عَدَّدَہٗ ۙ﴿۲﴾

જે ઘન(માલ) એકઠું કરે છે અને તેને ગણી ગણીને રાખે છે. (૨)

આ આયતે કરીમામાં ત્રીજા મોટા ગુનાહનો ઝિકર આવ્યો છે. તે ગુનાહ આ છે કે ઈન્સાન ઘણો વધારે માલ જમા કરવાની ફિકરમાં રહે છે અને દરેક સમયે માલ ગણી ગણીને રાખે છે. જે મનુષ્યનાં દિલમાં માલની અતિશય મોહબ્બત, લોભ અને વાસના હોય છે, તો આ માલની લોભ તેને સારા કામોમાં માલ ખર્ચ કરવાથી રોકે છે, જ્યાં અલ્લાહ તઆલાએ માલ ખર્ચ કરવાનો હુકમ આપ્યો છે.

આ આયતે કરીમામાં જે વઈદો (સજા આપવાનાં વચનો) આવી છે, તે તમામ માલદારોં અને શ્રીમંતોનાં માટે નથી, બલકે તે તે માલદારોં માટે છે જેઓ માલ ભેગો કરીને રાખે છે અને અલ્લાહ તઆલાનાં અધિકારો અદા નથી કરતા. તેમજ બંદાવોનાં અઘિકારો અને ગરીબો તથા જરૂરિયાતમંદોનાં અધિકારો અદા નથી કરતા.

یَحۡسَبُ اَنَّ مَالَہٗۤ اَخۡلَدَہٗ ۚ﴿۳﴾‏‎ ‎کَلَّا لَیُنۡۢبَذَنَّ فِی ‏الۡحُطَمَۃِ ۫﴿ۖ۴﴾‏‎ ‎وَ مَاۤ  اَدۡرٰىکَ مَا الۡحُطَمَۃُ ؕ﴿۵﴾‏‎ ‎نَارُاللّٰہِ الۡمُوۡقَدَۃُ ۙ﴿۶﴾‏‎ ‎الَّتِیۡ  تَطَّلِعُ عَلَی الۡاَفۡـِٕدَۃِ ؕ﴿۷﴾

તે ખ્યાલ કરી રહ્યો છે કે તેનો માલ તેને દવામ(હંમેશગી) બખશશે કે તે ક્યારેય ન મરશે. (૩) હરગિઝ (રહેશે) નહી, ખરેખર, તે માણસને એવી આગમાં નાંખવામાં આવશે, જેમાં કંઈ પણ પડે, તે તેને ભાંગીતોડી નાખશે. (૪) અને તમને કંઈ ખબર છે કે તે ભાંગીતોડી નાખનારી આગ કેવી છે? (૫) તે અલ્લાહ તઆલાની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭)

સામાન્ય તૌર પર દુનિયામાં એવુ થાય છે કે જ્યારે કોઈ મનુષ્યનાં શરીરમાં આગ લાગી જાય છે, તો સૌથી પેહલા આગ મનુષ્યનાં દેખીતા અંગો સળગાવે છે પછી તે આગ મનુષ્યનાં દિલ અને બીજા આંતરિક અવયવો સુઘી પહોંચે છે. પણ જહન્નમની આગની તિવ્રતાનો હાલ દુનયાની આગથી અલગ છે. તેની તિવ્રતાનો હાલ આ છે કે તે જહન્નમિયોનાં દેખીતા અંગો સળગાવવાની સાથે સાથે તરતજ તેમનાં દિલો સુઘી પહોંચી જશે.

તેથા જ્યારે આગ મનુષ્યનાં દિલને તરત પહોંચશે, તો તે અતિશય દર્દ અને તકલીફ કેટલી સખત હશે, જે તે સમયે ઈન્સાન મહસૂસ કરશે. અલ્લાહ તઆલા આપણાં બઘાની જહન્નમની આગથી બચાવે.

اِنَّہَا عَلَیۡہِمۡ ‏مُّؤۡصَدَۃٌ ۙ﴿۸﴾‏‎فِیۡ عَمَدٍ مُّمَدَّدَۃٍ ﴿۹﴾

બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)

આ આયતે કરીમામાં બયાન કરવામાં આવ્યુ છે કે જ્યારે જહન્નમ વાળાને આગમાં નાંખવામાં આવશે, તો જહન્નમ વાળા લાંબા લાંબા થાંભલાવોમાં ઘેરી લેવામાં આવશે અને આગ તેઓનાં પર બંદ કરી દેવામાં આવશે એટલે જહન્નમમાં એવી રીતે બંદ કરી દેવામાં આવશે કે તેઓનાં માટે ત્યાંથી ભાગવાનો કોઈ રસ્તો નહી મળશે અને તે તેમાંજ હંમેશા સળગતો રહેશે.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …