બીજા અંબિયા અલૈહિમુસ્સલામ ની સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ ‎વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ

عن أنس قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا صليتم علي المرسلين فصلوا علي معهم فإني رسول من المرسلين ( الصلاة على ‏النبي لابن أبي عاصم، الرقم: ٦۹، وإسناده حسن جيد لكنه مرسل  كما في القول البديع صـ ۱۳٤)‏

હઝરત અબૂ-કતાદા રઝ઼િયલ્લાહુ ‘અન્હૂ હઝરત અનસ રઝ઼િયલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: જ્યારે તમે અંબિયા અલૈહિમુસ્સલામ પર દુરૂદ મોકલો, તો તેમની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોમાંથી એક રસૂલ છું.

નોટ: આ હદીસ-શરીફમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આપણને તાલીમ આપી છે કે જ્યારે આપણે બીજા અંબિયા અલૈહિમુસ્સલામ પર દુરૂદ મોકલીએ, તો આપણને જોઈએ કે આપણે તેની સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર પણ દુરૂદ મોકલે, તેથી જ્યારે આપણે કોઈ નબીનું નામ લઈએ, તો આવી રીતે કહોઃ

عَلَيْهِ وَعَلٰى نَبِيِّنَا الصَّلَاةُ وَالسَّلَامُ

એમના પર અને અમારા નબી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદો-સલામ નાઝિલ થાય.

અહાદીસે-શરીફાની બરકત

હઝરત અબૂ-અહમદ અબ્દુલ્લાહ બિન-બક્ર બિન-મુહમ્મદ રહ઼િમહુલ્લાહ એ એક વખત બયાન ફરમાવ્યું કે કુરાનના ઈલ્મ પછી સૌથી મુબારક, અઝમત વાળી અને દુનિયા તથા આખિરતમાં સૌથી વધારે ફાયદા વાળી વસ્તુ મુબારક હદીસોનો ઈલ્મ છે. અહાદીસે-મુબારકાના લીધે ઈન્સાનને ઘણો વધારે સવાબ મળે છે. કારણકે તે જયારે પણ કોઈ હદીસ-શરીફ પઢે છે, તો નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની હદીસો બાગોની જેમ છે, જ્યાં તમને દરેક પ્રકારની ભલાઈ, ખૈર, સુધાર અને ફઝીલત તથા ઝિક્ર મળશે. (અત્તરગીબ વત્તરહીબ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી ‎થવાનો લહાવો‎

જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...