નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૭

કઅદા અને સલામ

(૧) બીજી રકાતનાં બીજા સજદા બાદ કઅદામાં બેસો. કઅદામાં એવી રીતે બેસી જાવો, જેવી રીતે “જલસા” માં બેસો.

(૨) કઅદામાં તશહ્હુદ પઢો.

તશહ્હુદનાં શબ્દો આ છે:

اَلتَّحِيَّاتُ لِلّٰهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ اَلسَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ اَلسَّلَامُ عَلَيْنَا وَعَلٰى عِبَادِ اللهِ الصَّالِحِيْن أشْهَدُ أنْ لَّا إلٰهَ إلَّا اللهُ وَأشْهَدُ أنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ

બઘી કૌલી (જબાની), ફેઅલી (કામો) અને માલી ઈબાદતો અલ્લાહ તઆલાનાં માટે છે. હે નબી ! તમારા પર સલામ છે અને (તમારા પર) અલ્લાહ તઆલાની રહમત અને બરકતો થાય. અમારા ઊપર અને અલ્લાહ તઆલાનાં નેક બંદાઓ નાં પર સલામ થાય. હું ગવાહી આપુ છું કે અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ માબૂદ નથી અને હું ગવાહી આપુ છું કે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં બંદા અને તેમનાં રસૂલ છે.

(૩) જ્યારે તમો તશહ્હુદમાં શબ્દ أَنْ لَّا إِلٰهَ પર પહોંચો, તો أَنْ لَّا إِلٰهَ કેહતા સમયે જમણા હાથનાં અંગૂઠા અને વચલી આંગળીથી અંગૂઠીની શકલ (ગોળ શકલ) બનાવી લો, પછી શહાદતની આંગળી કિબ્લાની તરફ ઉઠાવો અને બાકી આંગળીઓ (ખિન્સર અને બિન્સર)ને બંઘ રાખો.

જ્યારે તમો શબ્દ إلَّا اللهُ પર પહોંચો, તો إلَّا اللهُ કેહતા સમયે શહાદતની આંગળી નીચે કરી લો અને અંગૂઠા અને વચલી આંગળીને કઅદાનાં અંત સુઘી અંગૂઠાની શકલમાં મિલાવેલી રાખો.

(૪) અગર તમો ત્રણ અથવા ચાર રકાતોવાળી ફર્ઝ નમાઝ અદા કરી રહ્યા છો, તો તશહ્હુદનાં વગર કંઈ પણ ન પઢો. તશહ્હુદ પઢવા બાદ ત્રીજી રકાતનાં માટે ઊભા થઈ જાવો.

(૫) અગર તમો છેલ્લા કઅદામાં છો, તો તશહ્હુદ બાદ નિમ્નલિખિત દુરૂદે ઈબ્રાહિમ પઢો. પછી કુર્આને મજીદ અથવા હદીષ શરીફથી કોઈ દુઆ પઢો.

દુરૂદે ઈબ્રાહીમ આ છેઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّعَلٰى اٰلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى اِبْرَاهِيْمَ وَعَلٰى اٰلِ اِبْرَاهِيْمَ اِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ

اَللّٰهُمَّ بَارِكْ عَلٰى مُحَمَّدٍ وَّعَلٰى اٰلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلٰى اِبْرَاهِيْمَ وَعَلٰى اٰلِ اِبْرَاهِيْمَ اِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ

હે અલ્લાહ ! દુરૂદ મોકલ હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અને હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઔલાદ પર, જેવીરીતે કે તમે દુરૂદ મોકલ્યુ હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પર અને હઝરત ઈબ્રાહીમ (અલૈ.) ની ઔલાદ પર. બેશક તમો તારીફનાં લાયક અને બુર્ઝગો બરતર છો.

હે અલ્લાહ ! બરકત નાઝિલ ફરમાવો હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) પર અને હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) ની ઔલાદ પર, જેવીરીતે કે તમે બરકત નાઝિલ ફરમાવી ‎હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પર અને હઝરત ઈબ્રાહીમ (અલૈ.) ની ‎ઔલાદ પર. બેશક તમો તારીફનાં લાયક અને બુર્ઝગો બરતર ‎છો.‎

દુરૂદે ઈબ્રાહીમ બાદ નિમ્નલિખિત દુઆ પઢી સકો છો આ દુઆ હદીષ શરીફમાં વારિદ છેઃ

اَللّٰهُمَّ إِنِّيْ ظَلَمْتُ نَفْسِيْ ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوْبَ إِلاَّ أَنْتَ فَاغْفِرْ لِيْ مَغْفِرَةً مِّنْ عِنْدِكَ وَارْحَمْنِيْ إِنَّكَ أَنْتَ الْغَفُوْرُ الرَّحِيْم

હે અલ્લાહ ! બેશક મેં પોતાના પર ઘણો વધારે ઝુલમ કર્યો છે. અને માત્ર તમોજ ગુનાહોને બખશવા વાળા છો. તમો મને પોતાની તરફથી બખશી દો અને મારા પર રહમ ફરમાવો. બેશક તમો ઘણા વધારે બખશવા વાળા અને ઘણાં વધારે રહમ કરવા વાળા છો.‎‎ [૧]

‎(૬) દુઆ પઢવા બાદ સલામ કરે. સલામનો તરીકો આ છે કે પેહલા પોતાનું માથું જમણી તરફ ફેરવો અને સલામ કરો ‎اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهْ પછી પોતાનું માથું ડાબી તરફ ફેરવો અને સલામ કહો ‎اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهْ‎.  ‎

‎(૭) સલામ ફેરવતી વેળા ન તો માંથુ નમાવો અને ન ઝટકો આપો.‎

‎(૮) સલામ ફેરવતા સમયે જ્યારે માથું જમણી અથવા ડાબી તરફ પહોંચે તો પોતાની નજરને જમણાં અને ડાબા કાંઘા પર રાખો.

‎(૯) બન્નેવ તરફ સલામ ફેરવતા વેળા પોતાનો ચેહરો એવી રીતે ફેરવો કે પછાળી બેસેલો માણસ તમારા ગાલને જોઈ ‎શકે.‎ ‎ ‎

‎(૧૦) સલામ ફેરવ્યા બાદ ત્રણ વખત ‎أَسْتَغْفِرُ الله‎ પઢો.‎ ‎ ‎

‎(૧૧) નમાઝથી ફારિગ થવા બાદ દુઆ કરો, કારણકે ફર્ઝ નમાઝ પછી દુઆ કબૂલ થાય છે.‎ ‎ ‎

‎(૧૨) દરેક ફર્ઝ નમાઝ બાદ તસ્બીહે ફાતમી પઢો.‎ ‎ તસ્બીહે ફાતમી  આ છે કે ૩૩ વખત ‎સુબ્હાનલ્લાહ, ૩૩ વખત અલહમ્દુલિલ્લાહ, ૩૩ વખત અલ્લાહુ અલબર અને અંતમાં સૌ ‎ની સંખ્યાને સંપૂર્ણી માટે નીચે આપેલી દુઆ પઢોઃ ‎

لَا إِلٰهَ إلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْر

અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ માબૂદ નથી. તેમનો કોઈ સાજી નથી. તેમના માટે જ ‎બાદશાહત છે અને તેમનાજ માટે બઘી તારીફો છે અને તે દરેક વસ્તુ પર કાદિર છે.‎


[૧]

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …