ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આ એક સર્વ સાઘારણ નિયમ છે કે દરેક માણસને તે જ વસ્તુની પ્રાપ્તિથી ચેન મળે છે, જે વસ્તુની એને ચાહત અને રગબત હોય. જેમ કે, એક શખ્સને સુખ-સાહ્યબીવાળું વૈભવી જીવન, ભપકાદાર કપડાં અને ભાતભાતનાં પકવાન પ્રત્યે જ રુચિ હોય તો એને આ વસ્તુઓ વગર ચેન અને આરામ નથી મળી શકતાં, પરંતુ જેને દરેક પ્રકારે સાદગી પસંદ હોય તેને દેખીતી રીતે જ સાદાઈભર્યા જીવનમાં વધારે શાંતિ અને સુખનો અનુભવ થશે.

તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે.

જો આપણી રગબત એવી મોંઘીદાટ સાઘન સામગ્રીમાં મૂકી દેવામાં આવત, જે માત્ર દવલતમંદોને જ હાસિલ થઈ શકે છે, તો શાયદ આપણે જીંદગીભર બેચેન જ રહેતા.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૧૭)

Source: https://ihyaauddeen.co.za/?p=15698


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …