પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)‎

بسم الله الرحمن الرحيم

ઈસ્લામમાં મુક્તિનો દોર

જ્યારે કોઈ માણસ પાણીમાં ડૂબી રહ્યો હોય, તો તે પોતાને બચાવવાની પૂરી કોશિશ કરશે અને પોતાને જીવિત રાખવા માટે  અનથક કોશિશો કરશે, અહિંયા સુઘી કે અગર તેને એક સાઘારણ જેવી દોરી પણ મળી જશે તો તે તેને મજબૂતીથી પકડી લેશે, જેથી કરીને કે તેનાં સહારાથી પાણીથી નીકળીને પોતાનાં જીવનને બચાવી શકશે.

એવીજ રીતે એક મુસલમાન જ્યારે તે દુનિયામાં દીન રહે છે, તો તેને પ્રકાર પ્રકારનાં ફિતનાવોનો સામનો થશે, જે તેનાં દીનો ઈમાનને બરબાદ કરવા વાળું છે, તો મુસલમાનને જોઈએ કે પોતાની ઝાતથી સવાલ કરે કે આ ફિત્નાવો અને ભ્રષ્ટાચારોથી “હું કેવી રીતે નજાત હાસિલ કરી શકીશ અને કેવી રીતે હું પોતાનાં દીન તથા ઈમાનની હિફાઝત કરી શકીશ?” એટલે દીને ઈસ્લામમાં તે કઈ દોરી છે જેને પકડીને મસુલમાન પોતાનાં દીનો ઈમાનની હિફાઝત કરી શકશે અને પોતાને દુનિયા અને આખિરતની હલાકત તથા બરબાદીથી બચાવી શકીશ?

તેનો જવાબ આ છે કે દીને ઈસ્લામમાં છૂટકારા(નજાત) અને હિફાઝતની દોરી આ છે કે અલ્લાહ તઆલાથી સંબંઘ મજબૂત કરી લે, તેમાંજ દીન અને દુનિયાની બઘી પરેશાનિયો અને મુશ્કેલીઓનો ઉકેલ સંતાયેલો છે. કારણકે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે જે બંદો પોતાનો સંબંઘ અલ્લાહ તઆલાની સાથે બરાબર કરી લે અલ્લાહ તઆલા તેનાં બઘા મામલાવો લોકોની સાથે બરાબર કરી દેશે. (અલ બિદાયા વન નિહાયા)

વધારેમાં આ કે દુનિયા અને આખિરતમાં કામયાબી અને સઆદત મંદીનો અલ્લાહ તબારક વતઆલાથી સંબંઘ મજબૂત કરવા પર છે. જે બંદો પોતાનો સંબંઘ અલ્લાહ તઆલાથી  મજબૂત કરે અને પોતાનાં દિલને અલ્લાહ તઆલાની મોહબ્બતથી મુનવ્વર કરે, તો અલ્લાહ તઆલા તેની વિશેષ મદદથી તેની મદદ ફરમાવશે અને તેનાં જીવનનાં તમામ કામોમાં તેને કામયાબી અતા ફરમાવે છે, અહિંયા સુઘી મખલુકની સાથે તેના મજબૂત સંબંધો અને સુખદ (ખુશગવાર) થઈ જાય છે અને લોકો તેની સાથે મોહબ્બત કરવા લાગે છે. અલ્લાહ તઆલાની સાથે સંબંઘ મજબૂત કરવાની મિસાલ સુર્યની જેમ છે, જેવી રીતે કે સુરજ પૂરી દુનિયાને પોતાની રોશનીથી મુનવ્વર કરે છે, એવીજ રીતે અલ્લાહ તઆલાની સાથે સંબંઘ મજબૂત કરવાથી અલ્લાહ તઆલા તેનાં જીવનને રોશન અને મુનવ્વર કરી દેશે.

અલ્લાહ તઆલાથી સંબંઘ કેવી રીતે મજબૂત થશે?

દરેક માણસનાં માટે જરૂરી છે કે તે પોતાનો સંબંઘ અલ્લાહ તઆલાની સાથે ત્રણ વસ્તુઓનાં ઝરીએ મજબૂત કરેઃ (૧) નમાઝની પાબંદી કરે (૨) ગુનાહોથી બચે (૨) મખલુકની સાથે સારો વ્યવ્હાર કરવુ વિશેષ રૂપથી ઘરવાળાઓ અને સગા-સંબંઘીઓની સાથે સારો વ્યવ્હાર કરવુ.

નમાઝની પાબંદી

હદીષ શરીફમાં નમાઝને દીનનો સ્તંભ કેહવામાં આવ્યુ છે, તેથી જ્યાં સુઘી ઈન્સાન પાબંદીથી નમાઝ ન પઢે તે તેનો સંબંઘ અલ્લાહ તઆલાથી સાથે મજબૂત નથી થઈ શકવાનો અને ન તે અલ્લાહ તઆલાની વિશેષ મોહબ્બત તથા રહમત હાસિલ કરી શકશે.

આ વાત હંમેશા ધ્યાનમાં રેહવી જોઈએ કે મર્દોનાં માટે જરૂરી છે કે તે પોતાની ફર્ઝ નમાઝો જમાઅતની સાથે મસ્જીદમાં અદા કરો, કારણકે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આજ દિલી આરઝુ હતી કે પોતાની ઉમ્મતનાં મર્દો મસ્જીદમાં નમાઝ પઢે અને આજ વાત પર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની મુબારક હદીષમાં આ વાતની મોટી તાકીદ ફરમાવી છે. મસ્જીદમાં નમાઝ અદા કરવામાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો શૌક હદથી વધારે સુઘી પહોંચેલો હતો. અહિંયા સુઘી કે જ્યાર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મરણ પથારી પર હતા અને આપ ઘણાં બીમાર હતા તો તે હાલતમાં પણ બીમારીની તીવ્રતાનાં હોવા છતા બે સહાબિયોનાં સહારો લઈને જમીન પર પોતાનાં પગોને ઘસડતા ઘસડતા મસ્જીદ પહોંચીને નમાઝ અદા કરતા.

એક હદીષ શરીફમાં વારિદ છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે અગર ઘરોમાં ઔરતો અને બાળકો ન હોતે, તો હું ઈશાની નમાઝ પઢતે અને નવજવાનોની એક જમાઅતને હુકમ આપતે કે તેઓ તે લોકોનાં ઘરોને સળગાવી દે જેઓ પોતાની ફર્ઝ નમાઝોને પોતાનાં ઘરોમાં (વગર ઉઝરે) અદા કરતા છે અને મસ્જીદ નથી આવતા. (સહીહ મુસ્લિમ, મુસ્નદે અહમદ)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) ફરમાવ્યા કરતા હતા કે જે માણસ ચાહતો હોય કે તે કયામતનાં દિવસે અલ્લાહ તબારક વતઆલાથી ઈસ્લામની હાલતમાં મુલાકાત કરે, તો તેને જોઈએ કે તે પોતાની પાંચ વખતની ફર્ઝ નમાઝોને તેની જગ્યાઓમાં પાબંદીથી અદા કરો જ્યાં તેના માટે અઝાન આપવામાં આવે છે (મસ્જીદમાં). (સુનને નસઈ)

ગુનાંહોથી બચવુ

અલ્લાહ તઆલાથી મોહબ્બત અને સંબંઘ મજબૂત કરવા માટે ગુનાહોથી બચવુ ઘણુજ જરૂરી છે. આપણા અકાબીરીન માંથી હઝરત મૌલાના યુસુફ બિન્નોરી (રહ.) ફરમાવે છે કે દરેક દૌરમાં ફિત્વોની વિવિધ સૂરતોં જાહેર થયા, પણ મૂળભૂત રીતે બે પ્રકારનાં ફિત્ના ઈન્સાનનાં દીનનાં માટે નુકસાન દાયક છેઃ

(૧) અમલી ફિત્ને

(૨) ઈલ્મી ફિત્ને

અમલી ફિત્ને

હઝરત (રહ.) પછી બતાવ્યુ કે અમલી ફિત્ના થાય છે જ્યારે લોકો ગુનાહોંમાં ફસાય છે, ઉદાહરણ તરીકેઃ ઝિના અને વધારે શરાબ પીવુ, વ્યાજ ખાવુ અને રિશ્વત લેવુ, અશ્લિલતા અને નગ્નતા, નાચગાન. જ્યારે ઈન્સાન આ ગુનાહોંમાં ફસાય છે, તો પછી ત્યાર બાદ તે જુલમ, ઝુઠ, ખરાબ વ્યવ્હાર વગૈરહમાં ફસાય જાય છે. જેનાં અસરાત નમાઝ, રોઝા, ઝકાત, હજ્જ વગૈરહ બઘાજ આમાલ પર પડે છે. જેટલી આ બુરાઈયોમાં વધારે પણુ પૈદા થાય છે તેટલુજ તે નેકિયોમાં કમઝોરી આવી જાય છે.

ઈલ્મી ફિત્ના

ઈલ્મી ફિત્ના તે સમયે થાય છે જ્યારે લોકો પોતાનાં દીનને અપ્રમાણિક સ્ત્રોતથી હાસિલ કરે છે ઉદાહરણ તરીકેઃ ટીવી, યુટ્યુબ અને ફેસબુક વગૈરહ. કારણકે જ્યારે માણસ આ સ્ત્રોતથી ઈલ્મ હાસિલ કરે છે તો તેની દીમાગી સોચ અને સમજણ પોતાનાં દીનનાં વિશે બગડી જાય છે, જેનો નતીજો આ છે કે તે ગલત રસ્તા પર ચાલવા લાગે છે અને દીનને ગલત અંદાજમાં સમજે છે પછી તેના અનુસાર ખરાબ આલામ તેનાંથી જોવા મળે છે.

મખલુકની સાથે સારો વ્યવ્હાર

દરેક ઈન્સાનનાં માટે જરૂરી છે કે તે મખલુકની સાથે એહસાન વાળો મામલો કરે અને તેમનાં અધિકાર પૂરા કરે, કારણકે મખલુકની સાથે સારો વ્યવ્હાર અલ્લાહ તઆલાની રહમતને હાસિલ કરવાનો સૌથી વધારે અસરદાર ઝરીઓ છે. અગર ઈન્સાન અલ્લાહ તઆલાની મખલુક પર ઝુલમ કરે, તો તેને ક્યારેય પણ અલ્લાહ તઆલાની મોહબ્બત અને રહમત નહી મળશે.

હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યાસ કાંઘલવી (રહ.) ફરમાવે છે કે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાનાં નજદીક સૌથી મહબૂબ અમલ અને અલ્લાહ તઆલાની મગફિરત અને બખશિશ હાસિલ કરવાનો સૌથી મોટો ઝરીઓ બે આમાલ છેઃ

(૧) દીનથી સંબંઘિત બઘી વસ્તુઓનો આદર અને સન્માન કરવુ જેવી રીતે કે કુર્આને કરીમ, અઝાન, મસ્જીદ, મુઅઝ્ઝિન વગૈરહનું માન અને સન્માન કરવુ.

(૨) મખલુકની સાથે સારો વ્યવ્હાર કરવુ. ઘણાંબઘા લોકો આ બન્નેવ આમાલનાંજ કારણે જન્નતમાં દાખલ થશે.

ઈસ્લામે દરેક મખલુકની સાથે સારા વ્યવ્હારની ઘણી તાકીદ ફરમાવી છે, પણ ઈસ્લામે ઘરવાળાઓ અને પ્રિયજનોનાં વધારે અધિકાર આપ્યા છે. તેથી ઈન્સાન પર વધારે જરૂરી છે કે તે પોતાના પ્રિયજનની સાથે ભલાઈ વાળો મામલો કરે, તેથી એક હદીષ શરીફમાં સગા-સંબંઘીઓની સાથે દયાભાવના (સિલા રહમી) ની આ ફઝીલત બયાન કરવામાં આવી છે કે તેનાંથી રોઝીમાં વધારો થાય છે. હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ આ પસન્દ કરે કે તેની રોઝીમાં વિસ્તરણ (વધારો) કરવામાં આવે અને તેનાં મરવા બાદ તેને યાદ રાખવામાં આવે, તો તેને જોઈએ કે તે પોતાનાં સગા-સંબંઘીઓની સાથે તાલ્લુક જોડે (સિલા રહમી કરે). (બુખારી શરીફ)

પણ ઘણાં અફસોસનો મકામ છે કે ઘણાં લોકો આજકાલ મહામારીનાં કારણે પોતાનાં સગા-સંબંઘીઓથી દૂર ભાગી રહ્યા છે અને તેમનાં અધિકારોની અદાયગીમાં ગફલત વરતી રહ્યા છે. તેથી તેઓ બીમારો અને વૃદ્ધ લોકોની દેખભાલ નથી કરી રહ્યા. જેનાં કારણે તે એકાંતમાં (તન્હાઈમાં) ઉદાસ અને ગમગીન થઈ રહ્યા છે અને જીંદગીથી માયૂસ થઈ રહ્યા છે. આમાં કોઈ શક નથી કે આવા પ્રકારનાં વલણનો ઈસ્લામમાં કોઈ તાલ્લુક નથી. એટલા માટે દીને ઈસ્લામ તો આપણને દરેક હાલમાં કરૂણતા તથા હમદરદી અને મખલુકની સાથે સારો વ્યવ્હાર કરવાનો હુકમ આપે છે.

વાતનો સાર આ છે કે જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે.

Source: http://ihyaauddeen.co.za/?p=17308


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …