ઉમ્મતનું દુરૂદ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પહોંચવુ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: لا تجعلوا بيوتكم قبورا ولا تجعلوا قبري عيدا وصلوا علي فإن صلاتكم ‏تبلغني حيث كنتم (سنن أبي داود، الرقم: ۲٠٤۲، وإسناده جيد كما في البدر المنير ۵/۲۹٠)‏‏‏

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (એટલે તમારા ઘરોને નેક આમાલથી આબાદ રાખો ઉદારહણ તરીકેઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી તેને કબરસ્તાની જેમ ન બનાવો – કબરસ્તાનમાં નેક આમાલ નથી થતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય.

ઈમામ શાફિઈ (રહ.)નો વિશેષ દુરૂદ

મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સપનામાં ઝિયારત કરી, મેં પૂછ્યુ યા રસૂલુલ્લાહ ! મોહમ્મદ બિન ઈદરીસ શાફિઈ (રહ.)  એટલે ઈમામ શાફિઈ (રહ.) આપની ચાચાની ઔલાદ છે (ચાચાની ઔલાદ એટલા માટે કહ્યુ કે આપનાં દાદા હાશિમ પર જઈને તેમનુ નસબ મળી જાય છે તે અબ્દે યઝીદ બિન હાશિમની ઔલાદ માંથી છે) આપે કોઈ વિશેષ ઈકરામ તમનાં માટે ફરમાવ્યો છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ હાં, મેં અલ્લાહ તઆલાથી આ દુઆ કરી છે કે કયામતમાં તેનો હિસાબ લેવામાં ન આવે. મેં અરજ કર્યુઃ યા રસૂલુલ્લાહ ! આ ઈકરામ(સન્માન) તેમનાં પર કયા અમલનાં કારણે થયુ. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ મારા ઉપર દુરૂદ એવા શબ્દોની સાથે પઢતા હતા કે જે શબ્દોની સાથે બીજા કોઈએ નથી પઢ્યુ. મેં અરજ કર્યુ યા રસૂલુલ્લાહ ! તે કયા શબ્દો છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كُلَّمَا ذَكَرَهُ الذَّاكِرُوْنَ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كُلَّمَا غَفَلَ عَنْ ذِكْرِهِ الْغَافِلُوْنَ‏

હે અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એટલુ દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવો, જ્યારે પણ યાદ કરવા વાળા આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને યાદ કરે (અને તેમનાં પર દુરૂદ મોકલે) અને હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એટલુ દુરૂદ નાઝિલ ફરમાવો જ્યારે પણ ગાફિલ લોકો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) યાદથી ગાફિલ રહે (અને આપ પર દુરૂદ ન મોકલે). (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૬૬)

વબા(મહામારી)નાં સમયે દુરૂદ શરીફમાં મશગૂલ(વ્યસ્ત) થવુ

હકીમુલ ઉમ્મત મુજદ્દિદુલ મિલ્લત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) સરવરે આલમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુહબ્બતમાં એક પુસ્તક લખ્યુ, જેનું નામ “નશરૂત તીબી ફી ઝિક્રીન નબિય્યિલ હબીબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” છે. આ પુસ્તક ઈશ્કે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી ભરેલી છે અને આ પુસ્તકને પઢવાથી અંદાજો લગાવી શકીએ છીએ કે લેખક(મૌલાનાં અશરફ અલી થાનવી રહ.) કેટલા મોટા આશિકે રસૂલ હતા.

જે સમય માં હઝરત થાનવી(રહ.) આ પુસ્તક લખી રહ્યા હતા થાના ભવન(જ્યાં હઝરત થાનવી(રહ.) રેહતા હતા) માં પ્લેગ(મહામારી) ફેલાયેલુ હતુ, તો જોવામાં આવી રહ્યુ હતુ કે જે દિવસે હઝરત થાનવી(રહ.) પુસ્તક નો કોઈ હિસ્સો લખતા તો (મોટું)ગામમાં પ્લેગ(મહામારી)નાં કારણે કોઈ મૃત્યુ થતી ન હતી અને જે દિવસે હઝરત થાનવી(રહ.) કિતાબનો કોઈ હિસ્સો લખતા ન હતા તો તે દિવસે અનેક મૃત્યુ થઈ જતી હતી.

જ્યારે હઝરત થાનવી(રહ.) ને વારંવાર આ ખબર પહુંચી તો તમો દરરોજ લખવા લાગ્યા અને જ્યારે દરરોજ સરવરે આલમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ફઝાઈલ(ગુણો) અને આપની શાનને લખવા લાગ્યા તો ત્યાં તેની બરકતથી પ્લેગ(મહામારી) ખતમ થઈ ગઈ.

આનાંથી ખબર પડી કે દુરૂદ શરીફ ની કષરત(વિપુલતા) આફતોં અને બલાવોંને ટાળવા માટે ઘણી અકસીર(ફાયદામંદ) છે અને હદીષ શરીફમા વારિદ છે કે દરેક દુરૂદ પર બંદાનાં દસ દરજા બુલંદ થાય છે, તેને દસ નેકિયોં મળે છે અને તેનાં દસ ગુનાંહો માફ થાય છે. (આદાબે ઈશ્કુર રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમાંથી તારવેલ સારાંશ, પેજ નં-૧૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...