નિકાહની સુન્નતોં અને આદાબ – ૯

ઘરનાં અંદર ગૈર મહરમોં થી પરદો

અગર એક ઘરમાં પરિવારનાં એવા સદસ્ય પણ રેહતા હોય, જે બીવીનાં માટે ગૈર મહરમ હોય, તો ગૈર મહરમ લોકો અને બીવીનાં વચ્ચે પરદો કરવુ જરૂરી છે, ઘરનાં અંદર દરેક સમયે પરદાનો એહતેમામ કરવુ જોઈએ.

ઘરનાં અંદર પરદાનો તરીકો આ છે કે ખાતા સમયે બધા મર્દ અને ઔરત એક સાથે બેસીને ન ખાય, બલકે મર્દ અલગ બેસીને ખાય અને ઔરતો અલગ બેસીને ખાય.

એવી રીતે ઘરનાં અંદર જે વિશેષ કમરા છે ઉદાહરણ તરીકે ગૈર મહરમ મર્દ કે ગૈર મહરમ ઔરત નો વિશેષ કમરો, તો ગૈર મહરમ મર્દને જોઈએ કે તે ગૈર મહરમ ઔરતનાં વિશેષ કમરામાં દાખલ ન થાય અને ગૈર મહરમ ઔરતને જોઈએ કે ગૈર મહરમ મરદનાં વિશેષ કમરામાં દાખલ ન થાય, જેથી કરીને કે કોઈનાં ઝહનમાં કોઈનાં વિશે શક અને શુબા પૈદા ન થાય અને દરેક જણ તોહમત (બદનામી) થી બચી શકે.

પણ વિશેષ કમરાનાં વગર ઘરનાં અંદર જે સામાન્ય કમરાવો છે જ્યાં બઘાને દરેક સમયે દાખલ થવાની ઈજાઝત છે ઉદાહરણ તરીકે રસોડું, ખાવાનો કમરો અને બેસવાની જગ્યાઓ વગૈરહ, તો તે કમરાવોમાં ઘરનાં દરેક સદસ્યને જવાની ઈજાઝત છે. અલબત્તા આ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે અગર તે જગ્યાઓમાં ગૈર મહરમ ઔરતોં મૌજૂદ હોય, તો ગૈર મહરમ મર્દોએ તે સમયે ત્યાં ન જવુ જોઈએ. એવીજ રીતે અગર ગૈર મહરમ મર્દ મૌજૂદ હોય, તો ગૈર મહરમ ઔરતોયે ત્યાં ન જવુ જોઈએ.


Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...