પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૦)‎

بسم الله الرحمن الرحيم

ઘરોમાં બરકત અને ખુશહાલી કેવી રીતે આવશે?

એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરમાં હતા. તે દરમિયાન હઝરત આંયશા (રદિ.) ઘરનાં દરવાજા પર એક પરદો લટકાવ્યો, જેનાં પર સજીવોનાં ફોટા હતા, કારણકે ત્યાં સુઘી હઝરતે આંયશા (રદિ.) નાં ઈલ્મમાં ન હતુ કે સજીવો (જીવતા લોકો) નાં ફોટા હરામ છે.

જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરથી પાછી આવ્યા અને હઝરત આંયશા (રદિ.) નાં ઘરમાં દાખલ થયા અને આપની નજર તે પરદા પર પડી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેને જોઈને નારાજ થઈ ગયા. હઝરત આંયશા (રદિ.) એ સલામ કર્યુ, પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સલામનો જવાબ ન આપ્યો અને જલદીથી તે પરદા તરફ જઈને તેને ફાડી નાંખ્યો. જ્યારે હઝરત આંયશા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો આ અમલ જોયો, તો તેમને એહસાસ થઈ ગયો કે તેવણે કોઈ મોટો ગુનો કર્યો છે, જેનાં લીઘે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમનાંથી નારાજ થઈ ગયા છે. જેથી તેવણે ઘણી શરમ અને શર્મિંદગી અને આજીઝીની સાથે અરજ કર્યુ, હે અલ્લાહનાં રસૂલ ! હું અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે તૌબા કરૂ છું, પરંતુ મને બતાવી દો કે મેં કયો ગુનો કર્યો છે?

હકીકત આ છે કે હઝરત આંયશા (રદિ.) નું દીલ અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુહબ્બતથી ભરેલુ હતુ. આજ કારણ હતુ કે તેવણ એક ક્ષણનાં માટે પણ અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની નારાજગી ને સહન (બરદાશ્ત) ન કરી શક્યા અને ગુનો જાણવા પેહલા તરતજ તૌબા કરી લીઘી. તૌબા કરવા બાદ હઝરત આંયશા (રદિ.) એ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી નમ્રતા પૂર્વક પોતાનો ગુનો જાણ્યો, જેથી કે તેવણ બીજીવાર તે ગુનો ન કરે.

તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેવણને ફરમાવ્યુ કે “કયામતનાં દિવસે સૌથી વધારે સખત અઝાબ તે લોકોને આપવામાં આવશે જે અલ્લાહ તઆલાની મખલૂકનાં ફોટા બનાવે છે.” (મુસ્લીમ શરીફ) અહીંયા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેવી રીતે ફોટા બનાવવા અને ફોટા પાડવુ હરામ છે. એવીજ રીતે ફોટા રાખવુ પણ હરામ છે. હઝરત જાબીર (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઘરમાં ફોટા રાખવાની નાં પાડી છે અને ફોટા બનાવવાની પણ નાં પાડી છે. (સુનને તિર્મીઝી)

ફોટા ખેંચવુ એટલો મોટો ગુનો છે અને કેટલી ખરાબ વસ્તુ છે, તેનો અંદાજો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં આ મુબારક ફરમાનથી લગાવી શકાય છે કે “કયામતનાં દિવસે ચાર લોકો સૌથી સખત અઝાબમાં ફસાયેલા હશે, (૧) નબીની હત્યા (કતલ) કરવા વાળા (૨) તે વ્યક્તિ જેને કોઈ નબીએ કતલ કર્યો હોય (૩) લોકોને ગુમરાહ કરવા વાળો પેશવા (નેતા) (૪) ફોટા ખેંચવા વાળા.

કલ્પના કરો કે ફોટા ખેંચવું આટલો મોટો ગુનો છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફોટા ખેંચવા વાળાને કાતિલ (હત્યારો) અને લોકોને ગુમરાહ કરવા વાળાનાં ઈમામની શ્રેણીમાં રાખ્યો છે. એક બીજી હદીષમાં વારીદ છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “દરેક મુસવ્વીર (ફોટા પાડવાવાળા) નુ ઠેકાણું જહન્નમ છે.” (મુસ્લીમ શરીફ)

તથા આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “ફરિશ્તા તે ઘરમાં દાખલ નથી થતા, જેમાં ફોટાઓ હોય.” (બુખારી શરીફ) ઈમામ તિર્મીઝી (રહ.) એ એક હદીષ નકલ કરી છે કે “કયામતનાં દિવસે જહન્નમથી એક જાનવરની ગરદન નિકળશે જેની બે જોવા વાળી આંખો, બે સાંભળવા વાળા કાન અને એક બોલવાવાળી ઝબાન હશે. તે જાનવર કહેશે કે મને ત્રણ પ્રકારનાં લોકોને અઝાબ આપવા માટે મોકલ્યો છેઃ (૧) જુલ્મ તથા ઝ્યાદતી અને હકનો વિરોધ કરવા વાળાઓ (૨) અલ્લાાહ તઆલાની સાથે બીજા કોઈને માબૂદ ઠેહરાવવા વાળાઓ (૩) ફોટા બનાવવા વાળાઓ.” (તિર્મીઝી શરીફ)

રીવાયતોમાં આવે છે કે મક્કાની જીતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બયતુલ્લાહનાં અંદર દાખલ થવાનો ઈરાદો ફરમાવ્યો, તો પેહલો બયતુલ્લાહનાં અંદરથી બુતો (મુર્તીઓ) ને કઢાવી નાંખી, પછી તેમાં દાખલ થયા. અને જ્યારે આપ અંદર તશરીફ લઈ ગયા, તો આપે જોયુ કે અંદરની દીવાલો પર ફોટાઓ બનેલા હતા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તરતજ ફોટાઓ છેકાવી નાંખવાનો હુકમ કર્યો અને ફરમાવ્યુ કે “અલ્લાહ તઆલા એવા લોકોને હલાક તથા બરબાદ કરે જે ફોટા બનાવે છે, જેમાં તે જીવ નથી નાખી શકતો.” (શર્હે ઝરકાની)

આજકલ વધારે પડતા ઘરોમાં રહમત અને બરકતો નથી, અગર આપણે તેના કારણોની તપાસ કરીએ, તો એક મોટુ કારણ આ સામે આવશે કે તે ઘરોમાં ફોટાઓ રાખેલા છે, તેનાં કારણે ફરિશ્તાઓ ઘરોમાં દાખલ નથી થતા જેમાં ફોટાઓ હોય છે. અને જ્યારે ફરિશ્તાઓની અવર-જવર નથી થતી, તો ઘરો રહમત અને બરકતથી ખાલી હોય છે. તેનાં નતીજામાં આ જોવા મળે છે કે એવા ઘરોમાં મતભેદો અને લડાઈ ઝઘડાઓ ઘણાં થતા હોય છે અને ઘરવાળાઓને પ્રકાર પ્રકારની પરેશાનિઓનો સામનો કરવો પડે છે. એવીજ રીતે અગર આપણે મુસલમાનોની દીની ગીરાવટ અને અધોગતી, શૌહર અને બીવીનાં દરમિયાન મતભેદો તથા જુદાઈ અને સોશયલ મિડીયા પર ગુનાહોનાં કારણ શોધશું, તો આપણને કોઈને કોઈ દરજા માં “ફોટાઓ” નું કારણ જરૂર મળશે. તેથી અલ્લાહ તઆલાથી તાલ્લુક મજબૂત કરવા અને જીવનમાં ખૈર તથા ભલાઈ હાસિલ કરવા માટે માત્ર એક ને એક રસ્તો છે કે આપણે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તાલીમાત (શિક્ષાઓ) ને મજબૂતી થી પકડીએ અને દરેક પ્રકારનાં ફોટા ખેંચવાથી અટકી જઈએ.

અલ્લાહ સુબ્હાનહુ વતઆલા આપણને જીવનનાં દરેક ઉમૂર માં શરીઅતનાં અહકામ પર અમલ કરવાની અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોને જીવીત કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન.

 

 

Source: http://ihyaauddeen.co.za/?p=16706


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …