એવી મજલિસનો અંજામ જેમાં ન અલ્લાહ નો ઝિકર કરવામાં આવે અને ન ‎દુરૂદ પઢવામાં આવે

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: ما اجتمع قوم ثم تفرقوا عن غير ذكر الله وصلاة على النبي صلى الله عليه وسلم إلا قاموا عن أنتن جيفة (مسند أبي داود الطيالسي، الرقم: ۱۸٦۳، ورواته ثقات كما في إتحاف الخيرة المهرة، الرقم: ٦٠٦۲)

હઝરત જાબિર રદિ અલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે એવી મજલિસ જ્યાં અમુક લોકો ભેગા થાય પછી તે ત્યાંથી અલ્લાહ ત’આલાનો ઝિકર અને નબી સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ પર દુરૂદ મોકલવા વગર ચાલી જાય, તો એવુ કે તે લોકો એક ભારે દુર્ગંધ મારતા મુરદાર પાસે ભેગા થયા અને ઉઠીને ચાલ્યા ગયા.

(એવી મજલિસ જેમાં અલ્લાહ ત’આલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ પર દુરૂદ પઢવામાં નહીં આવ્યુ, તેને ભારે દુર્ગંધ મારતા મુરદારની સાથે સરખામણી કરવામાં આવી છે, જેનાં નજીક જવાનું પણ કોઈ પસંદ નથી કરતુ).

એક સહાબીની મોહબ્બત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ નાં માટે

એક સહાબી રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખિદમતમાં હાજર થયા અને સવાલ કર્યો કે કયામત ક્યારે આવશે?

નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: તમે કયામતની શું તય્યારી કરી છે?

સહાબીએ જવાબ આપ્યોઃ મારી પાસે નફિલ નમાઝ, નફિલ રોઝા અને નફિલ સદકાઓ તો વધારે નથી, પણ મારા દિલમાં અલ્લાહ ત’આલા અને તેનાં રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મોહબ્બત છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ‌ સલ્લમે જવાબ આપ્યો “બેશક (કયામત નાં દિવસે) તમારો હશ્ર તે લોકોની સાથે થશે, જેની સાથે તમને મહોબ્બત હોય.” (બુખારી શરીફ)

હઝરત અનસ રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુ ને નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નાં તે કલિમાત ને સાંભળીને જેટલી ખુશી થઈ, એટલી ખુશી બીજી કોઈ વસ્તુથી નથી થઈ (કારણકે તેઓને આ વાત પર કામિલ યકીન હતો કે તેઓનાં દિલોમાં રસૂલે અકરમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની સાચી મહોબ્બત છે). (બુખારી શરીફ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...