પ્રેમનો બગીચો (પ્રકરણ-૬)‎

بسم الله الرحمن الرحيم

હઝરત ઝૈનબ બિન્તે જહશ (રદિ.) નાં સારા અખલાક

આ વાત મશહૂર અને પ્રસિદ્ધ છે કે ઈન્સાન નાં અખલાક તથા આદતો અને તેનાં કામો, તેનાં દિલનાં અંદર શું છુપાયેલુ છે તે વાતોને બયાન કરે છે. અગર કોઈનું દિલ અલ્લાહ તઆલા અને તેનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બતથી ભરેલુ છે, તો આ મોહબ્બત અલ્લાહ તઆલાની ઈતાઅત અને ફરમાંબરદારી કરવામાં, સુન્નતનાં અનુસાર જીવન ગુજારવામાં અને મખલુખની સાથે કરૂણતા અને હમદરદીની સૂરતમાં એની જાતેજ નજર આવશે. તેનાં વિરૂદ્ધ અગર કોઈનાં દિલમાં માત્ર માલો-દૌલતની મોહબ્બત અને શોહરત અને નામવરીની ચાહત અને હવસ હોય, તો આ ચાહત અને હવસ તેનાં લેવડ-દેવડ, અખલાક અને મેહનતો માં સાફ રીતે દેખાશે.

જ્યારે આપણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની નેક બિવીયોનાં મુબારક જીવન પર નજર કરીએ, તો આપણને તેમનાં જીવનનાં દરેક ખુણામાં અલ્લાહ તઆલા અને અલ્લાહ તઆલાનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાચી મોહબ્બત સંપુર્ણપણે નજર આવે છે. તેમની પાકીઝગી અને તકવા નાં કારણેજ અલ્લાહ તઆલાએ તેમને દુનિયા અને આખિરત માં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બિવી(પત્ની) બનવા માટે પસંદ કરવામાં આવી.

સામાન્ય રિતે જ્યારે લોકોની મજલિસ લાગે છે અને વાતોની શરૂઆત થાય છે, તો બીજા લોકોનાં જીવનનાં વિષે વાત-ચીત કરવા લાગે છે અને લોકો ગીબત કરવા લાગે છે, પણ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની નેક બિવી(પત્ની)ઓ આવા પ્રકારનાં ગુનાંહોથી ખૂબ બચીને રેહતી હતી.

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની નેક પત્નીઓમાં થી એક પત્ની હઝરત ઝૈનબ બિન્તે જહશ (રદિ.) છે. હઝરત ઝૈનબ બિન્ત જહશ (રદિ.) ઘણી બઘી મુબારક સિફતોથી સુશોભિત હતી. તેમની એક ખાસ સિફત આ હતી કે તેવણ દિલની ઘણી સાફ, પાક તબીઅત અને ગીબત થી ઘણી બચવા વાળી હતી.

ગીબત થી બચવુ

જ્યારે હઝરત આયશા (રદિ.) પર નિંદા (બોહતાન) અને દોષ લાગવા (ઈલઝામ તરાશી) નો બનાવ બન્યો. જેમાં ઘણા મુનાફિકીને હઝરત આયશા (રદિ.) નાં વિરૂદ્ધ જુઠી વાતો ફેલાવી અને તેમનાં પર ગંદા દોષો (ઈલઝામ) લગાવ્યા, તો અંતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ કુર્આને મજીદમાં તેમની પાકીઝગી અને બરાઅત (નિર્દોષતા) નો ફેસલો ફરમાવ્યો અને તેમનાં હકમાં બે રૂકુઅ નાઝિલ ફરમાવ્યા. હદીષ શરીફમાં લખેલ છે કે કુર્આને મજીદની આયતોનાં નુઝૂલ (ઉતરવા)થી પેહલા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઝૈનબ બિન્ત જહશ (રદિ.) થી તેમની સૌતન હઝરત આયશા (રદિ.) નાં વિષે પુછ્યુ. હઝરત ઝૈનબ બિન્ત જહશ (રદિ.) તરતજ જવાબ આપ્યો કે “જે મેં નથી સાંભળ્યુ અને નથી જોયુ તેનાં વિષે હું ગલત ખબર અને જૂઠુ બોલવાથી પોતાનાં કાન અને આંખોની હિફાઝત કરતી છું, ખરેખર મેં હઝરત આયશા (રદિ.) નાં વિષે ખૈરનાં સિવાય કંઈપણ નથી જાણતી.” (સહીહલ બુખારી)

જરૂરિયાતમંદ અને ગરીબ સાથે સહાનુભૂતિ

હઝરત ઝૈનબ (રદિ.) સાફ દિલ અને પાક તબિઅત હોવાની સાથે સાથે ગરીબોની સાથે કરૂણતા અને હમ દરદીનો વરતાવ કરવા વાળી હતી. જેથી એવણ પોતેજ જાનવરોનાં ચામડાઓને દબાગત (ચામડાને રંગવાની ક્રિયા) આપતા હતા અને તેને વેચીને ગરીબો પર પૈસા ખર્ચ કર્યા કરતા હતા. (મિરકાત)

એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની નેક બિવીઓ(પત્નીઓ) થી ફરમાવ્યુ કે “મારા ઈન્તેકાલ પછી તમારામાંથી સૌથી પેહલા મારા સાથે તે મુલાકાત કરશે, જેનાં હાથ સૌથી લાંબા હશે.” આ સાંભળી પત્નીઓ એ પોત પોતાનાં હાથોને માપવાનુ શરૂ કરી દીઘુ કે કોના હાથ વધારે લાંબા છે. તો સૌથી વધારે લાંબો હાથ હઝરત સવદહ (રદિ.) નો હતો. પણ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વફાત બાદ સૌથી પેહલા હઝરત ઝૈનબ બિન્તે જહશ (રદિ.) નો ઈન્તેકાલ થયો, જેનાંથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે હાથની લંબાઈથી મુરાદ સદકાની કષરત હતી. (સહીહલ બુખારી)

પરદાની સૌથી વધારે મહત્તવતા

હજ્જતુલ વિદાનાં મૌકા પર રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની નેક બિવીઓને સંબોધીને ફરમાવ્યુ કે “અત્યાર પછી પોતાનાં ઘરોમાં રહો(એટલે આ હજજ ની અદાયગી કરવા બાદ તમો બઘા પોતાનાં ઘરોમાં જ રહો. જરૂરત વગર ઘરોથી ન નિકળો).” હઝરત અબુ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે “રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આ નસીહતનો અષર આ હતો કે હઝરત સવદહ અને હઝરત ઝૈનબ (રદિ.) નફલી હજ્જ અદા કરવા માટે પણ પોતાનાં ઘરોથી બહાર નહી નિકળ્યા.” હઝરત ઝૈનબ અને હઝરત સવદહ (રદિ.) ફરમાવ્યા કરતા હતા કે “અલ્લાહ તઆલાની કસમ ! રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો આ મુબારક ફરમાન સાંભળવા બાદ અમે ક્યારેય પણ કોઈ સવારી પર સવાર નહી થયા.” (મુસ્નદે અહમદ)

આનાંથી આપણે સારી રીતે સમજી શકીએ છે કે હઝરત ઝૈનબ બિન્તે જહશ (રદિ.) પરદાનો કેટલો વધારે ખ્યાલ રાખતા હતા કે એમ છતાં કે તેમનાં માટે નફલી હજ્જ અને ઉમરહ અદા કરવા માટે ઘરથી નિકળવુ જાઈઝ હતુ, તો પણ તેવણ પોતાનાં જીવનનાં અંતિમ ક્ષણો સુઘી પોતાનાં ઘર થી બહાર ન નિકળ્યા.

Source: http://ihyaauddeen.co.za/?p=16445


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …