રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૩)

(૧) બુઝુર્ઝાને દીનની સોહબત(સંગાત) માં સમય ગુઝારો, જેથી તમે રમઝાનુલ મુબારકની બરકતોથી વધારેથી વધારે ફાયદો હાસિલ કરી સકો.

(૨) સેહરી ખાવામાં બેપનાહ બરકતો છે, તેથી રોઝો શરૂ કરવા પેહલો સેહરી માટે જરૂર જાગો.

عن أبي سعيد الخدري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم السحور كله بركة فلا تدعوه ولو أن يجرع أحدكم جرعة من ماء فإن الله عز و جل وملائكته يصلون على المتسحرين رواه أحمد وإسناده قوي  (الترغيب و الترهيب رقم ۱٦۲۳)

હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે સેહરી ખાવામાં બરકત છે. એટલા માટે તેને કદાપી ન છોડો, અગરચે પાણીનો એક ઘોંટ કેમન હોય, કારણકે અલ્લાહ તઆલા સેહરી ખાવાવાળા પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે છે અને ફરિશ્તા તેનાં માટે ખૈરની દુઆ કરે છે.

وعن عمرو بن العاص رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم  فصل ما بين صيامنا وصيام أهل الكتاب أكلة السحر. (مسلم رقم ۱٠۹٦)

હઝરત અમ્ર બિન આસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “આપણાં અને એહલેકિતાબ(યહુદી) નાં રોઝાઓનાં દરમિયાન ફર્ક કરવાવાળી વસ્તુ સેહરીનું ખાવાનું છે.”

(૩) સેહરી ખાવામાં તાખીર(વિલંબના) અફઝલ છે. રાતનાં છેલ્લા હિસ્સામાં સેહરી કરવુ મુસ્તહબ છે(એટલે સુબહ સાદિકથી થોડા સમય પેહલા).

عن أنس بن مالك رضي الله عنه أن نبي الله صلى الله عليه وسلم وزيد بن ثابت تسحرا فلما فرغا من سحورهما قام نبي الله صلى الله عليه وسلم إلى الصلاة فصلى قلنا لأنس كم كان بين فراغهما من سحورهما ودخولهما في الصلاة قال قدر ما يقرأ الرجل خمسين آية (بخاري رقم ۵۷٦)

હઝરત અનસ બિન માલિક(રદિ.)થી રિવાયત છે કે અલ્લાહ નાં  નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને ઝૈદ બિન ષાબિત(રદિ.) સેહરી ખાઘી અને જ્યારે બન્નેવ સેહરીથી ફારિગ થઈ ગયા, તો અલ્લાહનાં નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફજરની નમાઝનાં માટે ઊભા થયા. અમે પુછ્યુ(એટલે હઝરત અનસ(રદિ.)નાં શાગિર્દો(શિષ્યો)એ પુછ્યુ કે) સેહરી ખાવા અને ફજરની નમાઝનાં દરમિયાન કેટલો વકફો(અંતર) હતુ? તેવણે જવાબ આપ્યોઃ પચાસ આયતોની તિલાવતનાં બકદર.

(૪) ગુરૂબે આફતાબ(સુરજનાં ડુબવા) પછી ઈફતાર જલદી કરો.

عن سهل رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : لا يزال الناس بخير ما عجلوا الفطر. قال أبو عيسى حديث سهل بن سعد حديث حسن صحيح  (ترمذي رقم ٦۹۹)

હઝરત સહલ બિન સઅદ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યાં સુઘી લોકો ઈફતારીમાં જલદી કરતા રહેશે ત્યાં સુઘી તેઓ હંમેશા ભલાઈમાં રહેશે.

عن أبي هريرة رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم  قال الله تعالى أحب عبادي إلي أعجلهم فطرا. (ترمذي رقم ۷٠٠)

હઝરત અબુ હુરૈરહ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાનો ફરમાન છે કે મારા બંદાઓમાંથી મને તે બંદોઓ સૌથી વધારે મહબૂબ છે જે ઈફતારમાં જલદી કરે.

(૫) ખજૂર અને પાણીથી ઈફતાર કરવુ બેહતર છે.

عن سلمان بن عامر قال : قال رسول الله صلى الله عليه وسلم  إذا أفطر أحدكم فليفطر على تمر فإنه بركة فإن لم يجد تمرا فالماء فإنه طهور (ترمذي رقم ٦۵۸)

હઝરત સલમાન બિન આમિર(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઈ રોઝાથી હોય, તો તે ખજૂર થી ઈફતાર કરે, કારણકે તેમાં બરકત છે. અને અગર ખજૂર ન મળે, તો પાણીથી ઈફતાર કરે, કારણકે આ એક પાકીઝા વસ્તુ છે.

عن أنس قال : كان النبي صلى الله عليه وسلم يفطر قبل أن يصلي على رطبات فإن لم تكن فتميرات فإن لم تكن تميرات حسى حسوات من ماء . (ترمذي رقم٦۹٦)

હઝરત અનસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મગરિબની નમાઝથી પેહલા થોડી ખજૂરોંથી ઈફતાર ફરમાવતા હતા. અગર તર(ભિની) ખજૂરો મૌજૂદ ન હોતી, તો સુકી ખજૂરોથી ઈફતાર ફરમાવતા હતા અને અગર સુકી ખજૂરો પણ મૌજૂદ ન હોતી, તો થોડા ઘુંટડા પાણી નોશ ફરમાવી લેતા હતા.

(૬) ઈફતારનાં પછી નિચે પ્રમાણેની દુઆ પઢોઃ

اَللّهُمَّ لَكَ صُمْتُ وَ عَلى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّيْ إِنَّكَ أَنْتَ السَّمِيعُ العَلِيم

હે અલ્લાહ ! મેં તમારા માટેજ રોઝો રાખ્યો અને તમારીજ રોઝીથી ઈફતારી કરી. બેશક તમે વધારે સાંભળવા વાળા અને જાણનાર છો.

ذَهَبَ الظَّمَأُ وَابْتَلَّتِ الْعُرُوقُ وَثَبَتَ الأَجْرُ إِنْ شَاءَ اللَّهُ

પ્યાસ મટી ગઈ અને રગો ભીની થઈ ગઈ અને અજરો ષવાબ સાબિત(અને હાસિલ) થઈ ગયો.

عن معاذ بن زهرة قال : إن النبي صلى الله عليه وسلم كان إذا أفطر قال : اللهم لك صمت وعلى رزقك أفطرت. ( أبو داود رقم ۲۳٦٠)

હઝરત મુઆઝ બિન ઝુહરા(રદિ.)થી મરવી છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે ઈફતાર કરતા હતા, તો આ દુઆ પઢતા હતાઃاَللّهُمَّ لَكَ صُمْتُ وَ عَلى رِزْقِكَ أَفْطَرْتُ

عن ابن عباس رضي الله عنهما قال كان النبي صلى الله عليه و سلم إذا أفطر قال : لك صمت وعلى رزقك أفطرت فتقبل مني إنك أنت السميع العليم رواه الطبراني في الكبير وفيه عبد الملك بن هارون وهو ضعيف (مجمع الزوائد رقم ٤۸۹۳)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈફતાર પછી આ દુઆ પઢતા હતાઃاَللّهُمَّ لَكَ صُمْتُ وَ عَلى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّيْ إِنَّكَ أَنْتَ السَّمِيعُ العَلِيم

عن ابن عمر رضي الله عنهما قال : كان النبي صلى الله عليه وسلم إذا أفطر قال : ذهب الظمأ وابتلت العروق وثبت الأجر إن شاء الله  ( أبو داود رقم ۲۳۵۹)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈફાતરી પછી આ દુઆ પઢતા હતાઃذَهَبَ الظَّمَأُ وَابْتَلَّتِ الْعُرُوقُ وَثَبَتَ الأَجْرُ إِنْ شَاءَ اللَّهُ

(૭) રમઝાનનાં મહીનામાં ખૂબ સખાવત કરો. રમઝાનનાં મહીનામાં નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સખાવત ખૂબ વધી જતી હતી.

عن ابن عباس قال كان رسول الله صلى الله عليه وسلم أجود الناس وكان أجود ما يكون في رمضان حين يلقاه جبريل وكان يلقاه في كل ليلة من رمضان فيدارسه القرآن فلرسول الله صلى الله عليه وسلم أجود بالخير من الريح المرسلة (بخاري رقم ٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બઘા લોકોમાંથી સૌથી વધારે સખી(દાન કરવાવાળા) હતા. અને બિજા સમયોથી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રમઝાનુલ મુબારકમાં સૌથી વધારે સખી(દાન કરવાવાળા) હતા, જ્યરે જીબ્રઈલ(અલૈ.) આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મળ્યા કરતા હતા અને હઝરત જીબ્રઈલ(અલૈ) આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)સાથે દરેક રમઝાનની રાતમાં મળતા હતા અને આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે કુર્આનનો દૌર કરતા હતા.(હેતુ આ છે કે) રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)  રમઝાનુલ મુબારક માં સખાવત અને ફય્યાઝીમાં રહમતની તેજ(ઝડપી) હવાથી ભલાઈ અને ખૈરમાં આગળ વધેલા હતા.

 

Source: http://ihyaauddeen.co.za/?p=6579


Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...