રોઝામાં નાકમાંથી લોહી નિકળવુ

સવાલ- રોઝાનાં દરમિયાન જો નાકથી લોહી નીકળે તો શું રોઝો ટૂટી જશે?

જવાબ- નાકથી લોહી નીકળવાથી રોઝો ટૂટતો નથી, પણ જો લોહી નાકનાં રસ્તાથી ગળા સુઘી પહોંચી જાય, તો લોહી અને થુકની મિકદાર જોવામાં આવે.

જો લોહી મિકદારમાં થુક થી વધારે હોય અથવા તેનાં બરાબર હોય, તો આ બન્નેવ સૂરતોમાં રોઝો ટૂટી જશે અને જો લોહી મિકદારમાં થૂકથી ઓછુ હોય, તો રોઝો નહીં ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولو أكل دما في ظاهر الرواية عليه القضاء دون الكفارة لأنه مما يستقذره الطبع كذا في الظهيرية (الفتاوى الهندية ج۱ ص۲٠۳)

وما وصل إلى الجوف أو إلى الدماغ من المخارق الأصلية كالأنف والأذن والدبر بأن استعط أو احتقن أو أقطر في أذنه فوصل إلى الجوف أو إلى الدماغ فسد صومه (بدائع الصنائع ج ۲ص ۹۳)

احسن الفتاوى ٤/٤۳٦

فتاوى رحيمية ۷/۲۵۸

بہشتی زیور ۳/۱۳

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/07

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?