અલ્લાહ તઆલા જ હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુને કયામત ના દિવસે અજર-ઓ-‎ષવાબ આપશે

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું:

ما لأحد عندنا يد إلا وقد كافيناه ما خلا أبا بكر فإن له عندنا يدا يكافئه الله به يوم القيامة (سنن الترمذي، الرقم: ٣٦٦١)

હઝરત અબુબકર સિવાય જેણે પણ અમારા પર કોઈ એહસાન કર્યો અમે તેનો બદલો (આ દુનિયામાં) આપી દીધો, તેમનો અમારા પર મોટો એહસાન છે અલ્લાહ તઆલા જ કયામતના દિવસે તેમને તેમના મહાન એહસાન નો બદલો આપશે.

હઝરત અબુ બકર સિદ્દીક રદીઅલ્લાહુ અન્હુ નો ઊંડો પ્રેમ હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે

ગઝવએબદ્રમાં હઝરત અબુ બકર સિદ્દીકી રદિ અલ્લાહુ અન્હુના સાહેબ ઝાદા હઝરત અબ્દુર રહમાન રદિ અલ્લાહુ અન્હુ કુફ્ફારની તરફ થી લડી રહ્યા હતા; કારણ કે તેમણે તે સમય સુધી ઈસ્લામ કબૂલ કર્યો ન હતો, બાદમાં તેઓ ઈસ્લામ લાવ્યા.

ઇસ્લામ કબૂલ કર્યા પછી એક દિવસ તેઓ તેમના વાલિદ માજિદ હઝરત અબુ બકર સિદ્દીક રદિઅલ્લાહુ અન્હુ સાથે બેઠા હતા. વાતચીત દરમિયાન તેમણે કહ્યું: મારા પિતાજી! ગઝવએબદરમાં તમે ઘણી વખત મારી તલવારના નિશાના પર આવ્યા હતા; પણ મેં મારી તલવાર રોકી રાખી હતી કારણ કે મેં આ વાતનો લિહાઝ રાખ્યો હતો કે તમે મારા વાલિદ છો.

હઝરત અબુ બકર સિદ્દીક રદિઅલ્લાહુ અન્હુએ તે જ ક્ષણે ફરમાવ્યું: જો તમે મારી તલવારના નિશાના હેઠળ આવ્યા હોત તો હું તમને બક્ષત નહીં કારણ કે તમે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સાથે લડવા આવ્યા હતા. (તારીખ અલ-ખુલફા)

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …