અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૪

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ નો ફરીઝો કોની જવાબદારી છે?

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર દીનનો એક અહમ ફરીઝો છે. આ ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દની ઝિમ્મ પર છે. અલબત્તા દરેક ફર્દ આ ફરીઝાને પોતાનાં ઈલમ અને ક્ષમતાનાં અનુસાર પુરૂ કરશે.

નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે તમારામાંથી જે માણસ કોઈ બુરાઈ જોવે, તો તેને જોઈએ કે તે પોતનાં હાથથી તેને રોકે અને જો તે પોતાનાં હાથથી નહીં રોકી શકે છે, તો તે પોતાની ઝબાનથી તેને રોકે અને જો તે પોતાની ઝબાનથી નહીં રોકી શકે છે, તો પછી તે પોતાનાં દિલમાં તે બુરાઈને ખરાબ સમજે અને આ (દિલમાં બુરાઈને બુરૂ સમજવુ) ઈમાનનો સૌથી કમઝોર દરજો છે. (મુસ્લિમ શરીફ)

ઉલમાએ કિરામે બયાન કર્યુ છે કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો પેહલો દરજો (બુરાઈને હાથથી રોકવુ) તે લોકો માટે છે જેઓને બુરાઈથી રોકવા પર કુદરત છે, જેવી રીતે ઈસ્લામી મુલકનાાં શાસક અને તેઓનાં મદદનીશ.

એવી જ રીતે દરેક પરિવારોનાં જવાબદાર (ઉદાહરણ તરીકે બાપ) ને જોઈએ કે તે પોતાનાં ઘરવાળાઓ (ઔલાદ)ને બુરાઈથી રોકે, જો તે તેની વાત ન માને તો તે પોતાનાં હાથથી તેને બુરાઈથી રોકી લે, કારણકે બાપ વ્યવ્હારિક રીતે પોતાનાં ઘરવાળાઓને બુરાઈથી રોકવા પર કાદિર છે.

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો બીજો દરજો (બુરાઈને ઝબાનથી કરવુ) ઉલમાએ કિરામ માટે છે, જ્યારે ઉલમાએ કિરામ લોકોમાં કોઈ બુરાઈ જોવે, તો તેઓને જોઈએ કે તેઓ પોતાની ઝબાનથી લોકોની ઈસ્લાહ કરે અને તેઓને બુરાઈથી રોકી લે, કારણકે તેઓ બુરાઈને પોતાની ઝબાનથી રોકવા પર કાદિર છે.

એવીજ રીતે સામાન્ય લોકોમાંથી જે લોકો ઈલ્મ રાખતા છે, જો તેઓ લોકોમાં કોઈ બુરાઈ જોય, તો તે પણ પોતાની ઝબાનથી લોકોની ઈસ્લાહ કરે અને તેઓને બુરાઈથી રોકી લે.

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો ત્રીજો દરજો (બુરાઈને દિલમાં બુરુ સમજવુ) તે લોકોનાં માટે છે, જેઓ બુરાઈને રોકવા પર કુદરત નથી રાખતા, ઉદાહરણ તરીકે જો કોઈ માણસ કોઈ એવી જગ્યામાં છે જ્યાં કોઈ બુરાઈનું કામ થઈ રહ્યુ છે અને તેઓ તે બુરાઈને રોકવા પર કુદરત નથી રાખતા છે, તો તેઓને જોઈએ કે તેઓ તરતજ તે જગ્યાથી નીકળી જાય, કારણકે તે જગ્યાથી તેઓનું નિકળી જવુ એક રીતનું ઈનકાર છે.

અલબત્તા જો તેઓ કોઈ કારણસર તે જગ્યાએથી નથી નીકળી શકતા છે (ઉદાહરણ તરીકે જો તે વિમાનમાં બેસેલો હોય અને ત્યાં ગિત-સંગીત વાગી રહ્યુ હોય), તો એવી સૂરતમાં તે પોતાનાં દિલમાં તે બુરાઈને નાપસંદ કરે અને તે ગુનાહને ગુનાહ સમજે, આ ઈમાનનો સૌથી કમઝોર દરજો છે કે ઈન્સાન પોતાનાં દિલમાં ગુનાહથી નફરત કરે.

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો ફરીઝો ઉલમા અને જનતા (સામાન્ય લોકો) ની જવાબદારી છે

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દનાં ઝિમ્મે છે ભલે ઉલમા હોય અથવા જનતા (સામાન્ય લોકો) હોય.

શરીઅતમાં જે વાતો સ્પષ્ટ વાજેહ અને આસાન હોય અને બઘા જાણતા હોય (ઉદાહરણ તરીકે હલાલ હરામ, નમાઝ અને રોઝાની ફર્ઝિય્યત, શરાબ અન સુવ્વરનું ગોશ્તની હુરમત વગૈરહ) આ વાતોનાં બારામાં જનતા (સામાન્ય લોક) અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરી શકે છે.

રહ્યુ દીનનાં તે મસાઈલ જે જટિલ અને મુશ્કિલ છે અને તેને જનતા (સામાન્ય લોકો) આસાનીથી નથી સમજી શકતા, તો જનતા (સામાન્ય લોકો) ને જોઈએ કે તેઓ તે મસાઈલનાં બારામાં લોકોની ઈસ્લાહ ન કરે, બલકે તેઓ આ મસાઈલને ઉલમાનાં હવાલે કરી દે, જેથી કે ઉલમા આ મસાઈલનાં બારામાં લોકોની ઈસ્લાહ કરે અને તેમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરે.

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનું ફર્ઝે ઐન અને ફર્ઝે કિફાયા હોવુ

અમુક સૂરતોમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ફર્ઝે ઐન હોય છે અને અમુક સુરતોમાં અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર ફર્ઝે કિફાયા છે. કુર્આને કરીમમાં આ બન્નેવ પ્રકારોનોં અલગ અલગ ઝિકર આવ્યો છે.

ફર્ઝે ઐનનો મતલબ આ છે કે દરેક ફર્દનાં શિરે આ હુકમનું પૂરુ કરવુ જરૂરી હોય છે. જો તે આ હુકમને પૂરુ ન કરે, તો તે ગુનેહગાર થશે (જેવી રીતે કે પાંચ વખતની નમાઝ પઢવુ, રમઝાનનાં મહીનામાં રોઝા રાખવુ વગૈરહ).

ફર્ઝે કિફાયાનો મતલબ આ છે કે દરેક લોકોનાં ઝિમ્મે સામૂહિક રીતે આ હુકમનું પૂરૂ કરવુ જરૂરી થાય છે. અલબત્તા જો ઉમ્મતનાં અમુક અફરાદ આ હુકમને પૂરો કરે, તો દરેક લોકો છૂટી જશે. જો દરેક લોકોમાં થી કોઈ તે હુકમને પૂરા ન કરે, તો દરેલ લોકો ગુનેહગાર થશે (મય્યિતની જનાઝા નમાઝ પઢવુ અને તેનું કફન દફન કરવુ વગૈરહ).

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કઈ સૂરતમાં ફર્ઝે ઐન છે?

દરેક માણસ પર ફર્ઝ ઐન છે કે તે દીનનાં રસ્તા પર ચાલે અને પોતાનાં ઘરવાળાઓ માટે પણ ફિકર કરે, એવીજ રીતે તેને જોઈએ કે તે પોતાનાં ઘરવાળાઓની ઈસ્લાહ અને દીની તરક્કી માટે મેહનત અને કોશિશ કરે, પોતાનાં ઘરવાળાઓ પર આ મેહનત અને કોશિશ કરવુુ દરેક માણસ પર ફર્ઝે ઐન છે.

તેથી દરેક માણસને જોઈએ કે તે પોાતાનાં ઘરવાળાઓને અલ્લાહ તઆલાનાં અહકામ પૂરા કરવાનું પ્રોત્સાહન આપતો રહે (ઉદાહરણ તરીકે નમાઝ પઢવુ, સુન્નતની ઈત્તેબાઅ કરવુ, નેક લોકોની સોહબતમાં રેહવુ વગૈરહ) અને તેઓને ગુનાહોથી રોકે, જો કોઈ સમયે તે પોતાનાં ઘરવાળાને કોઈ બુરાઈ અથવા ગુનાહમાં મુબતલા થયેલા જોવે, તો તેને જોઈએ કે તે તેઓને રોકે અને તેઓની ઈસ્લાહ કરે.

આ સિલસિલામાં અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ

يٓأَيُّهَا الَّذِينَ اٰمَنُوْا قُوٓا أَنفُسَكُمْ وَأَهْلِيْكُمْ نَارًا (سورة التحريم: ٦)

હે ઈમાન વાળાઓ ! પોતાને અને પોતાનાં ઘરવાળાઓને જહન્નમની આગથી બચાવો.

આ આયતે કરીમાથી આ વાત બિલકુલ સ્પષ્ટ વાઝેહ છે કે જો કોઈ માણસ પોતાનાં ઘરવાળાઓને બુરાઈ અને ગુનાહથી ન રોકે અને તે તેની દીની રેહબરી ન કરે, તો કયામતનાં દિવસે તેનાં બારામાં તેનાંથી પૂછવમાં આવશે અને તેનાંથી તેની પૂછતાછ થશે.

એક હદીષ શરીફમાં વારિદ થયુ છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તમારામાંથી દરેક ભરવાડ છે અને તેનાંથી તેનાં ટોળાનાં સંબંઘથી સવાલ થશે. ઈમામ ભરવાડો છે અને તેનાંથી તેનાં નીચેનાં લોકો વિશે સવાલ થશે. ઈન્સાન પોતાનાં ઘરવાળાઓનો ભરવાડ છે અને તેનાંથી તેનાં ઘરવાળાઓનાં વિશે સવાલ થશે. ઔરત પોતાનાં શૌહરનાં ઘરની ભરવાડી છે અને તેનાંથી તેનાં ઘર વાળાઓનાં વિશે સવાલ થશે. (સહીહલ બુખારી)

આ હદીષથી આપણને ખબર થાય છે કે જેવી રીતે શૌહર પોતાનાં ઘરવાળાઓનો જવાબદાર છે અને તેઓનાં વિશે તેમનાંથી સવાલ થશે એવીજ રીતે બીવી પોતાનાં બાળકોની જવાબદાર છે અને તેઓનાં વિશે આનાંથી પણ સવાલ થશે.

એક રિવાયતમાં આવ્યુ છે કે એક વખત હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) એક માણસને નસીહત કરવા વેળા ફરમાવ્યુ કે તમે પોતાનાં છોકરાને અદબ સિખડાવો, કારણકે તમારાથી તમારા બાળ (ની તરબિયત) નાં બારામાં સવાલ થશે કે તમે શું અદબ સિખડાવ્યો અને તેને શું તાલીમ આપી? અને તેનાંથી (તમારા બાળકથી) પણ સવાલ થશે કે શું તેણે તમારી સાથે હુસ્ને સુલૂક કર્યો અને તમારી ઈતાઅતો ફરમાં બરદારી કરી?(તે વસ્તુઓનાં બારામાં તેનાંથી પૂછવામાં આવશે). (શોઅબુલ ઈમાન)

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કઈ સૂરતમાં ફર્ઝે કિફાયા છે?

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો ફરીઝો સામાન્ય સંજોગોમાં પૂરી ઉમ્મતનાં શીરે એકંદરે ફર્ઝે કિફાયા છે એટલે ઉમ્મતને આ હુકમ આપવામાં આવ્યો છે કે તે લોકોની દીની તરક્કી અને ઈસલાહનાં વિશે ફિકર કરે.

આ સિલસિલામાં અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ

 کُنۡتُمۡ خَیۡرَ اُمَّۃ ٍ اُخۡرِجَتۡ لِلنَّاسِ تَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَ تَنۡہَوۡنَ عَنِ الۡمُنۡکَرِ وَ تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ

તમે બેહતરીન ઉમ્મત છો, જે લોકો(નાં ફાયદા) નાં માટે નિકાળવામાં આવી છે. (તમે બેહતરીન ઉમ્મત આ કારણે છો કે) તમે અચ્છાઈનો હુકમ આપો છો અને બુરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો.

આ આયતે કરીમાથી ખબર થઈ કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર પૂર ઉમ્મતનાં શિરે એકંદરે ફર્ઝે કિફાયા છે.

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો ફરીઝો અંજામ દેવા પર બે પનાહ અજરો ષવાબ

હઝરત મુજદ્દિદે અલફે ષાની અહમદ ફારૂકી સરહિન્દી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુ કે જો કોઈ માણસ ઈલ્મે દીનની નશરો ઈશાઅતમાં એક રૂપિયો પણ ખર્ચ કરે, તો તેનો ષવાબ બીજા નેક કામોમાં કરોડો રૂપિયા ખર્ચ કરવાથી વધારે છે.

તથા દીનમાં સૌથી મોટી નેકી દીનની નશરો ઈશાઅત (પ્રકાશન) કરવુ અને શરીઅતનાં કોઈ હુકમને જીવિત કરવાનું છે, ખાસ રીતે એવા ઝમાનામાં દીનની નશરો ઈશાઅત (પ્રકાશન) કરવુ મોટી નેકી છે જ્યારે કે ઈસ્લામનાં શઆઈરને મિટાવવામાં આવી રહ્યુ હોય.

જો કોઈ માણસ તે સમયે દીનનાં એક મસઅલાને રિવાજ આપે અને તેની તબલીગ કરે, તો તેનો આ અમલ કરોડ રૂપિયા અલ્લાહ પાકનાં રસ્તામાં ખર્ચ કરવાથી અફઝલ તથા અઅલા છે. (મજાલિસે અબરાર, અહકામે તબલીગ શું છે? પેજ ન-૩૫)

Source: http://ihyaauddeen.co.za/?p=19015


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …