મૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?

જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી મોઢું ન ખુલે. ફુકહાએ કિરામે વિસ્તૃતી કરી છે કે મય્યિતનાં અંગોને સહી કરવાનો મકસદ એ છે કે એમને સહિ તરીકાથી ગુસલ આપી શકાય. કારણકે ઘણીવાર મરવા પછી બદન સખત થઈ જાય છે. જેના કારણે ગુસલનાં સમયે પાણી દરેક અંગો સુઘી નથી પહોંચતુ. અને ગુસલ અઘુરુ રહે છે. એટલા માટે મય્યિતનાં અંગોને મરવા પછી તરતજ સીઘા કરી દેવા જોઈએ, જેથી ગુસલનાં સમયે પાણી દરેક અંગો સુઘી આસાનીથી પહોંચી જાય.[૮]

અગર મય્યિત મર્દ હોય, તો એમનાં મોંઢા અને આંખોને બંઘ કરતા સમયે નીચે પ્રમાણેની દુઆ પઢવી જોઈએઃ

اللَّهُمَّ اغْفِرْ لِفلان وَارْفَعْ دَرَجَتَهُ فِى الْمَهْدِيِّينَ وَاخْلُفْهُ فِى عَقِبِهِ فِى الْغَابِرِينَ وَاغْفِرْ لَنَا وَلَهُ يَا رَبَّ الْعَالَمِينَ اللَّهُمَّ افْسَحْ لَهُ فِى قَبْرِهِ وَنَوِّرْ لَهُ فِيهِ.(مسلم شريف)

એ અલ્લાહ! ફલાણાં ની (ફલાણાંની જગ્યાએ મય્યિતનું નામ લેવુ) મગફિરત ફરમાવ, હિદાયત પામેલા લોકોમાં એમનો દરજો બુલંદ ફરમાવ અને એમનાં વાલી માં એ લોકોનો ખલીફા બની જા. એ અલ્લાહ! તુ અમારી અને એમની બખશિશ ફરમાવ અને એમની કબરને પહોળી અને મુનવ્વર ફરમાવ.

અને અગર મય્યિત ઔરત હોય તો નીચે પ્રમાણેની દુઆ આ રીતે પઢવી જોઈએઃ

اللَّهُمَّ اغْفِرْ لِفلانة وَارْفَعْ دَرَجَتَهَا فِى الْمَهْدِيِّينَ وَاخْلُفْهَا فِى عَقِبِهَا فِى الْغَابِرِينَ وَاغْفِرْ لَنَا وَلَهَا يَا رَبَّ الْعَالَمِينَ اللَّهُمَّ افْسَحْ لَهَا فِى قَبْرِهَا وَنَوِّرْ لَهَا فِيهِ. (مسلم شريف)

આંખ બંદ કરતા સમયે બીજી નીચે પ્રમાણેની દુઆ પણ પઢી સકાયઃ

بِسْمِ اللهِ وَعَلى مِلَّةِ رَسُوْلِ اللهِ

શરૂઆત કરૂ છું અલ્લાહ તઆલાનાં નામથી અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં દીન પર.

بِسْمِ اللهِ وَعَلى مِلَّةِ رَسُوْلِ اللهِ اللّهُمَّ يَسِّرْ عَلَيْهِ أَمْرَهُ وَسَهِّلْ عَلَيْهِ مَا بَعْدَهُ

وَأَسْعِدْهُ بِلِقَائِكَ وَاجْعَلْ مَا خَرَجَ إِلَيْهِ خَيْرًا مِمَّا خَرَجَ عَنْهُ.(بيهقي)

શરૂઆત કરૂ છું અલ્લાહ તઆલાનાં નામથી અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દીન પર, એ અલ્લાહ! એમની હાલતને આસાન ફરમાવ. આવવાવાળા તબક્કામાં આસાની પેદા ફરમાવ. એમને આપની મુલાકાતથી મુશર્રફ ફરમાવ, એમની આખિરતને દુનિયાથી બેહતર બનાવી દે.

મય્યિતની આજુ બાજુ

  • અગર શક્ય હોય તો રૂહ નિકળી જવા પછી મય્યિતની પાસે કોઈ ખુશ્બુદાર વસ્તુ લોબાન વગૈરહ સળગાવી દેવામાં આવે. જેથી અગર મરવા પછી યા મરવા પહેલા બદનમાંથી કોઈ દુર્ગંઘવાળી વસ્તુ નિકળી હોય, તો તેની દુર્ગંઘ દૂર થઈ જાય.[૯]
  • હૈઝ અને નીફાસ વાળી અને જુનુબી મય્યિતનાં પાસે ન બેસે.[૧૦]
  • મય્યિતને ગુસલ આપવા પેહલા એમની પાસે કુરઆન મજીદ પઢવુ મકરૂહ છે.[૧૧]  હાં, બીજા ઝિક્ર દુરૂસ્ત છે. [૧૨]

 

Source: http://ihyaauddeen.co.za/?p=1374


[૮] ( وإذا مات تشد لحياه وتغمض عيناه ) تحسينا له ويقول مغمضه بسم الله وعلى ملة رسول الله اللهم يسر عليه أمره وسهل عليه ما بعده وأسعده بلقائك واجعل ما خرج إليه خيرا مما خرج عنه ثم تمد أعضاؤه ويوضع على بطنه سيف أو حديد لئلا ينتفخ ويحضر عنده الطيب (الدر المختار ٢/١٩٣)

فإذا مات شدوا لحييه وغمضوا عينيه ويتولى أرفق أهله به إغماضه بأسهل مما يقدر عليه ويشد لحياه بعصابة عريضة يشدها في لحيه الأسفل ويربطها فوق رأسه كذا في الجوهرة النيرة (الفتاوى الهندية ١/١٥٧)

(وتوضع يداه بجنبيه) إشارة لتسليمه الأمر لربه (ولا يجوز وضعهما على صدره) لأنه صنيع أهل الكتاب وتلين مفاصله وأصابعه بأن يرد ساعده لعضده وساقه لفخذه وفخذه لبطنه ويردها ملينة ليسهل غسله وإدراجه في الكفن (حاشية الطحطاوي على مراقي الفلاح ص٥٦٤)

[૯] (فيوضع كما مات) الكاف للمفاجأة إذا تيقن في موته (على سرير مجمر) أي مبخر إخفاء لكريه الرائحة وتعظيما للميت

قوله : (مجمر أي مبخر) بنحو عود ثم المتبادر أن فعل ذلك قبل وضعه عليه وقيل عند إرادة غسله إخفاء للرائحة الكريهة عيني (مراقي حاشية الطحطاوي على مراقي الفلاح ص٥٦٦)

[૧૦] ويخرج من عنده الحائض والنفساء والجنب قال الشامي : قوله ( ويخرج من عنده الخ ) في النهر وينبغي إخراج الحائض الخ وفي نور الإيضاح واختلف في إخراج الحائض (رد المحتار ٢/١٩٣)

( واختلفوا في إخراج الحائض والنفساء ) والجنب ( من عنده ) وجه الإخراج امتناع حضور الملائكة محلا به حائض أو نفساء كما ورد ويحضر عنده طبيب

قال الطحطاوي : قوله ( وجه الإخراج إلخ ) إخراجهم على سبيل الأولوية إذا كان عن حضورهم غنى فلا ينافي ما ذكره الكاكي من أنه لا يمتنع حضور الجنب والحائض وقت الاحتضار ووجه عدم الإخراج أنه قد لا يمكن الإخراج للشفقة أو للاحتياج إليهن ونص بعضهم على إخراج الكافر أيضا وهو حسن (حاشية الطحطاوي على مراقي الفلاح ص٥٦٣)

[૧૧] ويكره قراءة القرآن عنده حتى يغسل كذا في التبيين (الفتاوى الهندية ١/١٥٧)

[૧૨] قلت : وليس في النتف إلى الغسل بل إلى أن يرفع فقط وفسره في البحر برفع الروح وعبارة الزيلعي وغيره تكره القراءة عنده حتى يغسل وعلله الشرنبلالي في إمداد الفتاح تنزيها للقرآن عن نجاسة الميت لتنجسه بالموت قيل نجاسة خبث وقيل حدث وعليه فينبغي جوازها كقراءة المحدث (الدر المختار ٢/١٩٣)

(ولا بأس) لحائض وجنب (بقراءة أدعية ومسها وحملها وذكر الله تعالى، وتسبيح) (الدر المختار ١/٢٩٣) انظر أيضا فتاوى رحيمية ٧/٦١

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …