સુરતુલ કાફિરૂન ની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

 قُلْ يٰاَيُّهَا الْكٰفِرُونَ ﴿۱﴾‏‏‏ لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ﴿۲﴾‏‏‏ وَلَا أَنتُمْ عٰبِدُونَ مَا أَعْبُدُ ﴿۳﴾‏ ‏وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ﴿۴﴾‏‏‏ وَلَا أَنتُمْ عٰبِدُونَ مَا أَعْبُدُ ﴿۵﴾‏‏‏ لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ ﴿۶﴾‎ ‏‏ ‎

તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

તમે કહી દો કે હે કાફિરો (૧) ન હું તમારા માબૂદોની પરસતિશ કરતો છું (૨) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરતા છો (૩) અને ન (ભવિષ્યમાં) તમારા માબૂદોની પરસતિશ કરિશ (૪) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરશો (૫) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે (૬)

સુરએ ઈખલાસ અને સુરએ કાફિરૂન ઘણી મહત્તવપૂર્ણ સૂરતો છે અને આ બન્નેવની ઘણી ફઝીલતો છે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમુક સહાબએ કિરામને સુવા પેહલા સુરએ કાફિરૂન પઢવાની તલકીન અને પ્રોત્સાહન ફરમાવ્યુ અને ફરમાવ્યુ કે આ સૂરતને પઢવુ શિર્કથી છૂટકારો છે. (અબુ દાવુદ)

હઝરત અલી (રદિ.) થી રિવાયત છે કે એક વખત નમાઝનાં દૌરાન નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને બીચ્છુ એ કરડી લીઘુ, તો આપે પાણી અને મીઠું મંગાવ્યુ અને આ પાણીને કરડેલી જગ્યાએ લગાવતા જાતા હતા અને કુલ યાઅય્યુહલ કાફિરૂન, કુલ અવુઝુ બિરબ્બિલ ફલક અને કુલ અવુઝુ બિરબ્બિન્નાસ પઢતા જાતા હા. અંતમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને તે સૂરતોંની બરકતથી શિફા મળી.

શાને નુઝૂલ (આકાશિય ગ્રંથનું ઉતરવાનું કારણ)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી મનકૂલ છે કે કુરૈશ સમજોતા માટે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે આ સૂરત (સૂચન) પેશ કરી કે અમે આપને એટલો માલ આપીએ કે આપ આખા મક્કામાં સૌથી વધારે માલદાર થઈ જાવો અને જે ઔરતથી આપ ચાહો, આપનાં નિકાહ કરાવી દઈએ. આપ માત્ર એટલુ કરો કે અમારા માબૂદોને બુરુ ન કહ્યા કરો અને જો આપ આ પણ નહી માનો, તો એવુ કરીએ કે એક વર્ષ અમે તમારા માબૂદની ઈબાદત કર્યા કરીએ અને એક વર્ષ અમારા માબૂદોની ઈબાદત કર્યા કરો. આનાં પર આ સૂરત નાઝિલ થઈ (ઉતરી).

એક બીજી રિવાયતમાં છે કે કુરૈશે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે આ વાત પેશ કરી કે એક વર્ષ તમે અમારા બુતોની ઈબાદત કર્યા કરો અને એક વર્ષ અમે આપનાં માબૂદની ઈબાદત કરીશું. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ શિર્કથી અલ્લાહ તઆલાની પનાહ તલબ કરૂં છું. તો કુરૈશે બીજી સૂરત (સૂચન) પેશ કરી કે આપ અમારા બુતોમાંથી અમુકને માત્ર હાથ લગાવી દો, તો અમે આપની ખાતરી (તસદીક) કરવા લાગિશું. એનાં પર હઝરત જીબ્રઈલ (અલૈ.) સુરએ કાફિરૂન લઈને નાઝિલ થયા.

ખુલાસો આ છે કે કુફ્ફારે મક્કાએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે ત્રણ વસ્તુઓ પેશ કરીઃ

પેહલી વસ્તુઃ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે બુતોને બુરૂ (ખરાબ) ન કહે.

બીજી વસ્તુઃ બન્નેવ એક બીજાનાં માબૂદની પરસતિશ કરે. એટલે એક વર્ષ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમનાં બુતોની પરસતિશ કરે અને એક વર્ષ તેઓ (કુફ્ફારે મક્કા) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માબૂદની પરસતિશ કરે.

ત્રીજી વસ્તુઃ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમનાં માબૂદોને માત્ર હાથ લગાવી દેવુ.

પણ અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ આ સૂરતમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને કુફ્ફારની કોઈ પણ પેશકશને કબૂલ કરવાથી મનાઈ ફરમાવી દીઘી.

ખુલ્લમ ખુલ્લુ એલાન

આ સૂરતમાં ખુલ્લમ ખુલ્લા તૌર પર એલાન કરવામાં આવ્યુ કે દીને ઈસ્લામ એક પાક દીન છે અને કોઈ પણ સૂરતમાં  તે કુફ્ફારનાં દીનની સાથે નહી મિલાવી શકાશે. તેથી આપણે જોઈએ છીએ કે આ સૂરતમાં અલ્લાહ તઆલાએ ખુલ્લમ ખુલ્લા  તૌર પર કુફ્ફારનાં ખરાબ અને શિર્ક વાળા કામોની નિંદા કરી છે અને મુસલમાનોને હુકમ આપ્યો છે કે તેઓ માત્ર એક અલ્લાહની ઈબાદત કરે એવી રીતે કે તેઓની ઈબાદતમાં કોઈ પણ પ્રકારનો શિર્ક ન હોય.

અલ્લાહ તઆલાએ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને કુફ્ફારની વાતો પર અમલ કરવાથી એટલા માટે મનાઈ ફરમાવી દીઘી છે કે દીને ઈસ્લામ દરેક એતેબારથી એક કામિલ અને જામેઅ દીન છે. જે ખુદા તઆલાનું એકેશ્વરવાદ, તેમની ઈબાદત અને માત્ર તેમની ઈતાઅતો ફરમાં બરદારી પર નિર્ભર છે.

વાતનો સારાંશ આ છે કે દીને ઈસ્લામને કોઈ પણ બીજા મઝહબ તથા દીનની સાથે નહી મિલાવી શકાય છે. કારણકે દીને ઈસ્લામનો દારોમાદાર અને બુનિયાદ આ છે કે અમે માત્ર એક અલ્લાહ તઆલાને માને અને તેમનાં પર ઈમાન રાખે તેમની ઝાત તથા સિફાતની સાથે અને અમે માત્ર તેમની ઈતાઅત કરે. જ્યારે કે બીજા મઝાહિબની બુનિયાદ કુફ્ર તથા શિર્ક અને અલ્લાહ તઆલાનાં હુકમની વિરુદ્ઘતા પર છે. તેથી જો આપણે કુફ્ફારની ઈત્તેબા કરીશું તો આપણે અલ્લાહ તઆલાની નાફરમાની કરીશું.

قُلْ يٰاَيُّهَا الْكٰفِرُونَ ﴿۱﴾‏‏‏ لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ﴿۲﴾‏‏‏ وَلَا أَنتُمْ عٰبِدُونَ مَا أَعْبُدُ ﴿۳﴾‏ ‏وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ﴿۴﴾‏‏‏ وَلَا أَنتُمْ عٰبِدُونَ مَا أَعْبُدُ ﴿۵﴾

તમે કહી દો કે હે કાફિરો (૧) ન હું તમારા માબૂદોની પરસતિશ કરતો છું (૨) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરતા છો (૩) અને ન (ભવિષ્યમાં) તમારા માબૂદોની પરસતિશ કરિશ (૪) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરશો (૫)

આ આયતોને જોઈને સ્પષ્ટ રૂપે તો કોઈનાં દિમાગમાં આ ખ્યાલ આવશે કે તેમાં પુનરાવર્તન (એક જેવી લાગે) છે, પણ પેહલી બે આયતો અને બીજી બે આયતોનાં મઅનામાં ફરક છે.

પેહલી બે આયતોનોં સંબંઘ વર્તમાન કાળથી છે અને બીજી બે આયતોનો સંબંઘ ભવિષ્ય કાળથી છે એટલે આ આયતોનોં તર્જુમો આ છે કે હમણાં આપણે તે વસ્તુઓ (બુતો) ની ઈબાદત નથી કરતા જેની ઈબાદત તમે કરો છો અને ન ભવિષ્યમાં અમે તે વસ્તુઓ (બુતો) ની ઈબાદત કરીશું જેની ઈબાદત તમે કરો છો, તેથી તમે અમારાથી આ વાતની અપેક્ષા (આશા) ન રાખો કે તમે જે વસ્તુની ઈબાદત કરો છો, અમે તેમાં તમારી પૈરવી કરીશું (તમને અનુસરશું).

આ તફસીરનાં અનુસાર (કે પેહલી બે આયતોનોં સંબંઘ વર્તમાન કાળથી છે અને બીજી બે આયતોનો સંબંઘ ભવિષ્ય કાળથી છે) ચારેવ આયતોમાં  “મા” મૌસૂલા છે એટલે ઈબાદતની વસ્તુ (માબૂદ), તેથી તેનો મતલબ આ છે કે અમે અલ્લાહ તઆલાની ઈબાદત કરીએ છીએ અને તમે બુતોની ઈબાદત કરો છો.

આ આયતોની બીજી તફસીર જે અલ્લામા ઈબ્ને કષીર (રહ.) કરી છે તે આ છે કે શબ્દ “મા” પેહલી બે આયતો (એટલે لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ﴿۲﴾‏‏‏ وَلَا أَنتُمْ عٰبِدُونَ مَا أَعْبُدُ ﴿۳﴾‏) માં મૌસૂલા છે અને બીજી બે આયતોમાં (એટલે وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ ﴿۴﴾‏‏‏ وَلَا أَنتُمْ عٰبِدُونَ مَا أَعْبُدُ ﴿۵﴾) “મા” મસદરિયા છે.

તેનાં અનુસાર પેહલી બે આયતોનો મતલબ આ છે કે જે માબૂદો (બુતોં) ની ઈબાદત નથી કરતો જેની ઈબાદત તમે કરો છો અને તમે તે ઝાત (અલ્લાહ તઆલા) ની ઈબાદત નથી કરતા જેની ઈબાદત હું કરૂં છું અન બીજી બે આયતોનો મતલબ આ છે કે અમારી અને તમારી ઈબાદતનાં તરીકાવો બિલકુલ અલગ અલગ છે કે હું તે તરીકાથી ઈબાદત નથી કરતો છું જે તરીકાથી તમે ઈબાદત કરો છો અને તમે તે તરીકાથી ઈબાદત નથી કરતા છો જે તરીકાથી તમે ઈબાદત કરો છો.

આ તફસીરનાં અનુસાર બીજા શબ્દોમાં આ આયતોનોં અર્થ આ છે કે પેહલી બે આયતોંમાં ઈબાદતનાં મહલ (સ્થળ)ને મતભેદ બતાવવામાં આવ્યુ છે કે અમે અલ્લાહ તઆલાની ઈબાદત કરીએ છે અને તમે બુતોંની ઈબાદત કરો છો અને બીજી બે આયતોમાં ઈબાદતનાં તરીકાનો મતભેદ બતાવવામાં આવ્યો છે એટલે તમારા ઈબાદતનો તરીકો અમારા ઈબાદતનાં તરીકાથી બિલકુલ અલગ છે. તેથી જ્યારે તમે પોતાનાં બાતિલ તરીકા પર કાયમ રહેશો, મારાથી આ ઉમ્મીદ ન રાખો કે હું હકનાં રસ્તાથી મોઢુ ફેરવીને તમારા ગલત ઈબાદતનાં તરીકાને અપનાવી લઈશું અને ન હું ઉમ્મીદ રાખીશ કે તમે મારા ઈબાદતનાં તરીકાની પૈરવી કરશો (માનશો), કારણકે અમારી અને તમારી ઈબાદતનાં તરીકાવો બિલકુલ જુદા છે. તેમાં સમાઘાન તથા અનુકૂળતાનો કોઈ રસ્તો નથી.

ખુલાસા વાત આ છે કે આ આયતોં સ્પષ્ટ રીતે આ વાત પર દલાલત કરે છે કે ઈસ્લામનો રસ્તો પાકીઝગી અને તકવાનો રસ્તો છે, માત્ર અલ્લાહ તઆલાને માનવા અને તેની ઈબાદત કરવાનો રસ્તો છે અને વગર કોઈ અસ્વિકૃતીએ અલ્લાહ તઆલાની વાતોની ઈતાઅતો ફરમાબરદારી કરવાનો રસ્તો છે.

તેનાં ઊલટું શિર્ક તથા કુફરનો રસ્તો ઈસ્લામનાં રસ્તાથી બિલકુલ વિરૂદ્ગ અને અલગ છે, કારણકે ઈસ્લામમાં અલ્લાહ તઆલાનાં વગર કોઈનાં પર ઈમાન લાવવુ અને કોઈની પણ ઈબાદત કરવુ અને કોઈનો હુકમ માનવાની (જ્યારે તે હુકમ અલ્લાહ તઆલાનાં હુકમનાં વિરૂદ્ઘ છે) કોઈ ગુંજાઈશ નથી, જ્યારે કે શિર્ક તથા કુફરમાં અલ્લાહ તઆલાનાં વગર દરેક વસ્તુને માનવુ અને કબૂલ કરવાની દઅવત આપવામાં આવે છે.

આનાંથી ખબર થયું કે એક મુસલમાન અને એક ગૈર મુસ્લિમનાં રસ્તાવો દરેક રીતથી અલગ અલગ છે, તેથી કોઈ મુસલમાનનાં માટે કદાપી દુરૂસ્ત નથી કે તે કોઈ પણ સૂરતમાં ગૈર મુસ્લિમોનાં તરીકાવો પર ચાલ અને તેની પૈરવી કરે ભલે તેમની ઈબાદતોમાં તથા તેઓનં રસ્મો રિવાજમાં તથા તેઓનાં રેહણી કરણીમાં તથા તેઓનાં ફેશનમાં તથા તેઓનાં વ્યવ્હારો તથા શાદી બ્યાહમાં તથા તેઓની કારોબારનાં હરામ તરીકાવોમાં તથા તેઓની જીંદગીનાં તરીકાવોમાં.

આ સૂરતનો પૈગામ આ છે કે આપણે અલ્લાહ તઆલાની એકેશ્વરવાદતાનો ઈકરાર કરે, આપણે માત્ર અલ્લાહ તઆલાનાં અહકામને માનીએ અને દીની અને દુનયવી જીંદગીનાં દરેક વિભાગોમાં આપણે વગર કોઈ શક શુબાએ અલ્લાહ તઆલાની ઈતાઅતો ફરમાં બરદારી કરે.

તથા મોમિન કાફિરોની જેમ નથી હોતો જે ઝમાનાની સાથે ચાલે છે અને મોકાની સાથે બદલાય જાય છે. બલકે મોમિન દરેક હાલાતમાં અલ્લાહ તઆલાની સાથે વફાદાર રહે છે, તેથી તેની જીંદગી પર વર્ષનાં કોઈ પણ સમયે અને માહોલનો અષર નથી પડતો. ભલે તે પોતાનાં વતનમાં હોય અથવા વતનથી બાહર છુટ્ટીનાં દિવસો પસાર કરવા માટે ગયો હોય, ઘરમાં હોય અથવા ઘરથી બાહર સમાજી અને કારોબારી જીંદગીમાં હોય, તે દરેક સમયે દીન પર ચાલે છે અને દીની અહકામાત પર ષાબિત કદમ (જામેલો) રહે છે, કારણકે તેનાં ઝહનમાં આ વાત દરેક સમયે સામે રહે છે કે તેણે અલ્લાહ તઆલાની સામે એક દિવસે પોતાની જીંદગીનો દરેક અમલનો હિસાબ આપવાનો થશે.

સાચા મોમિનનો હાલ આ છે કે તે કોઈ પણ સમયમાં કુફ્ફારનાં રસ્મો રિવાજથી પ્રભાવિત નથી થતો, બલકે તે જ્યાં પણ જાય છે અને જેનાંથી પણ મળ છે તે તેની સામે ઈસ્લામની સહી સૂરત પેશ કરે છે. સહાબએ કિરામ (રદિ.) નો પણ આજ હાલ હતો કે ઈસ્લામની સિફાતો તેમનાંમાં અને તેમની ઝીંદગીયોમાં  સૌથી વધુ જોવા મળતી હતી, જેનાં કારણેથી તેઓ દુનિયામાં જ્યાં પણ ગયા તેઓ કામયાબ થઈ ગયા અને તેમને જોતાની સાથેજ લોકોનાં દિલો ઈસ્લામની રફ ખેંચાઈ જતા હતા.

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ‎ ﴿٦﴾‏‎

તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે (૬)

શબ્દ “દીન” વિભિન્ન મઆનીનાં માટે ઈસ્તેમાલ થાય છે. તેનો એક મઅનો છે “મઝહબ”. ઈમામ બુખારી (રહ.) નાં નઝદીક આયતે કરીમા માં આજ મઅનો રાજેહ છે એટલે આ આયતનો તર્જુમો આ છે કે તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.

શબ્દ દીનનો બીજો મઅનો છે “તરીકો”. તેનાં અનુસાર આયતે કરીમાનો તર્જુમો એમ થશે કે તમારા માટે તમારો તરીકો છે અને મારા માટે મારો તરીકો છે.

બીજા શબ્દોમાં એવી રીતે કહી શકાય છે કે તમે પોતાનાં આમાલનાં ઝિમ્મેદાર છો અને તમને પોતાનાં આમાલનો બદલો મળશે અને હું પોતાનાં આમાલનો ઝિમ્મેદાર છું અને મને પોતાનાં આમાલનો બદલો મળશે એટલે દરેકે પોત પોતાના અમલનો અન્જામ ભુગતવુ પડશે.

કુફ્ફારની સાથે મેળ-મિલાપ અને દોસ્તી કરવુ

આ સૂરતથી એક જરૂરી સબક જે આપણને મળે છે આ છે કે કોઈ મોમિનનાં માટે જાઈઝ નથી કે તે કાફિરોને ખુશ કરવા માટે પોતાનાં દીની ઉસૂલો, તાલીમાત અને શરીઅતનાં અહકામની વિરૂદ્ઘ જાય, કારણકે કુર્આને મજીદની વિભિન્ન આયતોમાં અલ્લાહ તઆલાએ કાફિરોની સાથે મેળ-મિલાપ અને દોસ્તી કરવાથી મનાઈ ફરમાવી છે.

સુરતુન નિસાઅમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છેઃ

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا لَا تَتَّخِذُوْا الْكٰفِرِينَ أَوْلِيَاءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَ

હે ઈમાન વાળાઓ ! મુસલમાનોંને છોડીને કાફિરોને દોસ્ત ન બનાવો.

સુરએ માઈદહમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છેઃ

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوا لَا تَتَّخِذُوْا الْيَهُوْدَ وَالنَّصٰرٰى أَوْلِيَاءَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ وَمَنْ يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ إِنَّ اللهَ لَا يَهْدِيْ الْقَوْمَ الظّٰلِمِينَ

હે ઈમાન વાળાઓ ! યહૂદો નસારાને દોસ્ત ન બનાવો. તેઓ પરસ્પર એક બીજાનાં દોસ્ત છે અને જે કોઈ તમારામાંથી તેઓની સાથે દોસ્તી કરશે, તો તે તેઓમાંથીજ થશે. બેશક અલ્લાહ તઆલા ઝાલિમોંને હિદાયત નથી આપતો.

આ બે આયતોમાંથી આપણને ખબર થયું કે મુસલમાનોને કાફિરોની સાથે મેળ-મિલાપ અને દોસ્તી કરવાથી મનાઈ કરવામાં આવી છે.

એવીજ રીતે હદીષ શરીફમાં પણ કુફ્ફારની સાથે દોસ્તી કરવાની મનાઈ કરવામાં આવી છે કે ઈમાન વાળાને હુકમ આપવામાં આવ્યો છે કે તે માત્ર ઈમાન વાળાઓની સાથે દોસ્તી કરે અને કાફિરોની દોસ્તીથી બચે.

તેથી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) થી ફરમાવ્યુ કે

لا تصاحب إلا مؤمنا

મોમિનનાં વગર બીજા કોઈથી દોસ્તી ન રાખો.

કુફ્ફારની સાથે દોસ્તી કરવાની મનાઈ એટલા માટે છે કે જો મામિન કુફ્ફારની સાથે દોસ્તી અને સંબંધ રાખે, તો જરૂરથી જરૂર તે કુફ્ફારની જીંદગીનાં તર્ઝથી પ્રભાવિત થઈને તેઓનાં તરીકાવો તથા આદતો, ફિકરો તથા ખયાલાતો અને મૂલ્યાંકનો તથા રિવાયાતો અને કપડાવોની નકલ કરશે.

અંતમાં તે દોસ્તીનો પરિણામ આ થશે કે મોમિન પોતાની દીની જવાબદારીઓથી ગાફિલ થઈ જશે અને તે પોતાનાં ફરાઈઝ તથા વાજીબાતને (જે અલ્લાહ તઆલાનાં માટે અને મખલૂકનાં માટે) પૂરા નહી કરશે અથવા તેમાં કોતાહી કરશે.

તેથી જ્યારે કોઈ મોમિન કાફિરો અને તેમનાં તરીકાવો તથા આદતોની તરફ પ્રભાવિત થાય, તો તે તેઓની જેમ ઝિંદગી ગુજારવાનું શરૂ કરશે અને અંતમાં તે પોતાનાં ઈસ્લામી તરીકાવો તથા આદતોને છોડી દેશે.

આ વાત ધ્યાનમાં રેહવી જોઈએ કે જો શરીઅતમાં આપણને કાફિરોની સાથે દોસ્તી તથા મેળ-મિલાપથી મનાઈ કરવામાં આવી છે. પણ બીજી તરફ આપણને હુકમ આપવામાં આવ્યો છે કે આપણે તેઓની સાથે સારો વ્યવ્હાર કરીએ અને આપણે તેઓની સાથે એહસાન વાળો મામલો કરીએ. એવીજ રીતે આપણાં માટે તેઓની સાથે વ્યાપાર વગૈરહ કરવુ જાઈઝ છે, આ શર્તની સાથે કે શરીઅતની મર્યાદાવોમાં રહીને મામલો કરો અને તેઓને દોસ્ત ન બનાવો.

વાતનો ખુલાસો આ છે કે કાફિરોની સાથે વ્યવ્હાર કરવામાં આ વાતનો ખ્યાલ રાખો કે તેઓનાં પર ઝુલમ ન કરો અને તેઓનાં અધિકારોને પૂરા કરવામાં આળસ ન કરો, પણ તેઓની સાથે સાથે તેઓની ઝિંદગીનાં તર્ઝથી પ્રભાવિત ન થાવો અને તેઓનાં તરીકાવોને ન અપનાવો, બકલે દીન પર કાયમ રહો અને દીનનાં કોઈ હુકમમાં બેદરકારી ન વરતો.

 

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …