અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૩

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર (સારા કામનું હુકમ આપવુ અને ખરાબ કામોથી રોકવુ) નો ફરીઝો દીને ઈસ્લામમાં અત્યંત મહત્વપૂર્ણ દરજો રાખે છે.

આ જવાબદારીને એટલી મહત્તવતા આપવાનું કારણ આ છે કે ઉમ્મતે મુસ્લિમાનું દીન પર મજબૂતીથી કાયમ રહેવુ અને ઈસલામનાં ઢાંચાનું બર કરાર રેહવુ આ અઝીમ ફરીઝાને અન્જામ આપવા પર મૌકૂફ છે.

ઉમ્મતે મુસ્લિમામાં જ્યારે કોઈ બુરાઈ અને ખરાબી પૈદા થઈ જાય અને તે બુરાઈ અને ખરાબિને સુઘારવામાં (ઈસ્લાહ કરવામાં) ન આવે, તો સમય પસાર થવાથી આ બુરાઈ અને ખરાબી ઘીરે ઘીરે કરાર પકડશે અને અંતમાં તે ઉમ્મતે મુસ્લિમા ને તબાહ કરી દેશે.

એવીજ રીતે જો બીદઆત તથા ખુરાફાતની ઈસ્લાહ ન કરવામાં આવે, તો લોકો તેને દીનનો હિસ્સો સમજવા લાગશે અને થોડા સમય પછી ઈસ્લામની આખી શકલ બગડી જશે, અહિંયા સુઘી કે ઈસ્લામથી કંઈપણ નહી બચશે અને તેનો અન્જામ આ થશે કે ઈસ્લામ પણ બીજા પેહલા ઉમ્મતોનાં મઝહબોની જેમ થઈ જશે. જેને લોકોએ ઘીરે ઘીરે બદલી નાંખ્યા છે. અહિંયા સુઘી કે આજે અસલ દીનનો ઘણો ઓછો હિસ્સો બાકી રહી ગયો છે.

નહી અનિલ મુનકર છોડવાનાં કારણેથી બની ઈસરાઈલ પર લાનત

કુર્આને કરીમમાં અલ્લાહ તઆલાએ બની ઈસરાઈલ પર લાનતનાં બે મુળભુત કારણો બયાન કર્યા છેઃ

પેહલુ કારણ આ છે કે તેવણે નહી અનીલ મુનકરનો ફરીઝો છોડી દીઘો અને બીજુ કારણ આ છે કે તેવણે કાફિરોને પોતાનાં દોસ્ત બનાવ્યા.

અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

كَانُوْا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوْا يَفْعَلُونَ ﴿‎۷۹﴾‏ ‏تَرٰى كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوْا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللّٰهُ عَلَيْهِمْ وَفِى الْعَذَابِ هُمْ خٰلِدُوْنَ ﴿۸۰ (سورة المائدة: ٧٨ – ٨٠)

તમે જોવો છો કે તેઓમાંથીનાં ઘણાં લોકો દોસ્તી કરે છે કાફિરો (ગૈર મુસ્લિમો)ની સાથે, કેટલુ બુરુ સામાન તેઓએ પોતાનાં માટે અગાળી મોકલ્યુ, તે એટલા માટે કે અલ્લાહ તઆલાનો ગઝબ તેમનાં પર થયો અને તેઓ હંમેશા અઝાબમાં રેહવા વાળા છે.

આ આયતે કરીમાથી ઉમ્મતે મુસ્લિમાને આ સબક મળે છે કે જો ઉમ્મતે મુસ્લિમા તે બન્નેવ બુરાઈયોમાં બની ઈસરાઈલની પૈરવી કરશે (માનશે), તો તેઓ પણ તેઓની તબાહીનાં તેજ રસ્તા પર ચાલશે (એટળે તેઓનો અંજામ પણ બની ઈસરાઈલની જેમ અત્યંત ખરાબ થશે).

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરમાં કોતાહી કરવુ ઉમ્મતે મુસ્લિમાનું પડતીનું કારણ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ને સંબોધિને ઈરશાદ ફરમાવ્યુ કે તે સમયે તમારો શું હાલ થશે જ્યારે તમે નેકીનો હુકમ આપવાનું અને બુરાઈથી રોકવાનું છોડી દેશો?

સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! શું એવો ઝમાનો આવશે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ હાં, અને તેનાંથી પણ વધારે સખત ઝમાનો આવશે (પછી આપે ફરમાવ્યુ) તે સમયે તમારો શું હાલ થશે, જ્યારે તમે બુરાઈને નેકી અને નેકીને બુરાઈ સમજવા લાગશો?. (મજમઉઝ્ઝવાઈદ)

જ્યારે આ ફરીઝાને છોડવાનો નતીજો એટલો સખત હશે કે આ દીનની કોતાહીનું કારણ છે, તો તેનાંથી ખબર પડે છે કે આખિરતમાં તેની સજા પણ એટલી સખત હશે.

જાણવુ જોઈએ કે આખિરતનાં અઝાબનાં વગર ઉમ્મતે મુસ્લિમાને તે અહમ ફરીઝાને છોડવાનાં કારણેથી દુનિયામાં પણ અઝાબનો સામનો થશે અને તેનું કારણ છે તે ઘણી બઘી નેઅમતોથી મહરૂમ થશે.

નીચે અમુક હદીષોં લખવામાં આવી રહી છે જેમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરમાં ગફલતનો બદતરીન અન્જામ બયાન કરવામાં આવ્યો છેઃ

દુઆની અસ્વિકૃતી

હઝરત હુઝૈફા બિન અલ યમાન (રદિ.) થી રિવાયત છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કસમ ખાઈને આ ઈરશાદ ફરમાવ્યુ કે તમે લોકો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરતા રહો, નહીતર અલ્લાહ જલ્લ જલાલુહુ પોતાનો અઝાબ તમારા પર મુસલ્લત કરી દેશે પછી તમે દુઆ પણ માંગશો તો તમારી દુઆઓ કબૂલ નહી કરવામાં આવશે.(તિર્મિઝી)

બઘાનાં ઉપર અઝાબનું આવવુ

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે લોકો બુરાઈને જોશે અને તેમાં ફેરફાર કરવાની અને સુઘારવાનાં માટે કંઈ ન કરે, તો નજીક છે કે અલ્લાહ તઆલાની તરફથી તે બઘા પર સામાન્ય અઝાબ આવી જાય. (સુનને ઈબ્ને માજા)

દુનિયામાં અઝાબ

હઝરત જરીર (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જો કોઈ જમાઅત અને કૌમમાં કોઈ માણસ કોઈ ગુનાહ કરે છે અને તે જમાઅત તથા કૌમ  કુદરત હોવા છતા તે માણસને તે ગુનાહથી નથી રોકતા, તો તેઓનાં પર મરવાથી પેહલા દુનિયામાંજ અલ્લાહ તઆલાનો અઝાબ મુસલ્લત થઈ જાય છે. (અબુ દાવુદ)

ગુનેહગારોમાં ગણતરી

હઝરત ઉર્સ બિન અમીરા (રદિ.) થી મરવી છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે કોઈ જગ્યામાં ગુનાહ કરવામાં આવે, તો જે માણસ ત્યાં (વગર ચાહે) મૌજૂદ હતો અને તેવણ તે ગુનાહથી નાખુશ હતા (એક બીજી રિવાયતમાં વારિદ છે કે તેવણ તે ગુનાહને ગલત અને ખરાબ સમજે છે), તો તેવણ તે માણસ જેવા હશે જેઓ ત્યાં મૌજૂદ નહી હતા (એટલે તે ગુનેહગાર નહી થશે, એટલા માટે કે તેની હાજરી ત્યાં વગર કોઈ ઈરાદે હતી) અને જે માણસ તેની જગ્યામાં મૌજૂદ નહી હતો, પણ તે ગુનાહથી રાઝી હતો (અને તે ત્યા હાજર થવા ચાહતો હતો), તો તે તે માણસસ જેવો હશે જે ત્યાં મૌજૂદ હતો (એટલે તે તે ગુનેહગાર થશે, એટલા માટે કે તે ગુનાહથી ખુશ હતો અને તે ત્યાં હાજર થવા ચાહતો હતો). (અબુ દાવુદ)

ખરાબ લોકોની સાથે નેક લોકો પર અઝાબ

હઝરત ઝૈનબ બિન્ત જહશ (રદિ.) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સવાલ કર્યોઃ હે અલ્લાહનાં રસૂલ ! શું અમે નેક લોકોનાં હોવા છતા પણ સામાન્ય અઝાબમાં હલાક કરી દેવામાં આવિશું? (જો લોકો પર સામાન્ય અઝાબ આવે) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ હાં, જ્યારે બદમાશી તથી ખરાબ કૃત્યોં વધી જશે અને સામાન્ય થઈ જશે (તો સારા અને ખરાબ બઘા લોકો પર સામાન્ય અઝાબ નાઝિલ થશે, પણ નેક લોકોનો હશર ખરાબ લોકોથી અલગ હશે). (બુખારી શરીફ)

અલ્લાહ તઆલા ઉમ્મતે મુસ્લિમાની તબાહીથી સુરક્ષા ફરમાવે અને સીરતાતે મુસ્તકીમ પર કાયમ રાખે.

Source: http://ihyaauddeen.co.za/?p=18882


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …