ખુલફાએ રાશિદીનની વિશેષ ફઝીલત

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર રહમ કરવા વાળા અબુ બકર (રદિ.) છે, અલ્લાહનો હુકમ (કાયમ કરવા) માં સૌથી વધારે મજબૂત ઉમર (રદિ.) છે, સૌથી વધારે હયાવાળા ઉષ્માન (રદિ.) છે અને સૌથી બેહતર ફેસલો કરવા વાળા અલી બિન અબી તાલિબ (રદિ.) છે.” (ઈબ્ને માજા, રકમ નંબર-૧૫૪)

હઝરત અબુ બક્ર સિદ્દીક઼ (રદિ.) નાં દિલમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુહબ્બત

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને હઝરત અબુ બક્ર સિદ્દીક઼ (રદિ.) હિજરતનાં સફર પર રાતનાં રવાના થયા. સફરનાં દરમિયાન હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) ક્યારેક રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં અગાળી ચાલતા, ક્યારેક પછાળી અને ક્યારેક રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની જમણી બાજુ ચાલતા અને ક્યારેક ડાબી બાજુ.

જ્યારે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વારંવાર હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નું આ વિશેષ વર્તન જોયુ, તો પુછ્યુઃ

હે અબુ બક્ર! હું જોવુ છું કે તમે ક્યારેક મારી સામે ચાલો છો, ક્યારેક પછાળી, ક્યારેક જમણી અને ક્યારેક ડાબી બાજુ ચાલો છો. તમે આવુ કેમ કરી રહ્યા છો?

હઝરત અબુ બક્ર સિદ્દિક (રદિ.) જવાબ આપ્યોઃ જ્યારે મને એ આશંકા થતી કે દુશ્મન તમારા પર પછાળી થી હમલો કરી શકે છે, તો હું આપ નાં પછાળી જાવુ છું. જ્યારે મારા દિલમાં આ બીક પૈદા થતી કે દુશ્મન અગાળી ઘાતમાં બેઠો છે અને આપ પર અગાળીથી હમલો કરી શકે છે, તેથી હું આપની સામે જાવું છું અને જ્યારે જમણી અથવા ડાબી બાજુ થી મને આશંકા થતી કે દુશ્મન આપ પર હમલો કરી શકે, તો હું આપની જમણી ડાબી બાજુ જાવું છું.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નો જવાબ સાંભળી ઈરશાદ ફરમાવ્યુઃ

હે અબુ બક્ર! શું તમે મારા માટે પોતાની જાન કુર્બાન કરવાનું પસંદ કરો છો?

હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) જવાબ આપ્યોઃ

જરૂર હે અલ્લાહ તઆલાનાં રસૂલ. તે ઝાતની કસમ જેમણે આપને બરહક(સાચો) દીન આપી મબઉષ ફરમાવ્યા છે. હું પોતાની જાનને આપનાં માટે કુર્બાન કરવા માટે તય્યાર છું. (મુસ્તદરક હાકિમ, દલાઈલુન નુબુવ્વહ)

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …