જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૪)

જનાઝાની નમાઝમાં નમાઝીએ ક્યાં જોવુ જોઈએ?

સવાલઃ- જનાઝાની નમાઝમાં નજર કઈ જગ્યાએ હોવી જોઈએ?

જવાબઃ- જનાઝાની નમાઝ પઢવા વાળાએ પોતાની નજર નીચી રાખવી જોઈએ. [૧]

સુન્નતે મુઅક્કદહ નમાઝ જનાઝા નમાઝ પર મુકદ્દમ

સવાલઃ- ફર્ઝ નમાઝ પછી જો જનાઝો હાજર હોય, તો શું મુસલ્લી હજરાત પેહલા પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે પછી જનાઝા નમાઝ પઢે અથવા પેહલા જનાઝા નમાઝ પઢે પછી પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે?

જવાબઃ- હનફી મઝહબનાં અનુસાર રાજેહ કૌલ આ છે કે મુસલ્લી હજરાત પેહલા પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે પછી જનાઝા નમાઝ પઢે. [૨]

જનાઝાની નમાઝમાં કેટલા સલામ છે

સવાલઃ- શું જનાઝાની નમાઝમાં એક સલામ છે અથવા બીજી નમાઝોની જેમ બે સલામ છે?

જવાબઃ- જેવી રીતે બીજી નમાઝોમાં બે સલામ છે એવીજ રીતે જનાઝા નમાઝમાં પણ બે સલામ છે. [૩]

જનાઝાની નમાઝમાં છેલ્લી સફનો ષવાબ સૌથી વધારે

સવાલઃ- શું આ વાત દુરૂસ્ત છે કે જનાઝાની નમાઝમાં જે માણસ છેલ્લી સફમાં ઊભા થાય છે, તેને સૌથી વધારે ષવાબ મળે છે? જો આ વાત દુરૂસ્ત છે, તો તેમાં શું હિકમત છે?

જવાબઃ- હાં, આ વાત દુરૂસ્ત છે કે જનાઝાની નમાઝમાં છેલ્લી સફમાં સૌથી વધારે ષવાબ મળે છે.

તેની હિકમત આ છે કે જનાઝાની નમાઝ દર અસલ એક દુઆ છે (એટલે એક સિફારિશી દુઆ છે) કે આપણે અલ્લાહ તઆલાની સામે મય્યિતનાં માટે દુઆ અને સિફારિશ કરીએ છીએ કે અલ્લાહ તઆલા મય્યિતનાં ગુનાહોને માફ ફરમાવે.

જ્યારે જનાઝા નમાઝ એક દુઆ અને સિફારિશ છે, તો સિફારિશ કરવા વાળાઓમાંથી તે માણસની સિફારિશ સૌથી વધારે મકબૂલ છે જેનાં અંદર સૌથી વધારે નમ્રતા (તવાઝુઅ) છે.

તો જાહેરી રીતે છેલ્લી સફમાં ઊભો રેહવા વાળાઓમાંથી સૌથી વધારે નમ્રતા (તવાઝુઅ) છે, તેથી તેઓને સૌથી વધારે ષવાબ મળે છે.

જનાઝાની નમાઝમાં ઈમામતનાં માટે શર્તો

સવાલઃ- (૧) શું આ વાત વાજીબ છે અથવા મુસ્તહબ, અથવા સુન્નતે મુઅક્કદહ અથવ સુન્નતે ગૈર મુઅક્કદહ છે કે જનાઝાની નમાઝ પઢાવવા વાળા ઈમામની દાઢી એક મુઠ્ઠી લાંબી હોય?

જવાબઃ- (૧) જનાઝાનાં નમાઝનાં ઈમામનાં માટે એક મુઠ્ઠી દાઢી રાખવુ વાજીબ છે.

 

સવાલઃ- (૨) જો કોઈ માણસની દાઢી એક મુઠ્ઠી લાંબી ન હોય, તો શું તેનાં માટે જનાઝાની નમાઝ પઢાવવુ જાઈઝ થશે?

જવાબઃ- (૨) જો કોઈ માણસ પોતાની દાઢી કપાવતો હોય અથવા તે તેને એક મુઠ્ઠી લાંબી થવાથી પેહલા પોતાની દાઢી કાપતો હોય, તો એવા માણસને જનાઝાની નમાઝનો ઈમામ બનાવવુ જાઈઝ નથી.

જો માણસ જનાઝા નમાઝની દુઆઓ નથી જાણતો તો તે શું કરે

સવાલઃ- જો કોઈ માણસ જનાઝાની નમાઝની નથી જાણતો, તો તે શું પઢે?

જવાબઃ- જે પણ દુઆ તે જાણતો હોય, તેને પઢે.

ગૈર હાજર જનાઝા નમાઝનો હુકમ

સવાલઃ- જો કોઈ શાફિઈ અથવા હમ્બલી ઈમામ ગૈર હાજર (મય્યિત) ની જનાઝા નમાઝ પઢાવે (એટલે તે કોઈ એવા મય્યિત પર જનાઝા નમાઝ પઢાવે જે જનાઝા નમાઝ ની જગ્યામાં મૌજૂદ નથી) તો શું હનફી મુકતદી તે શાફિઈ અથવા હમ્બલી ઈમામનાં પછાળી જનાઝા નમાઝ પઢી શકે છે?

જવાબઃ- હનફી મઝહબમાં જનાઝા નમાઝનાં દુરૂસ્ત થવા માટે મય્યિતનું જનાઝા નમાઝની જગ્યામાં મૌજૂદ હોવુ શર્ત છે. તેથી જો જનાઝા નમાઝ કોઈ એવા મય્યિત પર પઢવામાં આવે જે ત્યાં મૌજૂદ ન હોય, તો જનાઝા નમાઝ દુરૂસ્ત નહી થશે (માલિકિય્યહનો પણ આજ મઝહબ છે).

જનાઝા નમાઝમાં ઊંચા અવાજથી તકબીરો પઢવુ

સવાલઃ- જનાઝા નમાઝમાં અમુક મુકતદી હઝરાત તકબીરોં ઊંચા અવાજથી કહે છે, તો શું તેઓનાં માટે આવી રીતે કરવુ દુરૂસ્ત છે?

જવાબઃ- જનાઝા નમાઝમાં તકબીરો પઢવુ ફર્ઝ છે. પણ મુકતદી હઝરાતનાં માટે ઊંચા અવાજથી તકબીરોં પઢવુ દુરૂસ્ત નથી, બલકે તેઓને જોઈએ કે તેઓ તકબીરો એવી રીતે પઢે કે તે પોતે પોતાની અવાજ સાંભળી શકે.

મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવાનો હુકમ

સવાલઃ- શું મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવુ દુરુસ્ત છે? અમે જોઈએ છીએ કે મક્કા મુકર્રમહ અને મદીના મુનવ્વરહમાં જનાઝાની નમાઝ બન્નેવ હરમની મસ્જીદમાં પઢવામાં આવે છે. આ સિલસિલામાં શરીઅત નો શું હુકમ છે?

જવાબઃ- હનફી અને માલિકી મઝહબમાં જનાઝા નમાઝ મસ્જીદમાં પઢવુ જાઈઝ નથી. હદીષ શરીફમાં મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવા પર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે.

અલબત્તા શાફિઈ અને હમ્બલી મઝહબમાં જનાઝા નમાઝ મસ્જીદમાં પઢવુ દુરુસ્ત છે, જ્યારે કે મક્કા મુકર્રમહ અને મદીના મુનવ્વરહનાં લોકો હમ્બલી મઝહબની પૈરવી કરવા વાળા છે, એટલા માટે તેઓ મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢે છે.

મય્યિતની લાશને બીજી જગ્યાએ લઈ જવુ

સવાલઃ-શરીઅતમાં શું હુકમ છે કે જો કોઈ શહર અથવા ગામમાં મુસલમાનોનું કરબ્રસ્તાન ન હોય? શું અમે મય્યિતની લાશને કોઈ એવા શહર અથવા ગામમાં લઈ શકીએ જ્યાં મુસલમાનોનું કબ્રસ્તાન હોય?

જવાબઃ- મય્યિતની લાશને કોઈ બીજી જગ્યાએ દફનાવવા માટે લઈ જવું જાઈઝ છે.

અલબત્તા જો મય્યિતની લાશને બીજી કોઈ દૂર જગ્યાએ લઈ જવુ હોય અને તેમાં આ વાતનો અંદેશો હોય કે લાશ બગડી જશે અથવા સડી જશે. તો આ સૂરતમાં લાશને બીજી જગ્યાએ લઈ જવામાં ન આવે, બલકે લાશને તેજ જગ્યાએ દફન કરી દેવામાં આવે, જ્યાં તેનો ઈન્તેકાલ થયો હોય.

તેથી મય્યિતને તેની માલિકીની જમીનમાં દફન કરી દેવામાં આવે અથવા કોઈ મુસલમાનની જમીનમાં દફન કરવામાં આવશે, જો તે મુસલમાન (જમીનનો માલિક) મય્યિતને પોતાની ખાનગી જમીનમાં દફન કરવાની ઈજાઝત આપી દે, તેથી તે જગ્યા પર કોઈ ચિહ્નન મુકી દેવામાં આવે (જેવી રીતે કોઈ પત્થર વગૈરહ), જેથી કરીને કે લોકોને યાદ રહે કે તે જગ્યામાં કોઈ મુસલમાનની કબર છે.

Source:


 

[૧] وفي صلاة الجنازة ينوي الصلاة لله تعالى والدعاء للميت (الفتاوى الهندية ۱/٦٦)

[૨] ( و ) تقدم ( صلاة الجنازة على الخطبة ) وعلى سنة المغرب وغيرها والعيد على الكسوف، لكن في البحر قبيل الأذان عن الحلبي الفتوى على تأخير الجنازة عن السنة وأقره المصنف كأنه إلحاق لها بالصلاة … (الدر المختار ۲/۱٦۷) قال الشامي : (قوله عن السنة) أي سنة الجمعة كما صرح به هناك وقال فعلى هذا تؤخر عن سنة المغرب لأنها آكد اهـ فافهم (قوله إلحاقا لها) أي للسنة بالصلاة أي صلاة الفرض (رد المحتار ۲/۱٦۷) انظر أيضا فتاوى محموديه ۸/۵٦۵

[૩] (ولفظ السلام) مرتين فالثاني واجب على الأصح (الدر المختار ۱/٤٦۸)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …