તંદુરસ્તીની દૌલત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“હક તઆલાનાં એહસાનાત અણગણિત અને બેહિસાબ છે. ઉદાહરણ રૂપે સિહત એક એવી વસ્તુ છે કે બઘી સલતનત તેનાં બરાબર નથી. જો કોઈ બાદશાહને બીમારી લાગી જાય અને બઘી સલતનત આપી દેવા પર તંદુરસ્તી હાસિલ થતી હોય તો બઘી સલતનત આપી દેશે.

અને જવીરીતે દુનિયામાં ખાવા પીવાનાં અસબાબ હક તઆલાએ એવા આમ રાખ્યા છે કે દરેક માણસ ઈસ્તેમાલ કરી રહ્યા છે અને વગર કીમતે. જો ઘારો કે કોઈને તિવ્રતાથી તરસ લાગી હોય અને પાણી ન મળતુ હોય અને કરોડો રૂપીયાનાં બદલામાં એક ગ્લાસ પાણી મળી શકતુ હોય, તો માણસ ગનીમત સમજીને બઘો માલ ઈસ્તેમાલ કરી દેશે અને એક ગ્લાસ પાણી ખરીદશે.

એવીજ રીતે બીજી બઘી નેઅમતોને સમજવી જોઈએ. આપણે જે નેઅમતને ઓછી સમજીને તસવ્વુર કરીએ છીએ ન મળવા પર તેની કીમત ખબર પડી શકે છે કે  તે કેટલું મૂલ્યવાન છે.

હક તઆલાનો એહસાન છે કે વગર કીમતે આમ તથા ખાસ દરેક માણસ ઈસ્તેમાલ કરી રહ્યા છે. આ નેઅમતે આમ્માની કદર કરવી જોઈએ કે ઈનાયત ફરમાવી (આપી) રહ્યા છે.” ‎(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૧૨/૧૦૮)

Source: https://ihyaauddeen.co.za/?p=17458


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …