પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૫)‎

بسم الله الرحمن الرحيم

ઈસ્લામમાં ખૈર ખ્વાહી (શુભેચ્છા) નું મહત્વ

ઈસ્લામની બઘી તાલીમાત (શિક્ષાઓ) માંથી દરેક તાલીમ અત્યંત દિલને લુભાવનાર અને ખૂબસૂરતીને જાહેર કરે છે. વડીલોનું માન-સન્માન કરવુ, નાનાવો પર કરૂણતા અને મેહરબાની કરવુ અને માં-બાપ અને સગા-સંબંધીઓનાં અધિકારોને પૂરા કરવા અને તેનાં વગર ઈસ્લામની બીજી બઘી તાલીમાત (શિક્ષાઓ) ઈસ્લામની સુંદરતાની નિશાનીઓ છે. પણ તે બઘી તાલીમત (શિક્ષાઓ) ની રૂહ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની એક હદીષ શરીફમાં મળે છે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ

الدين النصيحة

દીન સરાસર સદ્ભાવના(સારા વ્યવ્હાર)નું નામ છે.

આ હદીષ શરીફમાં આપણને તાલીમ આપવામાં આવી છે કે આપણે લોકોની સાથે ખૈર ખ્વાહી (શુભેચ્છા) નો વરતાવ કરે, જેવી રીતે આપણે ચાહિએ છીએ કે લોકો આપણી સાથે ખૈર ખ્વાહી(શુભેચ્છા) નો વરતાવ કરે, આપણને જોઈએ કે આપણે પણ તેઓની સાથે ખૈર ખ્વાહી(શુભેચ્છા) નો વરતાવ કરે. એક બીજી હદીષ શરીફમાં આપણાં આકા તથા મૌલા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ છે કે “લોકોનાં માટે તે પસંદ કરો, જે તમે પોતાનાં માટે પસંદ કરો છો.” (સુનને તિર્મીઝી)

બીજાવોનાં માટે ખૈર ખ્વાહી(શુભેચ્છા) કરવુ અને રહમદીલીથી પેશ આવવુ ઈમાનની બુનયાદી શિક્ષાવોમાંથી છે, તેથી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ને સંબોઘીને ઈરશાદ ફરમાવ્યુ કે “તમે કદાપી (કામિલ) મોમિન નહી બની શકશો, જ્યાં સુઘી કે તમે આપસમાં રહમ અને મેહરબાની નો વરતાવ કરો.” સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુ “હે અલ્લાહનાં રસૂલ ! લોકો પર અમે રહમ અને મહેરબાની કરીએ છીએ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “મારી મુરાદ આ નથી કે તમે પોતાનાં કરીબ દોસ્તો અને જેનાંથી તમે મોહબ્બત કરો છો, તમે તેનાં પર રહમ કરો, બલકે મારી મુરાદ આ છે કે બઘા લોકો પર રહમ અને મહેરબાની કરો, જેવી રીતે તમે પોતાનાં નજદીકી દોસ્તો પર કરો છો.” (મજમઉઝ ઝવાઈદ)

સહાબએ કિરામ (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની આ નસીહતને અત્યંત મજબૂતીથી પકડી લીઘી. અને તેઓએ પોતાનાં આખા જીવનમાં તેનાં પર અમલ કર્યો. અમુક સહાબએ કિરામ (રદિ.)નાં વિષે મનકૂલ છે કે તેઓએ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી આ વાત પર બયઅત કરી કે તેઓ હંમેશા બીજાઓની સાથે ખૈર ખ્વાહી (શુભેચ્છા) નો સુલૂક અને બરતાવ કરશે. (સહીહલ બુખારી)

આ સહાબએ કિરામમાંથી એક અગ્રણી હસ્તી હઝરત જરીર બિન અબ્દુલ્લાહ બજલી (રદિ.) હતા. તેવણે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નસીહત પર કેટલી મજબૂતી અને પાબંદીથી અમલ કર્યો. તેનો અંદાજો નીચે આપેલા વાકિયાવોથી સારી રીતે લગાવી શકાય છેઃ

ઘોડાવોની ખરીદારી

એક વખત હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) પોતાનાં ગુલામની સાથે ઘોડાની ખરીદારીનાં માટે બજાર ગયા. હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) એ એક ઘોડોને જોયો જે આપને પસંદ આવ્યો, તો આપે ગુલામને મોકલ્યો હતો કે તે તેને ખરીદી લાવે. ગુલામે ઘોડાનાં માલિકથી કહ્યુઃ આ ઘોડો ત્રણસો દિરહમમાં આપી દો. ઘોડાનાં માલિકે ઈન્કાર કર્યો અને કહ્યુ કે ઘોડાની કીમત તેનાંથી વધારે છે. પછી ગુલામે તેની સાથે ભાવ તાલ કર્યો, પણ તે રાઝી ન થયો. જ્યારે તેઓ બન્નેવ જણાં એક ભાવ પર તય્યાર ન થયા, તો અંતમાં હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) નાં ગુલામે તેને કહ્યુઃ મારા આકાની પાસે ચાલો. ઘોડાનો માલિક રાઝી થઈ ગયો પછી તેઓ બન્નેવ હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) ની પાસે આવ્યા.

જ્યારે તેઓ હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) ની પાસે પહોંચ્યા, તો ગુલામે તેમને પૂરો વાકિયો બયાન કર્યો, કે મેં આ ઘોડાને ખરીદવા માટે ત્રણ સો દિરહમ પ્રસ્તૂત (પેશકશ) કર્યા. પણ ઘોડાનાં માલિક ઈનકાર કર્યો, પછી માલિકે હરઝત જરીર (રદિ.) થી પૂછ્યુ ! શું તમો સમજો છો કે આ ઘોડાની કીમત ત્રણસો દિરહમ છે? હઝરત જરીર (રદિ.) કહ્યુઃ નહીં. આપનાં ઘોડાની કીમત આનાંથી વધારે છે. પછી હઝરત જરીર (રદિ.) તેમનાંથી ઘોડાની કીમત પૂછી અને અંતમાં આપે તે ઘોડો સાત અથવા આંઠસો દિરહમમાં ખરિદ્યો. જ્યારે વેચાણનો મામલો પૂરો થઈ ગયો, તો આપે પોતાનાં ગુલામને આ વાત પર ચેતવ્યો કે તમે તે ઘોડાને ઓછી કીમતમાં ખરીદવાની કોશિશ કેમ કરી, તમે એક મુસલમાન માણસને મારી પાસે લઈને આવ્યા જે મારાંથી ભાવની શિકાયત કરી રહ્યો છે, શું તમે નથી જાણતા કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુય અલયહિ વસલ્લમ)થી આ વાત પર બયઅત કરી છે કે હું દરેક મુસલમાનનાં હકમાં ખૈર ખ્વાહી કરીશ. (અલમુઅજમુલ કબીર)

ખરીદનાર અને વેચનારને ઈખ્તિયાર આપવુ

હઝરત જરીર (રદિ.) નાં પોતરા ઈમામ અબુ ઝુરઅહ (રહ.) પોતાનાં દાદ હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) નો નીચે આપેલા વાકિયાવો નકલ કર્યાઃ

જ્યારે હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) કોઈ વસ્તુ વેચતા અથવા ખરીદતા, તો ખરીદવા વાળા અથવા વેચવા વાળાને  કહેતાઃ બેશક અમે જે વસ્તુ તમારાથી લીઘી છે તે તે વસ્તુથી બેહતર છે જે અમે તમને આપી છે, તેથી અમે તમને ઈખ્તિયાર આપીએ છીએ કે જો તમે આ વેચાણને ફસક (તોડવા) ચાહતા હોય તો અમે આપને ફસક (તોડવા)નો ઈખ્તિયાર આપીએ છીએ. (અબુ દાવુદ)

જીહાદનાં માટે નિકળવુ

હઝરત મુઆવિયહ (રદિ.) નાં શાસન કાળમાં એક લશ્કર તૈયાર થઈ રહ્યુ હતુ અને તે સમયે હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.) માંદા હતા. તો હઝરત મુઆવિયહ (રદિ.) એ હઝરત જરીર (રદિ.) ને પત્ર લખ્યો કે મારી માંદગીનાં કારણે મેં તમને અને તમારી ઔલાદને જીહાદથી પછાળી રેહવાની ઈજાઝત આપી છે.

પત્ર મળવા બાદ હઝરત જરીર (રદિ.) જવાબ આપ્યુ કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક હાથ પર બયઅત કરી કે હું મુસલમાનોનાં અમીરની વાત સાંભળીશ અને તેમની ઈતાઅત કરીશ અને હું બઘા મુસલમાનોંનાં પ્રત્યે ખૈર ખ્વાહી કરીશ. તેથી જો હું આ બીમારીથી સારો થઈ જઈશ, તો હું જીહાદનાં માટે નિકળિશ, જો હું સારો ન થઈ જાવું તો હું બીજાને મારી જગ્યા પર મોકલિશ અને તેની મદદ અને ઈમદાદ કરીશ એટલે હું તેને માલ અને તેને સાધન સામગ્રી આપીશ, જેથી કે તે લશ્કરમાં મારી જગ્યા સાચવી લે.

અલ્લાહ તઆલાથી દુઆ છે કે અમને બઘાને સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર ચાલતા ચાલતા દરેક મુસલમાનનાં હકમાં ખૈર ખ્વાહીની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન

 

Source: http://ihyaauddeen.co.za/?p=17779


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …