પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)‎

بسم الله الرحمن الرحيم

સહાબએ કિરામ (રદિ.) નાં વિષે યહૂદો નસારાની શહાદત

અલ્લાહ તઆલાએ સહાબએ કિરામ (રદિ.)ને ફકત દીનમાં કામયાબ નથી બનાવ્યા, બલકે તેઓને દુનિયામાં પણ સફળતા નસીબ ફરમાવી. તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તે દરેક સમયે અલ્લાહ તઆલાના હુકમોનાં ફરમા બરદાર રેહતા હતા અને દુનિયાના માલની મોહબ્બત તેમના દિલો પર ગાલિબ ન હતી, તેથી તેઓ કોઈપણ કીમત પર દુનિયાનાં કારણે અલ્લાહ તઆલાનાં હુકમને તોડવા માટે તય્યાર ન હતા.

સહાબએ કિરામ (રદિ.) જ્યાં પણ જતા હતા તેઓ પોતાનાં મામલાત અને દરેક કામોમાં ન્યાય તથા ઇન્સાફને કાયમ કરતા હતા. તથા કુફ્ફારની સાથે પણ તેઓ ન્યાય તથા ઈન્સાફની સાથે મામલો કરતા હતા, અહિંયા સુઘી કે યહૂદીયો જેઓ સહાબએ કિરામ (રદિ.) નાં સખત દુશ્મન હતા તેઓ પણ આ વાતની ગવાહી આપતા હતા કે સહાબએ કિરામ (રદિ.) પાક જીવન ગુજારતા હતા અને દરેકની સાથે ન્યાય તથા ઇન્સાફ કરતા હતા.

હદીષની કિતાબોમાં લખેલુ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હઝરત અબ્દુલ્લાહ બિન રવાહા (રદિ.)ને યહૂદિયોની પાસે જીઝિયો વસૂલ કરવા માટે મોકલતા હતા (જીઝિયાથી મુરાદ તે માલ જે કુફ્ફારો મુસલમાનોને અદા કરતા હતા મુસલમાનોની જમીન પર વસવાટ કરવાનાં કારણે). હઝરત અબ્દુલ્લાહ (રદિ.) યહૂદિયોનાં બાગાતનાં ખજૂરોનાં જથ્થાનો અંદાજો લગાવીને તેનાં પર જીઝિયો મુકર્રર કરતા હતા.

એક વખત હઝરત અબ્દુલ્લાહ બિન રવાહા (રદિ.) તેમને ત્યાં જીઝિયો વસૂલ કરવા માટે પહોંચ્યા, તો યહૂદિયોએ તેમની સામે કેટલાક દાગિના પેશ કર્યા અને કહ્યુઃ આ માલ તમારા માટે છે જેથી કરીને કે તમે અમારી સાથે આસાની વાળો મામલો કરો અને ખજૂરોનો અંદાજો લગાવવામાં અમારી રિઆયત કરે.

આ સાંભળી હઝરત અબદુલ્લાહ બિન રવાહા (રદિ.) એ ફરમાવ્યુઃ હે યહૂદિયોની જમાઅત ! કસમ અલ્લાહની મારા નજદીક અલ્લાહ તઆલાની મખલૂકમાં સૌથી વધારે મબગૂઝ (જેનાં પર વધારે ગુસ્સો આવતો હોય તેને) અને નાપસંદીદા જમાઅત છો (તેવણે આ વાક્ય એટલા માટે કહ્યુ કે તે લોકો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ખિલાફ કાવતરૂ કરતા હતા). તેમ છતા હું તમારા ઉપર જર્રા બરાબર ઝુલ્મ નથી કરવાનો (તમારાથી વગર હકનું કંઈ નથી લેવાનો), જે માલ તમે પેશ કર્યો છે તે માલ સરાસર રિશ્વત છે અને રિશ્વતથી જે માલ હાસિલ થાય છે તે વ્યાજ છે અને અમે સહાબા વ્યાજને કદાપી નથી ખાતા. યહૂદિયોએ આ વાત સાંભળી તરતજ કહ્યુઃ સહાબાનાં ન્યાય તથા ઈન્સાફનાં કારણે આસમાનો જમીન કાયમ છે. (મૂત્તા ઈમામ મોહમ્મદ)

જેવી રીતે યહૂદિયોએ સહાબએ કિરામ (રદિ.)નાં ન્યાય તથા ઇન્સાફ અને તકવાની ગવાહી આપી એવી રીતે રૂમ શહેર વાળાઓએ પણ ચોખ્ખા શબ્દોમાં આ વાતની ગવાહી આપી હતી કે સહાબએ કિરામ (રદિ.) ની જીત તથા સફળતાનો રાઝ આ હતો કે તેઓ એકાંતમાં અથવા બઘાની સામે પોતાનાં પરવરદિગારની ઈતાઅત તથા ફરમાં બરદારી કરતા હતા અને નેક કામ કરતા હતા.

ઈતિહાસની કિતાબોમાં લખેલુ છે કે યરમૂકની લડાઈમાં સહાબએ કિરામ (રદિ.) ને રૂમિયો પર ગલબો(જીત) હાસિલ થઈ, જ્યારે કે તેમની (રૂમિયોની) સંખ્યા ઘણી વધારે હતી. જ્યારે રૂમિયોની હારેલુ લશ્કર પોતાનાં બાદશાહ હિરક્લની પાસે પહોંચ્યુ, તો તેણે તેમને પૂછ્યુઃ તમારા માટે હલાકતો બરબાદી હોય, તમે મને તે લોકોનોં વિશે બતાવો જે તમારી સાથએ લડી રહ્યા છે, શું તેઓ તમારી જેમ માણસ નથી? તે લોકોએ જવાબ આપ્યોઃ કેમ નહી (બેશક તેઓ અમારી જેમ ઈન્સાન છે) પછી હિરક્લએ પૂછ્યુઃ તમારી સંખ્યા વધારે છે અથવા તે લોકોની? તેવણે જવાબ આપ્યોઃ દરેક જગ્યાએ અમારી સંખ્યા સહાબએ કિરામ (રદિ.) થી વધારે છે. હિરક્લએ પાછો સવાલ કર્યોઃ તો છતા તમે કેમ હારી રહ્યા છો?

તો એક બુઝુર્ગ સરદારે જવાબ આપ્યોઃ (તેમની જીતનો રાઝ આ છે કે) તેઓ રાતમાં નમાઝ પઢે છે, દિવસમાં રોઝો રાખે છે, વાયદો પૂરો કરે છે, અચ્છાઈનો હુકમ આપે છે, બુરાઈથી રોકે છે અને એક-બીજાની સાથે ન્યાય તથા ઈન્સાફ કરે છે. (અને અમારું હારવાનું કારણ આ છે કે) અમે શરાબ પીયે છે, બદકારી(ખરાબ કામ) કરે છે, હરામ કામોને કરે છે, કરારનો ભંગ કરે છે, લોકોનાં માલને પચાવી લે છે ઝુલ્મ કરે છે, બુરાઈનો હુકમ આપે છે, અલ્લાહ તઆલાને રાઝી કરવા વાળા આમાલથી રોકે છે અને જમીનમાં ફસાદ ફેલાવે છે.

હિરક્લએ તેનો જવાબ સાંભળીને કહ્યુઃ તમે બિલકુલ સાચી વાત કહી. (અલ બિદાયા વન નિહાયા)

આ વાકિયાથી ખબર પડી કે સહાબએ કિરામ (રદિ.) નાં ન્યાય તથા ઈન્સાફને જોઈને કુફ્ફાર તથા મુશરિકીન આ વાતને ઈકરાર કરવા પર મજબૂર હતા કે “ઈસ્લામ” ન્યાય તથા ઈન્સાફ કરવા વાળો દીન છે.

અલ્લાહ તઆલા આપણને બઘાને સહાબએ કિરામ (રદિ.) નાં બતાવેલ રસ્તા પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17339


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …