باسمہ تعالیٰ
કુર્આન શરીફમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ
اَلْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا. (سورة مائدة)
“આજે હું તમારા માટે તમારો દીન પૂરો કરી ચૂક્યો છું અને મેં તમારા ઉપર મારું એહસાન પુરૂં કર્યુ અને મેં તમારા માટે ઈસ્લામને દીન(તરીકે) પસંદ કર્યો.”
આ આયતે મુબારકા હજ્જતુલ વિદાઅનાં મોકા પર નાઝિલ થઈ હતી. આ આયતે કરીમા આપણને સ્પષ્ટ રીતે બતાવી રહી છે કે આપણો દીન કામિલ(પૂરો) અને સંપૂર્ણ છે અને અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝતનો પસંદ કરેલ “ઈસ્લામ ધર્મ” ઈન્શા અલ્લાહ કયામત સુઘી પોતાની અસલી હાલત પર બાકી રહેશે.
અલ્લાહ તઆલાએ ઈસ્લામ ધર્મની સુરક્ષા અને રક્ષણ નાં માટે દરેક ઝમાનાંમાં અમૂક લોકોને પસંદ કર્યા છે, જે લોકોએ કુર્આન અને હદીષ નાં શિક્ષણ અને અધ્યાપન ને સર્વ વ્યાપક કર્યું(ફેલાવ્યુ), સાચી માન્યતાઓને પ્રસિદ્ધ કરી અને દીન ને સંપૂર્ણ પ્રકારે તે ઢંગ પર ફેલાવી જે એમનાં સુઘી સહાબાએ કિરામ(રદિ.) અને સલફ સાલિહીન(શુદ્ઘ ચરિત્ર્ય વાળા પૂર્વજો)નાં સંબંધિતતાથી પહોંચ્યુ હતુ. આ વેબસાઈટનો હેતુ પણ આજ છે કે અમે દીને ઈસ્લામનાં સાચા ઉપદેશો નાં વિસશ્વાસપાત્ર દલીલો અને વિશ્વસનીય હવાલાજાતની સાથે રજૂઆત કરીએ. અલ્લાહ તઆલા અમારા આ અતિતુચ્છ પ્રયત્નને સ્વીકાર ફરમાવે અને ઉમ્મતનેં આ વેબસાઈટનાં માધ્યમથી ઘણો ફાયદો પહોંચાડે. આમીન
આ વેબસાઈટ હઝરત મુફતી ઈબ્રાહીમ સાલેહજી (મદ્રેસા તાલીમુદ્દીન નાં મોહતમીમ(પ્રિસિંપલ), ઈસ્પીન્ગો બીચ, ડરબન, દક્ષીણ આફ્રીકા) નાં નિરીક્ષણ હેઠળ ચાલી રહી છે.
હઝરત મુફતી ઈબ્રાહીમ સાલેહજી સાહબ નો અત્યંત ટુંકો પરીચયઃ
હઝરત મૌલાનાં મુફતી ઇબ્રાહીમ સાલેહજી દામત બરકાતુહુમ વિશ્વવિખ્યાત વિદ્યાલય દારૂલ ઉલૂમ દેવબંદ નાં પ્રખર અને પ્રખ્યાત આલીમ(વિદ્વાન) છે. હઝરત મૌલાનાં મસીહુલ્લાહ ખાન સાહબ જલાલાબાદી(રહ.) અને હઝરત ફકીહુલ ઉમ્મત મુફતી મહમૂદ હસન ગંગોહી(રહ.) નાં જલીલ ઉલ-કદર ખલીફા છે. આપે દારૂલ ઉલૂમ દેવબંદમાં હઝરત હકીમુલ ઈસ્લામ કારી તય્યીબ સાહબ(રહ.), હઝરત મુફતી મહમૂદ હસન ગંગોહી(રહ.) અને હઝરત મૌલાના અંઝર શાહ કશમીરી(રહ.) જેવા ઈલ્મ અને અમલ(વિદ્યા અને કામો)નાં ચુસ્તરીતે પાબંદ ઉસ્તાદો(શિક્ષકો તથા જ્ઞાનીઓ)ની પાસેથી ઈલ્મ(વિદ્યા) પ્રાપ્ત કરી છે. આપ(મુફતી સાહબ) શિક્ષણ, સભ્યતા અને આત્મ શુદ્ધિ નાં મેદાનમાં ગગનચૂંબી સેવા આપી રહ્યા છે. આપનાં નિરીક્ષણ હેઠળ ઘણાાં બઘા મકતબો અને ઈદારા(સંસ્થાઓ) કિતાબ અને સુન્નતને પ્રસિદ્ધ કરવામાં કાર્યરત છે. ઘણાં બઘા લોકોનું આપથી ઈસ્લાહી તાલ્લુક(સુઘારાત્મક સંબંઘ) છે. જેઓ નિયમઅનુસાર આપની સુઘારાત્મક મજલિસ(સભા)માં હાજરી આપી પોતાનાં ઈમાન અને અમલ ને મજબૂત કરી રહ્યા છે. હઝરત મૌસૂફે વિશ્વ વિદ્યાલય દારૂલ ઉલૂમ દેવબંદથી ફરાગત(વિદ્વાન બનવા) પછી પોતાનાં વતન દક્ષિણ આફ્રિકા આવીને પોતનાં મકાનથી તાલિમુદ્દીન નામી મદ્રેસાની શરૂઆત કરી હતી, જે આજે દક્ષિણ આફ્રિકાનાં મોટા મદ્રેસાઓમાંથી ગણવામાં આવે છે. અલ્હમદુલિલ્લાહ સેંકડો વિદ્યાર્થીઓ આ મદ્રેસમાં દીનનો જ્ઞાન(વિદ્યા) હાસિલ(પ્રાપ્ત) કરીને દુન્યાનાં ભિન્ન ભિન્ન પ્રદેશોમાં દીનને પ્રસિદ્વ કરવાની ફરજ બજાવી રહ્યા છે.
અમે દુઆ(પ્રાર્થના) ગુઝારીએ છીએ કે અલ્લાહ તઆલા હઝરત મુફતી ઈબ્રાહીમ સાહબ ને તંદુરસ્તી અને આફીયત તથા સલામતી ની સાથે લાંબું જીવન અર્પણ ફરમાવે અને ઉમ્મતને એમનાં મુબારક(શુભ) અસ્તિત્વથી વધારે થી વધારે ફાયદો પહોંચાડે. આમીન