(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

ઔરતોનું મય્યિતનાં ઘરે જવુ

મારે એ જાણવુ છે કે ઔરતોનું મય્યિતનાં ઘરે જવુ કેવુ છે? શરીઅત આ સિલસિલામાં શું કહે છે? મહેરબાની કરીને નીચે આપેલી બાબતોનો જવાબ આપવા વિનંતીઃ

(૧) સવાલઃ શું મોહલ્લાહની સામાન્ય ઔરતોનાં માટે (જે મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોમાં શામિલ નથી) મય્યિતનાં ઘરે જવુ જાઈઝ છે? જેવી રીતે કે જે આજકાલ થઈ રહ્યુ છે.

જવાબઃ જી હાં, જાઈઝ છે. આ તઅઝિયત છે અને તઅઝિયત સુન્નત છે. 

(૨) સવાલઃ મય્યિતનું ઘર મોહલ્લાની સામાન્ય ઔરતોથી ભરાઈ જાય છે. શું તેને ઘરવાળાઓ માટે તકલીફનું કારણ નહી કેહવાશે?

જવાબઃ તઅઝિયતનો મકસદ આ છે કે મય્યિતનાં ઘરવાળાઓ ની સહાનુભૂતી (ગમખ્વારી) કરવામાં આવે અને અખલાકી મદદ (નૈતિક મદદ) કરવામાં આવે, તેથી ઔરતોનાં માટે થોડીવાર મય્યિતનાં ઘરે રોકાવુ જાઈઝ છે. જેટલી વાર ત્યાં રોકાવો, તેઓ ઝિકરે ઈલાહી અને કુર્આને કરીમની તિલાવત વગૈરહમા વ્યસ્ત રહો અને તેનો સવાબ મય્યિતને પહોંચાડો. અલબત્તા અગર કોઈ આ મહસૂસ કરે કે મય્યિતનાં ઘરવાળાઓને ભીડથી દિલ દુભાઈ રહ્યુ હોય તો ત્યાંથી મય્યિતનાં ઘરવાળાઓથી મુલાકાત કરીને નિકળી જાય.

(૩) સવાલઃ શું માત્ર મય્યિતની રિશ્તેદાર ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે?

જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં રિશ્તેદાર તઅઝિયત કરે અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી તે પણ તઅઝિયત કરી શકે છે.

(૪) સવાલઃ મરદોં અને ઔરતોનું મય્યિતનાં ઘરે જવાથી સંબંઘિત શરીઅતનાં શું અહકામ છે?

જવાબઃ મરદોં અને ઔરતોનું મય્યિતનાં ઘરે જવાથી સંબંઘિત શરીઅતનાં અહકામ આ છે:

(૧) મય્યિતનાં ઘરમાં નામહરમ મરદોં અને ઔરતોંની વ્યવસ્થા અલગ અલગ હોય અને મરદોનું ઔરતોની સાથે ભેળસેળ થવુ નહી જોઈએ.

(૨) મરદોં અને ઔરતોએ નાજાઈઝ કામોથી બચવુ જોઈએ. ઉદાહરણ તરીકે ગીબત અને લા યઅની વાતોમાં વ્યસ્ત થવુ અથવા ઔરતોનું નામહરમ મય્યિતનો ચેહરો જોવુ અથવા મરદોનું નામહરમ મરહુમાનો ચેહરો જોવુ અથવા મય્યિતનાં ફોટા ખેંચવા.

(૩) મરદોં અને ઔરતોએ દરેક તે અમલથી બચવુ જોઈએ જેની શરીઅતમાં કોઈ અસલ નથી. (ઉદાહરણ તરીકે મરદો અને ઔરતો નું ભેગા મળીને દુઆ કરવુ, મય્યિત નાં ઘરે ખાવાનું તનાવુલ કરવુ વગૈરહ). [૧]

Source: http://muftionline.co.za/node/12104


 

[૧] قال الشامي : مطلب في كراهة الضيافة من أهل الميت وقال أيضا ويكره اتخاذ الضيافة من الطعام من أهل الميت لأنه شرع في السرور لا في الشرور وهي بدعة مستقبحة وروى الإمام أحمد وابن ماجه بإسناد صحيح عن جرير بن عبد الله قال كنا نعد الاجتماع إلى أهل الميت وصنعهم الطعام من النياحة اهـ وفي البزازية ويكره اتخاذ الطعام في اليوم الأول والثالث وبعد الأسبوع ونقل الطعام إلى القبر في المواسم واتخاذ الدعوة لقراءة القرآن وجمع الصلحاء والقراء للختم أو لقراءة سورة الأنعام أو الإخلاص والحاصل أن اتخاذ الطعام عند قراءة القرآن لأجل الأكل يكره وفيها من كتاب الاستحسان وإن اتخذ طعاما للفقراء كان حسنا اهـ وأطال في ذلك في المعراج وقال وهذه الأفعال كلها للسمعة والرياء فيحترز عنها لأنهم لا يريدون بها وجه الله تعالى اهـ (رد المحتار ۲/۲٤٠)

قوله ( وبتعزية أهله ) أي تصبيرهم والدعاء لهم به قال في القاموس العزاء الصبر أو حسنه وتعزى انتسب اهـ فالمراد هنا الأول وفيما قبله الثاني فافهم قال في شرح المنية وتستحب التعزية للرجال والنساء اللاتي لا يفتن لقوله عليه الصلاة والسلام من عزى أخاه بمصيبة كساه الله من حلل الكرامة يوم القيامة رواه ابن ماجه وقوله عليه الصلاة والسلام من عزى مصابا فله مثل أجره رواه الترمذي وابن ماجه والتعزية أن يقول أعظم الله أجرك وأحسن عزاءك وغفر لميتك اهـ (رد المحتار ۲/۲۳۹)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …