અઝાન પછી બીજી દુઆ

عن عبد الله بن مسعود رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: ما من مسلم يقول: إذا سمع ‏النداء فيكبر المنادي فيكبر ثم يشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله فيشهد على ذلك ثم يقول: ‏اللهم أعط محمدا الوسيلة واجعل في عليين درجته وفي المصطفين محبته وفي المقربين داره إلا وجبت له ‏شفاعة النبي صلى الله عليه و سلم يوم القيامة (شرح معاني الآثار، الرقم: ۸۹٤)‏

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે પણ મુસલમાન અઝાન સાંભળે અને મુઅઝ્ઝિનની તકબીરનાં જવાબમાં અલ્લાહુ અકબર પઢે પછી જ્યારે મુઅઝ્ઝિન કલિમએ શહાદત (અશ્હદુ અલ લાઈલાહ ઈલ્લાહ વઅન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ) પઢે, તો તે કલિમએ શહાદત પણ પઢે પછી  (કલિમએ શહાદત પઢવા બાદ) તે નીચે લખેલી દુઆ પઢે, તો તેનાં માટે કયામતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅત વાજીબ હો જાયેગી.

اللّٰهُمَّ أَعْطِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَاجْعَلْ فِيْ عِلِّيِّينَ دَرَجَتَهُ وَفِيْ الْمُصْطَفَيْنَ مَحَبَّتَهُ وَفِيْ الْمُقَرَّبِيْنَ دَارَهُ

હે અલ્લાહ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (એટલે કયામતનાં દિવસે આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમાવ, તેમને ઈલ્લિય્યીનનાં સ્થાનમાં ઉચ્ચ દરજો નસીબ ફરમાવ, પસંદ કરેલ બંદાવોનાં દિલોમાં તેમની ખાસ મોહબ્બત નાંખી દે અને મુકર્રબ લોકોની સાથે તેમનું સ્થાન બનાવ.

દુરૂદ શરીફની બરકતથી મગફિરત

સૂફીયોમાંથી એક બુઝુર્ગ નકલ કરે છે કે મેં એક માણસને કે જેનું નામ મિસતહ હતુ અને તે પોતાની ઝિંદગીમાં દિનની બાબતમાં ઘણો બેપરવાહ અને નિડર હતો(એટલે ગુનાહોની કંઈ પરવાહ નહી કરતો હતો) મરવા પછી સપનાં માં જોયા, મેં એમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ શું મામલો કર્યો. એમણે કહ્યુ અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી. મેં પૂછ્યુ કે આ કયા અમલ(કાર્ય)નાં કારણે થયુ તેમણે કહ્યુ કે હું એક મુહદ્દિષ ની ખિદમત(સેવા)માં હદીષ નકલ કરી રહ્યો હતો, ઉસ્તાદે(શિક્ષકે) દુરૂદ શરીફ પઢ્યુ મેં પણ એમની સાથે ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. મારો અવાજ સાંભળી બઘા મજલિસ(સભા) વાળાએ દુરૂદ શરીફ પઢ્યુ. અલ્લાહ તઆલાએ તે સમયે આખી મજલિસ(સભા) વાળાની મગફિરત(ક્ષમા) કરી દીધી. (અલ કવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...