સૂરતુલ ઝિલઝાલની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اِذَا  زُلۡزِلَتِ الۡاَرۡضُ  زِلۡزَالَہَا  ۙ﴿۱﴾وَ اَخۡرَجَتِ الۡاَرۡضُ اَثۡقَالَہَا ۙ﴿۲﴾ وَ  قَالَ الۡاِنۡسَانُ مَا لَہَا ۚ﴿۳﴾ یَوۡمَئِذٍ تُحَدِّثُ  اَخۡبَارَہَا ۙ﴿۴﴾ بِاَنَّ  رَبَّکَ اَوۡحٰی لَہَا ؕ﴿۵﴾ یَوۡمَئِذٍ یَّصۡدُرُ  النَّاسُ اَشۡتَاتًا ۬ۙ لِّیُرَوۡا اَعۡمَالَہُمۡ ؕ﴿۶﴾ فَمَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ خَیۡرًا یَّرَہٗ ؕ﴿۷﴾ وَ مَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ  شَرًّا یَّرَہٗ ٪﴿۸﴾

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે (૩) તે દિવસે પૃથ્વી પોતાના સર્વે(સારા-નરસા) સમાચાર વર્ણન કરવા લાગશે. (૪) કારણ કે આપના પરવરદિગારનો તેને એ જ હુકમ હશે. (૫) તે દિવસે લોકો જુદાં જુદાં ટોળાં થઈ જશે કે જેથી તેમને તેમની કરણી(નો બદલો) દેખાડવામાં આવે. (૬) તો જે કોઈ (દુનિયામાં) જરા સરખી ભલાઈ કરશે તેને તે (પ્રત્યક્ષ) જોઈ લેશે. (૭) અને જે કોઈ જરા સરખી બુરાઈ તેને પણ તે જોઈ લેશે. (૮)

તફસીર

اِذَا زُلۡزِلَتِ الۡاَرۡضُ زِلۡزَالَہَا‎ ‎‏ ۙ﴿۱﴾ وَ اَخۡرَجَتِ الۡاَرۡضُ اَثۡقَالَہَا ۙ﴿۲﴾‏‎ ‎وَ قَالَ الۡاِنۡسَانُ مَا لَہَا ۚ﴿۳﴾‏

જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા ‎બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે? (૩)

કયામતનાં દિવસે  જમીન ગંભીર ભૂકંપથી હલવા લાગશે અને પોતાનાં બોઝાને બહાર કાઢી ફેંકશે. જે પણ વસ્તુઓ જમીનની અંદર છે તે બઘી વસ્તુઓને જમીન બહાર કાઢી નાંખશે.

જમીનાં બોજાથી મુરાદ તે મુરદા હોય અથવા ખજાના અથવા બીજી કિમતી વસ્તુઓ જેવી રીતે કે સોના, ચાંદી, હીરા-જવાહિરાત વગૈરહ જે જમીનની અંદર સંતાયેલી છે. તે દિવસે ખજાના (હીરા, જવાહિરાત વગૈરહ) જમીનની સતહનાં ઊપર એમને એમ પડેલા રહેશે, કોઈ તેને લેવા વાળુ પણ નહી હશે. એવી રીતે અલ્લાહ તઆલા લોકોની સામે આ ખોલી દેશે કે જુઓ ! જે વસ્તુઓની પાછળ તમે ભાગતા હતા, આજે તેની કોઈ ઈઝ્ઝત અને હૈષિયત નથી.

ઈમામ મુસ્લિમ (રહ.) એક હદીષ રિવાયત કરી છે કે તે દિવસે હત્યારો આવશે અને કહેશે, શું આ તેજ વસ્તુ છે, જેનાં કારણે મેં એક માણસની હત્યા કરી હતી. એક બીજો માણસ જેણે માલનાં કારણે વાત-ચીત કરવાનું છોડી દીઘુ હતુ આવશે અને તે કહેશે શું આ તેજ માલ છે, જેનાં કારણે મેં પોતાનાં સગા-સંબંઘિઓની સાથે રિશ્તો તોડી નાંખ્યો હતો.

એવીજ રીતે કયામતનાં દિવસે જમીન પોતાની બઘી ખબરો અને ઘટનાઓને જાહેર કરશે, જે જમીન પર થઈ ચૂકી હશે. જ્યારે લોકો આ જોશે કે જમીન દરેક વસ્તુ દેખાડી રહી છે, અહીંયા સુઘી કે ઈન્સાનોનાં સારા અને ખરાબ કામોનાં વિષે પણ જમીન બતાવી રહી છે, તો તે આશ્ચર્યથી સવાલ કરશેઃ આ જમીન ને શું થઈ ગયુ છે?

‎یَوۡمَئِذٍ تُحَدِّثُ اَخۡبَارَہَا ۙ﴿۴﴾ بِاَنَّ رَبَّکَ اَوۡحٰی لَہَا ؕ﴿۵﴾‏

તે દિવસે પૃથ્વી પોતાના સર્વે(સારા-નરસા) સમાચાર વર્ણન કરવા લાગશે. (૪) કારણ કે આપના ‎પરવરદિગારનો તેને એ જ હુકમ હશે. (૫)

હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ આયતે કરીમાની તફસીર કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુ કે જમીન તે બઘા આમાલ અને કામો ની ગવાહી આપશે, જે ઈન્સાનોએ (મર્દ અથવા ઔરતે) જમીન પર કર્યુ છે.

یَوۡمَئِذٍ یَّصۡدُرُ النَّاسُ اَشۡتَاتًا ۬ۙ لِّیُرَوۡا اَعۡمَالَہُمۡ ؕ﴿۶﴾

તે દિવસે લોકો જુદાં જુદાં ટોળાં થઈ જશે કે જેથી તેમને તેમની કરણી(નો બદલો) દેખાડવામાં આવે. (૬)

દુન્યાનાં અંદર આપણે જોઈએ છીએ કે નેક અને ખરાબ લોકો એક સાથે રહે છે અને તેઓનાં દરમિયાન કોઈ તફાવત નથી હોતો. પરંતુ કયામતનાં દિવસે એવુ નહી થશે. બલકે અલ્લાહ તઆલા લોકોને તેઓનાં આમાલનાં અનુસાર વિભિન્ન જમાઅતોં અને ગ્રુપોમાં વહેંચી દેશે. સારા અને બુરા લોકો અલગ અલગ જમાઅત માં હશે. આવી રીતે લોકોની સામે તેમનાં આમાલનો નતીજો સારી રીતે જાહેર થઈ જશે.

فَمَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ خَیۡرًا یَّرَہٗ ؕ﴿۷﴾ وَ مَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ  شَرًّا یَّرَہٗ ﴿۸﴾

તો જે કોઈ (દુનિયામાં) જરા સરખી ભલાઈ કરશે તેને તે (પ્રત્યક્ષ) જોઈ લેશે. (૭) અને જે કોઈ જરા સરખી બુરાઈ તેને પણ તે જોઈ લેશે. (૮)

કયામતનાં દિવસે ઈન્સાન પોતાનાં દરેક સારા અને ખરાબ આમાલને (ચાહે તે ઝર્રા બરાબર કેમ ન હોય) પોતાની આંખોથી જોઈ લેશે. તેથી તેને જોઈએ કે તે કોઈપણ અમલને મામૂલી અને હકીર(કમતર) ન સમજે. બલકે દરેક નેક અમલની કદર કરે અને દરેક ગુનાહથી બચે. કારણકે થઈ શકે છે કે ઈન્સાન જે નેક અમલને મામૂલી અને હકીર (કમતર) સમજે છે. તેજ તેનાં માટે નજાત અને કામયાબીનો ઝરીઓ બની જાય અને જે ખરાબ અમલને મામૂલી સમજી રહ્યો છે, તેજ તેનાં માટે હલાકત અને બરબાદીનું કારણ બની જાય.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …