
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸)
હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે “જે વ્યક્તિ કોઈ કિતાબમાં મારૂ નામ લખે, ફરિશ્તાઓ તે સમય સુઘી લખવા વાળા માટે મગ઼્ફિરત તલબ કરતા રહે છે જ્યાં સુઘી મારૂ નામ તેે કિતાબમાં રહે.”
સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમ અને દરેક કામને સુન્નતના મુતાબિક કરવુ
એક વ્યક્તિએ હઝરત ‘અબ્દુલ્લાહ બિન ઉમર રઝ઼િયલ્લાહુ ‘અન્હુમાને પૂછ્યું કે કુરાન-શરીફમાં મુકીમની નમાઝનો પણ ઉલ્લેખ છે અને ખૌફની નમાઝનો પણ, પરંતુ મુસાફિરની નમાઝનો ઉલ્લેખ નથી.
તેમણે ફરમાવ્યું, ભત્રીજા! અલ્લાહ તઆલાએ હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને નબી બનાવીને મોકલ્યા. આપણે લોકો અજાણ હતા, કંઈ જાણતા ન હતા, બસ અમે તેમને જે કરતા જોયા છે, તે જ કરીશું.
નોટઃ- હઝરત શૈખુલ-હદીસ મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહ એ લખેલુ છે:
“મકસદ આ છે કે દરેક મસઅલાનો સરાહતન (સાફ રીતે) કુર્આન-શરીફમાં હોવુ જરૂરી નથી. અમલ માટે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ થી સાબિત થઈ જવુ કાફી છે.
ખુદ હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નો ઈરશાદ છે કે “મને કુર્આન-શરીફ અર્પણ (અતા) થયુ અને તેના બરાબર બીજા અહકામ આપવામાં આવ્યા. ટૂંક સમયમાં તે જમાનો આવવાનો છે કે પેટ ભરેલા લોકો તેમના ગાદલાઓ પર બેસીને કહેશે બસ કુર્આન-શરીફને મજબૂતીથી પકડી લો જે તેના અંદર (કુર્આનમાં) હુકમો છે તેના પર અમલ કરો.” (ફઝાઈલે-આમાલ, પેજ નં-૧૦૭)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી