દીનનાં કામની બરકતો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“અસલ તો આજ છે કે અલ્લાહ તઆલાની રઝા અને આખિરતમાં બદલો મેળવવાની નિય્યતથી જ દીની કામ કરવામાં આવે, પરંતુ તરગીબ(પ્રોત્સાહન) માટે સંજોગો મુજબ દુન્યવી બરકાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. કેટલાક માણસો એવા હોય છે કે શરૂઆતમાં દુન્યવી બરકાતની આશાએ કામમાં લાગે છે. અને પછી આજ કામની બરકતથી અલ્લાહ તઆલા તેઓને હકીકી(સાચો) ઈખ્લાસ પણ અતા ફરમાવી દે છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૮૮)


 

Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …