રાહત પહોંચાડવુ ફર્ઝ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મેં તો હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો કે શરીઅતનાં હુદૂદથી વધીને ન હોય એટલા માટે મેં પોતાના બુઝુર્ગોની જૂતીઓ ઉઠાવવાની ખિદમત નહી કરી, માત્ર આ ખ્યાલથી કે તેઓ પસંદ નહી કરતા હતા ક્યાંક એમને તકલીફ ન થાય અને તકલીફ પહોંચાડવુ શરીઅતની મર્યાદાથી વધવા બરાબર છે અને આ અલ્લાહ તઆલા તરફથી હતુ કે મારા નાકારા હોવા છતા અકાબિર મારી આદર(લિહાઝ) રાખતા હતા એટલા માટે હું ખિદમત કરવાના મામલામાં આ સમજતો હતો કે રાહત પહોંચાડવુ તો ફર્ઝ છે અને ખિદમત કરવુ ફર્ઝ નથી. અગર ખિદમત ન કરવાથી રાહત મળતી હોય તો ખિદમત ન કરો અને અગર ખિદમતથી રાહત મળતી હોય તો ખિદમત કરો. વાતનો મતલબ આ છે કે તકલીફ ન પહોંચાવો અને રાહત પહોંચાવો આજ અદબની હકીકત છે. ” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ નં-૨૪૪)

Source: https://ihyaauddeen.co.za/?p=8553


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …