સવાલ– જો કોઈ માણસ કોઈ ગરીબ મુસલમાનને અમુક પૈસા હદિયા અથવા કર્ઝાનાં તૌર પર આપી દે અને આપતી સમયે તે ઝકાતની નિય્યત કરે તો શું એવી રીતે આપવાથી તેમની ઝકાત અદા થઈ જશે?
જવાબ- જો કોઈ માણસ કોઈ ગરીબ મુસલમાન ને હદિયા અથવા કર્ઝ આપે અને આપતા સમયે તેવણ ઝકાતની નિય્યત કરે,તો તેનાથી તેમની ઝકાત અદા થઈ જશે.
અલબત્તા જો તેવણ કર્ઝના તૌર પર પૈસા દે ઔર ઝકાત ની નિય્યત કરે, તો તેનાં માટે તે માલને પાછુ લેવુ જાઈઝ નહી થશે. અને જો તેવણ તે માલને પાછો લઈ લે, તો તે ગુનેહગાર થશે.
નોટઃ- જો ઝકાત આપવા વાળો ઝકાતની રકમ પાછી લઈ લીધી, તો તેનાં માટે પાછી લીઘેલી રકમનું ઉપયોગ કરવુ જાઈઝ નથી, બલ્કે તેનાં પર વાજીબ થશે કે તે પાછી લીઘેલી રકમને બીજી વખત કોઈ ગરીબ મુસલમાનને ઝકાત ની નિય્યત થી આપી દે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(وشرط صحة أدائها نية مقارنة له) أي للأداء
قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله نية) أشار إلى أنه لا اعتبار للتسمية فلو سماها هبة أو قرضا تجزيه في الأصح (رد المحتار ۲/۲٦۸)
والعبرة لنية الدافع لا لعلم المدفوع إليه حتى لو قال المحترم وهبت لك هذا الشيء أو أقرضتك وينوي به الزكاة وقع عن الزكاة (الفتاوى البزازية ۱/٤۱)
ومن أعطى مسكينا دراهم وسماها هبة أو قرضا ونوى الزكاة فإنها تجزيه، وهو الأصح هكذا في البحر الرائق ناقلا عن المبتغى والقنية (الفتاوى الهندية ۱/۱۷۱)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા