નિકાહની સુન્નતોં અને આદાબ – ૬

પતી-પત્નીની જવાબદારીઓ

શરીઅતે મિયાં-બીવી માંથી દરેકને અલગ અલગ જવાબદારિઓ આપી છે, શરીઅતે બન્નેવને અલગ જવાબદારીઓનાં મુકલ્લફ એટલા માટે બનાવ્યા, કારણકે મર્દ અને ઔરત મીઝાજ અને ફિતરતનાં એતિબારથી અલગ-અલગ છે, તેથી બન્નેવનું કર્તવ્ય બંઘન (ફર્ઝે નબ્સબી) એક નથી થઈ સકતુ.

શૌહરની જવાબદારીઓ આ છે કે તે પોતાની બીવી અને ઘરવાળાઓની જરૂરિયાતો પૂરી કરે. જેવી રીતે કે તેમનાં માટે ઘરબાર ચલાવવાનો ખર્ચો, કપડા અને આવાસનો ઈન્તેઝામ કરે. એટલે તેનાં માટે જરૂરી છે કે તે ઘરથી બહાર નિકળે, જેથી તે એટલી આવક મેળવી શકે, જેનાંથી તે પોતાની જવાબદારીઓ ને પૂરી કરી શકે.

બીજી તરફ બીવીની જવાબદારી આ છે કે તે ઘરમાં રહે અને વગર જરૂરતે ઘરથી બહાર ન નિકળે. એવીરીતે શરીઅતે તેને આ વાતની મુકલ્લફ બનાવી છે કે તે ઘરની અંદરની જરૂરતોનો ખ્યાલ રાખે, જેવીરીતે કે શોહરની ખિદમત કરે, બાળકોની દેખભાલ કરે અને ઘરેલુ કામો (ખાવાનું બનાવવુ અને ઘરની સફાઈ વગૈરહ) નો ઈન્તેઝામ કરે.  [૧]

હદીષ શરીફમાં વારિદ છે કે જ્યારે હઝરત અલી (રદિ.) હઝરત ફાતિમા (રદિ.) સાથે નિકાહ કર્યા, તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બન્નેવને પોતાની વૈવાહિક જીવનની જીમ્મેદારિયોથી આગાહ ફરમાવ્યા અને તેને પુરૂ કરવાની નસીહત ફરમાવી. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ફાતિમા (રદિ.) ને ફરમાવ્યુ કે તમે ઘરેલુ  કામોનો ખ્યાલ રાખો અને હઝરત અલી (રદિ.)ને ફરમાવ્યુ કે તમે ઘરથી બહારની જવાબદારીઓને પૂરી કરો.  રીતે ચાલશે અને બન્નેવનાં નિકાહમાં હંમેશા એકતા અને પ્રેમ તથા સ્નેહ રહેશે.  [૨]

હકીકત આ છે કે અગર મિયાં-બીવી પોત-પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે, તો ઘરનો નિઝામ સારી રીતે ચાલશે અને બન્નેવનાં નિકાહમાં હંમેશા એકતા અને પ્રેમ તથા સ્નેહ રહેશે.


[૧] وَ قَرۡنَ فِیۡ بُیُوۡتِکُنَّ وَ لَا تَبَرَّجۡنَ تَبَرُّجَ الۡجَاہِلِیَّۃِ  الۡاُوۡلٰی وَ اَقِمۡنَ الصَّلٰوۃَ وَ اٰتِیۡنَ الزَّکٰوۃَ  وَ  اَطِعۡنَ اللّٰہَ  وَ  رَسُوۡلَہٗ ؕ (سورة الأحزاب: ۳۳)

[૨] مصنف ابن ابي شيبة، الرقم: ۲۹٦۷۷، وقال البوصيري في اتحاف الخيرة المهرة، الرقم: ۳۲۷٤: هذا إسناد مرسل ضعيف لضعف أبي بكر بن عبد الله

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …