(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર નહી ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે. લોકો તેને એક પછી એક (સળંગ) હાથ પર ઉઠાવશે, ત્યાં સુઘી કે તે કબરસ્તાન પહોંચી જાય.[૧]
(૨) અગર મય્યિત બાલિગ (પુખ્તવયનું) હોય, તો તેને નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે. તેને ચાર વ્યક્તિઓ ઉઠાવે, દરેક વ્યક્તિ એક એક ખુણાંને પોતાનાં ખભા પર ઉઠાવીને માન અને સન્માનની સાથે કબરસ્તાન સુઘી લઈ જાય. [૨]
(૩) અગર કબરસ્તાન દૂર હોય, તો મય્યિતને ઘરેથી કબરસ્તાન સુઘી સવારીથી લઈને જાય અને કબરસ્તાન પહોંચીને હાથો હાથ ઉઠાવી કબરસ્તાન સુઘી લઈ જાય. [૩]
(૪) શરઈ ઉઝર (કારણ) વગર મય્યિતને કબરસ્તાન સુઘી સવારીની સાથે લઈ જવુ મકરૂહ છે. અલબત્તા અગર શરઈ ઉઝર હોય ઉદાહરણ તરીકે કબરસ્તાન દૂર હોય, તો સવારી સાથે લઈ જવુ જાઈઝ છે. [૩]
Source: http://ihyaauddeen.co.za/?p=17091
[૧] وذكر الأسبيجابي أن الصبي الرضيع أو الفطيم أو فوق ذلك قليلا إذا مات فلا بأس بأن يحمله رجل واحد على يديه ويتداوله الناس بالحمل على أيديهم ولا بأس بأن يحملها على يديه وهو راكب وإن كان كبيرا يحمل على الجنازة اهـ (البحر الرائق ۲/۲٠٦)
[૨] وصح أنه عليه الصلاة والسلام حمل جنازة سعد بن معاذ ويكره عندنا حمله بين عمودي السرير بل يرفع كل رجل قائمة باليد لا على العنق كالأمتعة ولذا كره حمله على ظهر ودابة قال الشامي : قوله ( ويكره عندنا الخ ) لأن السنة التربيع بحر وما نقل عن بعض السلف من الحمل بين العمودين إن ثبت فلعارض كضيق المكان أو كثرة الناس أو قلة الحاملين كما بسطه في فتح القدير قوله ( قائمة ) أي من قوائم السرير الأربع قوله ( باليد ) أي ثم يضع على العنق وقوله لا على العنق أي ابتداء كما أفاده شيخنا اهـ ح وفي الحلية أو يرفعونه أخذا باليد لا وضعا على العنق كما تحمل الأثقال ذكره الفقيه أبو الليث في شرح الجامع الصغير اهـ والمراد بالعنق الكتف كما قال ط قوله ( ولذا الخ ) علة لما استفيد من أن حمله كالأمتعة مكروه ط (رد المحتار ۲/۲۳۱)
[૩]( يسن لحملها ) حمل ( أربعة رجال ) تكريما له وتخفيفا وتحاشيا عن تشبيهه بحمل الأمتعة ويكره حمله على ظهر دابة بلا عذر قال الطحطاوي : قوله ( بلا عذر ) أما إذا كان عذر بأن كان المحل بعيدا يشق حمل الرجال له أو لم يكن الحامل إلا واحدا فحمله على ظهره فلا كراهة إذن (حاشية الطحطاوي على مراقي الفلاح ص٦٠۳)