હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ
“સય્યિદના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈસ્લામના શરૂઆત નાં ઝમાનામાં (જ્યારે દીન કમઝોર હતો અને દુનિયા શક્તિશાળી હતી) બે તલબ લોકોનાં ઘરે જઈ જઈને, એમની બેઠકોમાં વગર બોલાવ્યે પહોંચી જઈ અલ્લાહ તઆલાનાં દીનની દઅવત આપતા હતા. કેટલાંક સ્થળોએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતે હઝરાતે સહાબએ કિરામ (રદિ.) ને મોકલ્યા છે કે ત્યાં જઈ દીનની તબ્લીગ કરો. હમણાંની (ઉમ્મતની) હાલત તેવીજ (ઈમાનની) કમઝોરીની હાલત છે, તો હવે આપણે પણ બેતલબ લોકો પાસે સ્વયં (જાતે) જવું જોઈએ.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૪૦)