بسم الله الرحمن الرحيم
જન્નતની રાણી
હઝરત ફાતિમા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સૌથી નાની અને સૌથી લાડલી છોકરી હતી. હઝરત ફાતિમા (રદિ.) થી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુહબ્બતનો અનુમાન આ વાતથી સારી રીતે લગાડી શકાય કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કોઈ સફરમાં જવા પેહલા જે ઈન્સાનને સૌથી છેલ્લે મળતા હતા અને સફરની વાપસી પર જે ઈન્સાનને સૌથી પેહલા મળતા હતા તે હઝરત ફાતિમા (રદિ.) હતી. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની વફાત (મરણ) થી પેહલા હઝરત ફાતિમા (રદિ.) ને ખુશ ખબરી આપી હતી કે “તું જન્નતની બઘી સ્ત્રીઓની રાણી બનશે”. (બુખારી શરીફ)
હઝરત ફાતિમા (રદિ.) નો ઊંચો મકામ તથા મર્તબો સમજવા માટે બસ આટલુ કાફી છે કે અલ્લાહ તઆલાએ તેમને દુનિયાની દરેક સ્ત્રીઓમાંથી સૌથી શ્રેષ્ઠ બનાવી અને આખિરત માં તેમને પસંદ કરીને જન્નતની બઘી સ્ત્રીઓની રાણી બનવાનો સન્માન અર્પણ ફરમાવ્યો છે. અગર હઝરત ફાતિમા (રદિ.) નાં જીવન ચરિત્ર પર નજર નાંખવામાં આવે, તો એમની પાકીઝા જીવનનુ દરેક પાસુ પ્રકાશિત, મુબારક અને તકલીદ (માનવા) નાં કાબિલ નજર આવશે. અને એમના મુબારક જીવન માં આ ઉમ્મતની સ્ત્રિઓ માટે ઘણી બઘી હિદાયતો(માર્ગ દર્શનો), સબકો છે. હઝરત ફાતિમા (રદિ.) નાં પાકીઝા જીવનનો એક પાસો આ છે કે તેવણ આખુ જીવન ઈસ્લામનાં રોશન શિક્ષણનાં અનુસાર ગુજારતા હતા, તેવણ હંમેશા અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું આજ્ઞાપાલન તથા ફરમાંબરદારી પર ચાલતા હતા. અને તકવા તથા શુદ્ધતા (તહારત)ને જરૂરી રાખતા હતા. એવીજ રિતે તેવણ જીવનનાં દરેક ક્ષેત્રોમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નત ને જીવિત રાખતા હતા. અને ખાસ કરીને તેવણ પરદાની ઘણી પાબંદી ફરમાવતા હતા જેથી કે તેવણ પોતાને અજનબી મર્દોની નજરથી દરેક સમયે બચાવી રાખે.
એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) થી સવાલ કર્યો કે ઔરતો માટે કઈ વસ્તુ સૌથી શ્રેષ્ઠ છે એમનાં દીનનાં માટે? સહાબએ કિરામ (રદિ.) માંથી કોઈએ કંઈપણ જવાબ ન આપ્યો. જ્યારે હઝરત અલી (રદિ.) ઘરે પહોંચ્યા, તો તેવણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો સવાલ હઝરત ફાતિમા (રદિ.) ને પૂછ્યો. હઝરત ફાતિમા (રદિ.) તરતજ જવાબ આપ્યો કે સ્ત્રિઓ માટે સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુ આ છે કે તે અજનબી મર્દોને ન જુએ અને અજનબી મર્દ તેમને ન જુએ. જ્યારે હઝરત અલી (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને હઝરત ફાતિમા (રદિ.) નો આ જવાબ સંભળાવ્યો, તો આપ ઘણાં ખુશ થયા અને ઈરશાદ ફરમાવ્યુઃ “ફાતિમા મારા શરીર નો ટુકડો છે”. (મજમઉઝ ઝવાઈદ, કનઝુલ ઉમ્માલ)
હઝરત ફાતિમા (રદિ.) “પરદા” નાં સંદર્ભથી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં અહકામાતને ઘણી બઘી મહત્તવતા આપતા હતા. આજ કારણ છે કે તેવણે પોતાનાં જીવનનાં અંતિમ ક્ષણો સુઘી દરેક મોકા પર પરદાનો સંપૂર્ણ પણે ખ્યાલ રાખ્યો અને ક્યારેય પણ પોતાને અજનબી મર્દોની સામે જાહેર ન કર્યા. તેવણે પરદાની એટલી બઘી પાબંદી કરી કે તેવણે પોતાની વફાતથી પેહલા હઝરત અસમા બિન્તે ઉમૈસ (રદિ.) ને ફરમાવ્યુ કે “હું તેને ઘણુંજ ખરાબ સમજું છું કે મરી જવા પછી ઔરતોનાં શરીરો પર એક કપડુ રાખવામાં આવે છે જેનાંથી તેમનાં શરીરોનો દેખાવ તે મર્દોને દેખાય છે, જે જનાઝો ઊઠાવે છે.” હઝરત અસમા બિન્ત ઉમૈસ (રદિ.) જવાબ આપ્યોઃ “હે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુપુત્રી ! શું હું તમને એક તરીકો ન બતાવું, જે મેં હબશામાં જોયો છે. ત્યારબાદ તેવણે ખજૂરની અમૂક ડાળકીઓ મંગાવી અને તેનાંથી ફ્રેમની શકલ બનાવી તેનાં પર કાપડ નાંખી દીઘુ (આ તરીકા પર અમલ કરવાથી મરહૂમાનું શરીર સંપૂર્ણ પણે ઢંકાઈ જાય છે).” જ્યારે હઝરત ફાતિમા (રદિ.) આ જોયુ, તો ફરમાવ્યુઃ “(હે અસ્મા) અલ્લાહ તઆલા તમારા દોષોને છુપાવે, કારણકે તમે મારી આ બાબતમાં મદદ કરી અને મને બતાવ્યુ કે કેવી રીતે મારો જનાઝો મારા મૃત્યુ પછી મર્દોની નજરોથી છુપાવવામાં આવે”. (ઉસ્દુલ ગાબા)
આ વાકિઆથી ખૂબ સારી રીતે જાહેર છે કે હઝરત ફાતિમા (રદિ.) પરદાનો કેટલો વધારે ખ્યાલ ફરમાવતા હતા. અહિંયા સુઘી કે તેવણે એ પણ બરદાશ્ત ન કર્યુ કે કોઈ મર્દ ઈન્તિકાલ પછી પણ તેમનાં શરીરનાં બનાવટને જુએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉમ્મતે મુહમંદિયાની ઔરતોં ને હઝરત ફાતિમા (રદિ.) નું સંપૂર્ણ પણે અનુકરણ કરવાની તૌફીક઼ અતા ફરમાવે.
Source: http://ihyaauddeen.co.za/?p=16360