શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“લોકો પોતાનાં પૂર્વજો થી, ખાનદાનથી અને એવીજરીતે ઘણીબઘી વસ્તુઓથી પોતાની શરાફત તથા મહાનતા દેખાડે છે. ઉમ્મતનાં માટે ગૌરવનો ઝરીઓ કલામુલ્લાહ શરીફ (કુર્આન શરીફ) છે. તેને પઢવાથી, તેને પઢાવવાથી, તેનાં પર અમલ કરવાથી તથા તેની દરેક વસ્તુ ગૌરવનાં કાબિલ છે અને કેમ ન હોય મહબૂબનો કલામ છે, આકાનો ફરમાન છે, દુનિયાનું કોઈ મોટેથી મોટુ સન્માન પણ તેનાં બરાબર નથી થઈ શકતુ. તથા દુનિયાનાં જે પ્રમાણે કમાલાત (શ્રેષ્ઠતાઓ) છે તે આજે નહી તો કાલે ખતમ થઈ જવા વાળા છે, પરંતુ કલામે પાકનો શર્ફ (સન્માન) તથા કમાલ (શ્રેષ્ઠતા) હંમેશાનાં માટે છે કદાપી ખતમ થવા વાળુ નથી” (ફઝાઈલે આમાલ, ફઝાઈલે કુર્આને મજીદ, પેજ નં-૨૮)
Source: https://ihyaauddeen.co.za/?p=7756