عن سمرة السوائي والد جابر رضي الله عنهما قال: كنا عند النبي صلى الله عليه وسلم إذ جاءه رجل فقال: يا رسول الله! ما أقرب الأعمال إلى الله قال: صدق الحديث وأداء الأمانة قلت: يا رسول الله! زدنا قال: صلاة الليل وصوم الهواجر قلت: يا رسول الله! زدنا قال: كثرة الذكر والصلاة علي تنفي الفقر قلت: يا رسول الله! زدنا قال: من أم قوماً فليخفف فإن فيهم الكبير والعليل والصغير وذا الحاجة (معرفة الصحابة لأبي نعيم، الرقم: 3572، وسنده ضعيف كما في القول البديع صــ 278)
હઝરત જાબિર રદિ અલ્લાહુ ‘અન્હુ નાં વાલિદ માજીદ હઝરત સમુરા સુવાઈ રદિ અલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે અમે લોકો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખિદમત માં બેઠા હતા કે એક માણસ હાજર થયો. તેણે અરજ કર્યુ: હે અલ્લાહનાં રસૂલ! કયો અમલ અલ્લાહ તઆલાને સૌથી વધુ પસંદ છે? આપે ફરમાવ્યુઃ સાચુ બોલવુ અને અમાનતની અદાયગી. મૈં કહ્યું : હે અલ્લાહનાં રસૂલ! અમને હજી વધારે નસીહત (સલાહ) કરો. આપે ફરમાવ્યુઃ રાત્રીમાં નફલ નમાઝ પઢો અને ગરમીનાં દિવસમાં રોઝો રાખો. મેં કહ્યુઃ હે અલ્લાહ નાં રસૂલ અમને હજી વધારે નસીહત (સલાહ) કરો. આપે ફરમાવ્યુઃ અલ્લાહ તઆલાનો ઝિક્ર વધારે પ્રમાણમાં કરો અને મારા પર દુરૂદ મોકલો. દુરૂદ ગરીબી તથા ભૂખમરો અને કંગાળ પરિસ્થિતી ને દૂર કરે છે. મૈં કહ્યુઃ અમને કંઈક હજી વધારે ઈરશાદ ફરમાવો. આપે ફરમાવ્યુઃ જે વ્યક્તિ લોકોની ઈમામત કરે તે હલકી (ટૂંકી) નમાઝ પઢાવે, કારણકે તેમાં વૃદ્ધ, બિમાર, બાળકો અને જરૂરતમંદ દરેક પ્રકારનાં લોકો હોય છે.
હઝરત અબુ બકર નું રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે પોતાના જાન-માલ નું કુર્બાન કરવું
હઝરત અબુ હુરૈરહ રદીઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: કોઈ પણ માણસની સંપત્તિએ મને એટલો ફાયદો નથી દીધો જેટલો ફાયદો હઝરત અબુ બકરની સંપત્તિ એ દીધો.
આ સાંભળીને હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ રડવા લાગ્યા અને ફરમાવ્યું કે મેં અને મારી સંપત્તિ બધું તમારા માટે છે એ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ!
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ