કયામતનાં દિવસે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સાથે મુસાફહો

قال النبي صلى الله عليه وسلم من صلى علي في يوم خمسين مرة صافحته يوم القيامة (القربة لابن بشكوال، الرقم: ۸۷، وقد سكت عنه السخاوي في القول البديع صـ ۲۸۹، ويفهم من سكوته أن الحديث معمول به عنده، ولذلك ذكره في كتابه)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નો ઈરશાદ છે કે “જે મારા પર દરરોજ પચાસ વાર દુરૂદ મોકલે, હું તેની સાથે કયામતનાં દિવસે મુસાફહો કરીશ.”

હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુ ગારે ષૌરમાં

હિજરતનાં વાકિઆ માં મનકૂલ છે કે જ્યારે હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સંગાથ ગારે ષૌર(ષૌર ગુફા) સુઘી પહોંચ્યા, તો હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી કહ્યુઃ અલ્લાહ તઆલાનાં વાસ્તે તમે હમણાં આ ગુફામાં દાખલ નાં થાવ. પેહલા હું અંદર જાવું, જેથી અગર તેમાં કોઈ તકલીફ આપવા વાળી વસ્તુ (સાંપ, બીચ્છુ વગૈરહ) હોય અને તે તકલીફ પહોંચાડે, તો મને તકલીફ પહોંચાડે ન કે તમને.

પછી હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુ ગુફામાં દાખલ થયા અને તેને સારી રીતે સાફ કર્યુ. તેમણે ગુફામાં કેટલાક છિદ્ર (સુરાખ) જોયા, તો તેવણે પોતાની લુંગીને ફાડી અને કેટલાક છીદ્રો (સુરાખો) ને પોતાની લુંગીનાં ચીથરાવોથી બંદ કરી દીઘા. માત્ર બે છીદ્ર (સુરાખ) બાકી રહી ગયા (કારણકે તેને બંદ કરવા માટે લુંગીનાં ચીથરાવોમાંથી કંઈ પણ બચ્યુ ન હતુ) તો તે છીદ્રો પર પોતાનો પગ મૂકીને બેસી ગયા.

પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી અરજ કર્યુ કે અંદર તશરીફ લાવો. જેથી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ગુફામાં દાખલ થયા અને હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નાં ખોળામાં પોતાનું માથુ મુકીને સૂઈ ગયા.

તે દરમિયાન એક સાંપે છીદ્રનાં અંદરમાંથી હઝરત અબુ બક્ર સિદ્દીક(રદિ.) નાં પગમાં ડંખ માર્યો, પણ તેવણ આ બીકથી પોતાની જગ્યાથી હલ્યા નહીં કે ક્યાંક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ જાગી ન જાય. છેવટે (વધારે તકલીફનાં કારણે) તેમની આંખોમાંથી ચાહવા વગર આંસુ નીકળી આવ્યા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં મુબારક ચેહરા પર પડ્યા.

જેનાંથી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ની આંખ ખુલી ગઈ, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પૂછ્યુઃ અબુ બક્ર તમને શું થયુ? તેવણે અરજ કર્યુઃ હે અલ્લાહ નાં રસૂલ ! મારા માં-બાપ તમારા પર કુર્બાન મને કોઈ ઝહરીલા જાનવરે (સાંપે) કરડી લીઘુ છે. આપે સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પોતાનો મુબારક થુક તેમનાં પગમાં ડંખ વાળી જગ્યા પર લગાવી દીઘુ, તો તે તકલીફ તરતજ દૂર થઈ ગઈ. (મિશ્કાતુલ મસાબીહ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...