(૧) અગર કોઈ વ્યક્તિ જનાઝાની નમાઝમાં એટલો મોડેથી પહોંચે કે ઈમામ સાહબ એક અથવા એકથી વધારે તકબીરો પૂરી કરી ચૂક્યા હોય, તો તેવા વ્યક્તિ ને મસબૂક (મોડેથી પહોંચવા વાળો) કહેવામાં આવશે.
મસબૂક઼ નો હુકમ આ છે કે તે તકબીર કહે અને તરતજ નમાઝમાં દાખલ થઈ જાય. ઘ્યાન રહે કે આ તકબીર “તકબીરે તહરીમા” થશે. પછી અગર તેને આ ખબર હોય કે ઈમામે કઈ તકબીર કહી, તો તે તેજ પઢશે, જે ઈમામ પઢી રહ્યા છે(દાખલા તરીકે અગર તેને ખબર હોય કે આ ઈમામની બીજી તકબીર છે, તો તે દુરૂદ પઢશે અને અગર તેને ખબર હોય કે આ ત્રીજી તકબીર છે તો તે દુઆ પઢશે), નહીતર તે શરૂથી (ષના થી) પઢશે અને જ્યારે ઈમામ જનાઝાની નમાઝ પૂરી કરી લે અને સલામ ફેરવી લે, તો તે ઈમામની સાથે સલામ નહી ફેરવશે, બલકે તે છૂટેલી તકબીરો કહેશે અને ત્યાર બાદ સલામ ફેરવશે. અગર દરેક છૂટેલી તકબીર પછી દુરૂદ અને દુઆ પઢવા ઈચ્છે, તો જાઈઝ છે. આ શરતની સાથે કે મય્યિતને ત્યાંથી ઉઠાવ્યુ ન હોય. અગર તેને એ આશંકા હોય કે મય્યિતને ઉઠાવી લેવામાં આવશે, તો તે માત્ર તકબીરોં કહે અને સલામ ફેરવી લે.[૧]
(૨) અગર કોઈ જનાઝાની નમાઝમાં ઈમામની ચોથી તકબીર કહેવા પછી પહોંચે, તો તેને જોઈએ કે તરતજ તકબીર કહીને નમાઝમાં જોડાઈ જાય અને ઈમામનાં સલામ ફેરવવા પછી જલદીથી છૂટેલી તકબીરો કહે(એટલે મય્યિતને ઉઠાવવા પેહલા) અને પછી સલામ ફેરવે. [૨]
Source: http://ihyaauddeen.co.za/?p=1881
[૧] (والمسبوق) ببعض التكبيرات لا يكبر في الحال بل (ينتظر) تكبير (الإمام ليكبر معه) للافتتاح لما مر أن كل تكبيرة كركعة، والمسبوق لا يبدأ بما فاته وقال أبو يوسف : يكبر حين يحضر (كما لا ينتظر الحاضر) في (حال التحريمة) بل يكبر اتفاقا للتحريمة، لأنه كالمدرك ثم يكبران ما فاتهما بعد الفراغ نسقا بلا دعاء إن خشيا رفع الميت على الأعناق وما في المجتبى من أن المدرك يكبر الكل للحال شاذ نهر (فلو جاء) المسبوق (بعد تكبيرة الإمام لرابعة فاتته الصلاة) لتعذر الدخول في تكبيرة الإمام وعند أبي يوسف يدخل لبقاء التحريمة، فإذا سلم الإمام كبر ثلاثا كما في الحاضر وعليه الفتوى، ذكره الحلبي وغيره
قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: وعليه الفتوى) أي على قول أبي يوسف في مسألة المسبوق خلافا لما مشى عليه في المتن (رد المحتار ٢/٢١٧)
انظر أيضا أحسن الفتاوى ٤/٢٠١
[૨] وإن كان مع الإمام فتغافل و لم يكبر معه أوكان في النية بعد فأخر التكبير فإنه يكبر و لا ينتظر تكبير الإمام الثانية (رد المحتار ٢/٢١٦)