بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ
وَ التِّیۡنِ وَ الزَّیۡتُوۡنِ ۙ﴿۱﴾ وَ طُوۡرِ سِیۡنِیۡنَ ۙ﴿۲﴾ وَ ہٰذَا الۡبَلَدِ الۡاَمِیۡنِ ۙ﴿۳﴾ لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ فِیۡۤ اَحۡسَنِ تَقۡوِیۡمٍ ۫﴿۴﴾ ثُمَّ رَدَدۡنٰہُ اَسۡفَلَ سٰفِلِیۡنَ ۙ﴿۵﴾ اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ؕ﴿۶﴾ فَمَا یُکَذِّبُکَ بَعۡدُ بِالدِّیۡنِ ؕ﴿۷﴾ اَلَیۡسَ اللّٰہُ بِاَحۡکَمِ الۡحٰکِمِیۡنَ ﴿۸﴾
અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
કસમ છે અંજીરના તથા ઝયતૂતના(૧) અને કસમ છે તૂરે સિનીનના(૨) અને કસમ છે આ અમનવાળા શહેર(મક્કા મુઅઝઝ્મા) ના (૩) અલબત્ત, અમે ઈન્સાનને સૌથી સરસ આકારમાં ઢાળ્યો છે(પેદા કર્યો છે) (૪) ફરી અમે તેને નીચાઓથી પણ નીચો કરી દઈએ છીએ (૫) પરંતુ જે લોકો ઈમાન લાવ્યા અને સારાં કામો કર્યા, તો તેઓ માટે એટલો વધારે સવાબ છે જે કદાપી ખતમ નહી થશે (૬) ફરી(હે માનવી!) કઈ વસ્તુ તમને કયામતનાં વિષે મુનકિર બનાવી રહી છે(કયામતનો ઈનકાર કરાવી રહી છે)? (૭) શું અલ્લાહ તઆલા સૌ હાકિમોથી વઘુ હાકિમ નથી? (૮)
તફસીર
وَ التِّیۡنِ وَ الزَّیۡتُوۡنِ ۙ﴿۱﴾ وَ طُوۡرِ سِیۡنِیۡنَ ۙ﴿۲﴾ وَ ہٰذَا الۡبَلَدِ الۡاَمِیۡنِ ۙ﴿۳﴾
કસમ છે અંજીરના તથા ઝયતૂતના (૧) અને કસમ છે તૂરે સિનીનના (૨) અને કસમ છે આ અમનવાળા શહેર(મક્કા મુઅઝઝ્મા) ના (૩)
આ ત્રણેવ આયતોમાં અલ્લાહ જલ્લ જલાલુહુએ દુનિયાનાં ચાર પવિત્ર સ્થાનોં ની કસમો ખાઘી છે. આ ચારેવ સ્થાનો ઘણાંજ બાબરકત છે અને અનેક અંબિયાએ કિરામ(અલૈ.) નાં માટે હિદાયત તથા માર્ગદર્શન નાં મરકઝો(કેન્દ્રસ્થાનો) રહ્યા હતા. પેહલી આયતમાં અંજીર અને ઝૈતૂનનો વર્ણન છે. તેનાંથી મુરાદ “ફલસ્તીન” છે, જ્યા આ બન્નેવ ફળ વધારે પ્રમાણમાં થાય છે અને ઘણાં બઘા અંબિયાએ કિરામે (અલૈ.) અહિંયા દીનની દાવત તથા તબ્લીગ઼ની ફરજ બજાવી છે. આ જગ્યાને એક વિશેષ ફઝીલત આ પ્રાપ્ત છે કે આ હઝરત ઈસા(અલૈ.) નું જન્મસ્થાન છે અને આજ ક્ષેત્રમાં હઝરત ઈસા(અલૈ.) દાવતે ઈલલ્લાહ(લોકોને અલ્લાહ તઆલાનાં તરફ બોલાવવાનું) કામ કર્યુ હતુ.
“વ તૂરિસીનીન”એટલે સયના પહાડ તે સ્થાન છે જ્યાં હઝરત મૂસા (અલૈ.)ને તવરાત આપવામાં આવી હતી.
“બલદીલ અમીન”(શાંતિપૂર્ણ શહેર) તેનાંથી મુરાદ મક્કા મુકર્રમા છે, જ્યાં માનવી તથા જાનવરની હત્યા કરવાની મનાઈ છે. મક્કા મુકર્રમા શહેર દુનિયાનાં દરેક શહેરોમાં વધારે પવિત્ર, મહાન અને બરકતવંત છે. આ શહેરને આ સન્માન પ્રાપ્ત છે કે આ હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું જન્મસ્થાન અને શહેર છે.
લેખનો સારાંશ આ છે કે આ ચારેવ જગ્યાઓ ઘણીજ બઘી મહાનતા તથા મર્યાદાઓ અને બરકતોથી સમાયેલી છે, આજ કારણે અલ્લાહ તઆલાએ આ ચારેવ જગ્યાઓની કસમ ખાઘી છે.
لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ فِیۡۤ اَحۡسَنِ تَقۡوِیۡمٍ ۫﴿۴﴾ ثُمَّ رَدَدۡنٰہُ اَسۡفَلَ سٰفِلِیۡنَ ۙ﴿۵﴾ اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ؕ﴿۶﴾
નિઃસંદેહ, અમે ઈન્સાનને સૌથી સરસ આકારમાં પેદા કર્યો છે (૪) ફરી અમે તેને નીચાઓથી પણ નીચો કરી દઈએ છીએ (૫) પરંતુ જે લોકો ઈમાન લાવ્યા અને સારાં કામો કર્યા, તો તેઓ માટે એટલો વધારે સવાબ છે જે કદાપી ખતમ નહી થશે (૬)
સુરતની શરૂઆતમાં અલ્લાહ તઆલાએ બાબરકત સ્થાનોં ની સોગંદો(કસમો) ખાઘી છે. ચાર કસમો ખાવા પછી અલ્લાહ તઆલાએ ઈરશાદ ફરમાવ્યુ કે “નિઃસંદેહ અમે ઈન્સાનને સૌથી સરસ આકારમાં પેદા કર્યો છે” આ આયતે કરીમામાં ઈન્સાનને આ પૈગામ આપવામાં આવ્યો છે કે જેવી રીતે અલ્લાહ તબારક વ તઆલાએ આ બાબરકત સ્થાનોને દુનિયાની બઘી જગ્યાઓ પર પ્રાથમિકતા આપી અને તેને પસંદ કરીને ઘણીજ મહાન અને મુબારક બનાવી છે, એવીજ રીતે અલ્લાહ તઆલાએ ઈન્સાનને પોતાની બઘી મખલૂકાત (જીવો) માંથી પસંદ ફરમાવી છે અને તેને સૌથી વધારે સુંદર અને હસીન શકલો સૂરતમાં પૈદા કરી છે.
તેથી અગર ઈન્સાન પોતાનાં જીવનનો સુઘાર કરે અને તે ઈસ્લામી શિક્ષણની પૈરવી કરે (અનુસરે), જેને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લઈને આવ્યા છે. તો તે ફરિશ્તાઓનાં મકામો મર્તબા (સ્થાન) થી પણ અગાળી વધી શકે છે, પરંતુ અગર તે ઈસ્લામી શિક્ષણ થી બેદરકારી કરી ગુનાંહોમાં જીવન જીવે, તો તે અલ્લાહ તબારક વ તઆલાની નજરમાં ઘણોજ નીચો અને કમતર થશે.
કેટલાક મુફસ્સીરીન ફરમાવે છે કે “ اَحۡسَنِ تَقۡوِیۡمٍ” થી મુરાદ ઈન્સાનની તે શારિરીક દેખાવ અને શક્તિ અને ક્ષમતા છે જેનાંથી તે પોતાનાં જીવનનાં શરૂઆતી મરહલાઓ અને જવાનીનાં દિવસોમાં આનંદપ્રદ થાય છે, પણ જેવોજ વૃદ્ધ થવા લાગે છે, તો તેની સુંદરતા અદૃશ્ય થવા લાગે છે અને તેની તાકત અને કુવ્વત ખતમ થવા લાગે છે. અહીંયા સુઘી કે તે ઘણોજ કમઝોર, પાતળો તથા નબળો બની જાય છે.
તેથી ઉપરોક્ત આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બયાન ફરમાવી રહ્યા છે કે અગરજો ઈન્સાન વુદ્ઘ થવા પછી કમઝોર અને બેકાર થઈ જાય છે અને કોઈ કામનાં લાયક નથી રહેતો, પણ તે અલ્લાહ તઆલાની નજરમાં માનનીય અને આદરનીય બાકી રહે છે અને તેનાં નામએ આમાલમાં તેનાં નેક આમાલ (જે આરોગ્યા અને તંદુરસ્તીનાં જમાનામાં પૂરો કરતો હતો) સતત લખાતા રહે છે અને તેનાં નેક આમાલ આખિરતમાં વધતા રહે છે.
فَمَا یُکَذِّبُکَ بَعۡدُ بِالدِّیۡنِ ؕ﴿۷﴾ اَلَیۡسَ اللّٰہُ بِاَحۡکَمِ الۡحٰکِمِیۡنَ ﴿۸﴾
ફરી (હે માનવી!) કઈ વસ્તુ તમને કયામતનાં વિષે મુનકિર બનાવી રહી છે(કયામતનો ઈનકાર કરાવી રહી છે)? (૭) શું અલ્લાહ તઆલા સૌ હાકિમોથી વઘુ હાકિમ નથી? (૮)
ઉપરની આયતોમાં અલ્લાહ તઆલા એ ઈન્સાનને યાદ અપાવ્યુ છે કે અમે તમને પોતાની બઘી મખલૂકાત (પ્રણાલી) થી વધારે સુંદર શકલ અને અનેરા અંદાજમાં પૈદા કર્યા છે, પરંતુ અલ્લાહ તઆલા એ ઈન્સાન ને એ પણ બતાવ્યુ કે એમનો વિકાસ અને સફળતાનો આધાર સલાહ તથા ઘર્મનિષ્ઠા (તકવા) અને પરહેજગારી (યતિઘર્મ) વાળી જીદગી પર છે. તેથી અગર કોઈ માણસ અલ્લાહ તઆલાની નાફરમાની અને ગુનાંહોમાં જીવન ગુજારે, તો તેને ઘણોજ નીચો બનાવી દેવામાં આવશે અને તે અલ્લાહ તઆલાની નજરમાં નીચો (ઈજ્જત ઓછી) થઈ જશે.
એવીજ રીતે આ આયતમાં અલ્લાહ તઆલા ઈન્સાનને ખબરદાર કરી રહ્યા છે કે શક્તિ તથા બળ અને સુંદરતા થી ભરેલા જીવનની મજા લેવા પછી અંતમાં તમારી શક્તિ તથા બળ ખતમ થઈ જશે અને તમે વૃદ્ધ અવસ્થામાં પહોંચી જશો, તેથી જીવનનાં આ ક્રાંતિ અને પરિવર્તનથી સબક લ્યો કે વર્તમાન જીવન પછી એક સ્થાયી અને અપાર જીવન આવવાનું છે એટલે આખિરત નું જીવન.
આ આયતે કરીમા માં અલ્લાહ તઆલા ઈન્સાનને તેનાં અંતનાં વિશે ખબર આપી રહ્યા છે કે છેવટે તેણે કબરમાં જવાનું છે અને કયામતનાં દિવસે અલ્લાહ તઆલાની સામે હિસાબ-કિતાબ માટે ઊભુ થવાનું છે. અલ્લાહ તઆલા ફરમાવી રહ્યા છે કે “આ બઘી વસ્તુઓ પછી કઈ વસ્તુનાં કારણે હે ઈન્સાન કયામતનાં દિવસનો ઈનકાર કરી રહ્યા છો.” બીજા શબ્દોમાં એક કહો કે ઈન્સાને પોતાનાં જીવનમાં પરિવર્તન અને ક્રાંતિ જોઈ છે અને તેને એ વાતનો યકીન (વિશ્વાસ) છે કે એક ને એક દિવસે તે મરી જશે, તો તે આખિરત (મરવા પછી) નાં જીવનનું કઈ રીતે ઈનકાર કરી રહ્યો છે?