
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من قرأ القرآن وحمد الرب وصلى على النبي صلى الله عليه وسلم واستغفر ربه فقد طلب الخير مكانه (شعب الإيمان، الرقم: 2084، وسنده ضعيف كما في القول البديع صـ 280)
હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યુ કે, “જે વ્યક્તિ કુર્આને-કરીમ પઢે અને પોતાના પરવરદિગારની તારીફ કરે અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલે અને પછી અલ્લાહ ત’આલાથી પોતાના ગુનોહોની મગફિરત તલબ કરે, તો એવા વ્યક્તિએ ખૈર-ઓ-ભલાઈની જગ્યાઓ થી ખૈર-ઓ-ભલાઈ તલબ કરી.”
મુસલમાનો માટે હઝરત સા’દ રદ઼િયલ્લાહુ અન્હુનો મેસેજ
ઉહુદની લડાઈમાં હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે પુછ્યું કે સા’દ બિન રબીઅ રદ઼િયલ્લાહુ અન્હુનો હાલ ખબર ન પડ્યો કે શું થયું એમની સાથે. એક સહાબી રદ઼િયલ્લાહુ અન્હુને શોધવા માટે મોકલ્યા તેઓ શહીદોની જમાઅતમાં શોધી રહ્યા હતા.
અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ તેઓ જીવતા હોય. પછી જોરથી કહ્યું કે મને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મોકલ્યો છે કે સા’દ બિન રબીઅ રદ઼િયલ્લાહુ અન્હુની ખબર કાઢી લાવું. તો એક જગ્યાએથી ઘણી ધીમી અવાજ આવી તેઓ તેની તરફ વળ્યા. જઈને જોયું કે સાત મકતૂલના વચ્ચે પડેલા છે અને થોડી ઘણી સાંસ બાકી છે.
જ્યારે તેઓ પાસે પહોંચ્યા તો હઝરત સા’દ રદ઼િયલ્લાહુ અન્હુએ કહ્યું કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને મારા સલામ અરજ કરી દેજો અને કહેજો કે અલ્લાહ ત’આલા મારા તરફથી આપને તેનાથી અફઝલ અને બેહતર બદલો અતા ફરમાવે જે કોઈ નબીને તેમના ઉમ્મતી તરફથી બેહતરથી બેહતર અતા કર્યો હોય.
અને મુસલમાનોને મારો આ પૈગામ પહોંચાડી દેજો કે જો કાફિર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સુઘી પહોંચી ગયા અને તમારામાંથી કોઈ એક આંખ પણ ચમકતી બાકી રહી એટલે તે જીવતો હોય તો અલ્લાહ તઆલાને ત્યાં કોઈ પણ બહાનુ તમારુ ન ચાલશે અને આ કહીને જાન બ-હક થઈ ગયા (દુનિયા થી રુખ્સત થઈ ગયા).
હકીકતમાં આ વફાદારોએ (અલ્લાહ તઆલા પોતાના લુત્ફથી તેઓની કબ્રોને નૂરથી ભરી દે) પોતાની વફાદારીનો પૂરો સબૂત આપી દીધો કે ઝખમો પર ઝખમો લાગેલા છે, મરી રહ્યા છે પરંતુ શું મજાલ છે કે કોઈ ફરિયાદ કોઈ ગભરાટ કોઈ ચિંતા આડે આવી જાય. વલવલો છે તો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની હિફાઝતનો. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાન કુર્બાન કરવાનો, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર કુર્બાન થવાનો. કાશ મારા જેવા ના-અહલને પણ કોઈ હિસ્સો આ મુહબ્બતનો નસીબ થઈ જાય. (ફઝાઈલે-આમાલ, પેજ નં-૧૭૦)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી