અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી

عن عائشة رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم: من سره أن يلقى الله وهو عليه راض فليكثر الصلاة علي (الكامل في ضعفاء الرجال 6/32، وإسناده ضعيف كما في القول البديع صـ 267)

હઝરત ‘આઈશા રદિ અલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ આ તમન્ના કરે કે અલ્લાહ ત’આલાથી એ હાલતમાં મળે કે તે (અલ્લાહ ત’આલા) તેનાંથી રાજી હોય, તો તે મારા પર વધારેમાં વધારે દુરૂદ મોકલે.”

ઇન્તેકાલ થઈ જવા પછી દુરૂદ શરીફ વાટે મદદ

નિમ્નલિખિત વાકિઓ રવઝુલ ફાઈક઼ માં આવેલ છે. હઝરત સુફિયાન ષૌરી રહિમહુલ્લા ફરમાવે છે કેઃ

હું તવાફ કરી રહ્યો હતો. મૈં એક માણસને જોયો કે તે દરેક કદમ પર દુરૂદ પઢી રહ્યો છે અને કોઈ તસબીહ-ઓ-તહલીલ વગૈરહ નથી પઢી રહ્યો.

મૈં તેને પુછ્યુ તેનું શું કારણ? તેણે પૂછ્યું તુ કોણ છે? મૈં કહ્યુ કે હું સુફિયાન ષૌરી છું.

તેણે કહ્યું કે જો તુ પોતાનાં જમાનાનો અજોડ વ્યક્તિ ન હોત તો હું ન બતાવતે અને પોતાનો ભેદ ન ખોલતે. પછી તેણે કહ્યુ કે હું અને મારા વાલિદ (પિતા) હજ માટે જઈ રહ્યા હતા. એક જગ્યા પર પહોંચીને મારા વાલિદ (પિતા) બિમાર થઈ ગયા. હું તેમને સાજા કરવાની કોશિશ કરતો રહ્યો કે અચનાક તેમનો ઈન્તિકાલ થઈ ગયો અને મોઢું કાળુ થઈ ગયુ. હું જોઈને ઘણો ઉદાસ થયો અને ઈન્ના લિલ્લાહ પઢીને કપડાથી તેમનું મોઢું ઢાંકી દીઘું.

એટલામાં મારી આંખ લાગી ગઈ. મૈં ખ્વાબ માં જોયુ કે એક સાહબ જેમનાંથી વધારે ખુબસુરત મેં કોઈને નથી જોયા અને એમનાંથી વધારે સુઘડ અને સ્વચ્છ કપડા કોઈનાં ન જોયા અને એમનાંથી વધારે સારી ખુશ્બુ મેં ક્યાંય નથી જોઈ ઝડપથી કદમ વધારતા ચાલી આવી રહ્યા છે. તેમણે મારા વાલિદ (પિતા) નાં મોઢાં પર થી કપડુ હટાવ્યુ અને તેમનાં ચેહરા પર હાથ ફેરવ્યો તો તેમનો ચેહરો સફેદ થઈ ગયો.

તેવણ પાછા જવા લાગ્યા તો મૈં જલદીથી એમનાં કપડા ને પકડી લીધા અને મૈં કહ્યુ અલ્લાહ ત’આલા તમારા પર રહમ કરે તમે કોણ છો કે તમારા લીધે અલ્લાહ ત’આલા એ મારા વાલિદ (પિતા) પર મુસાફરીમાં એહસાન (ઉપકાર) ફરમાવ્યો. તેવણ કેહવા લાગ્યા કે તુ મને નથી ઓળખતો, હું મુહમ્મદ બિન અબ્દુલ્લાહ સાહિબે કુર્આન છું (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ).

આ તારા પિતા ઘણા ગુનેહગાર હતા, પણ મારા ઉપર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલતા હતા. જ્યારે તેનાં પર આ મુસીબત આવી ને ઉભી રહી, તો હું તેની મદદ માટે પહોંચ્યો અને હું દરેક તે વ્યક્તિની મદદ માટે પહોંચુ છું જે મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલે છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૦)

હઝરત અલી (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બત

જે રાત્રે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મદીના મુનવ્વરહની તરફ હિજરત કરવાનો ઈરાદો ફરમાવ્યો, કુફ્ફારે મક્કાએ આપનાં ઘરને ઘેરી લીઘુ આપની હત્યા કરવા માટે.

રવાનગીથી પેહલા નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અલી (રદિ.) ને હુકમ આપ્યો કે તેવણ આપનાં ઘરમાં રાત પસાર કરે, જેથી કે કુફ્ફાર એમ સમજે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હજી સુઘી અંદરજ છે અને તેઓને એહસાસ પણ ન થાય કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નિકળી ચૂક્યા છે.

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અલી (રદિ.) ને ખબર આપી હતી કે અલ્લાહ તઆલા કાફિરોથી તેમની સુરક્ષા ફરમાવશે.

તે સમયે મોટો ખતરો હોવા છતા હઝરત અલી (રદિ.) આનંદથી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં હુકમને દિલથી કબૂલ કર્યુ અને આપનાં હુકમ પર અમલ કર્યો.

એવી રીત હઝરત અલી (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક જાન બચાવવા માટે પોતાની જાન કુરબાન કરવા માટે તય્યાર થયા.

આ સિલસિલામાં હઝરત અલી (રદિ.) નાં નિમ્નલિખિત કાવ્યપંક્તિઓ નો અધ્યયન ફરમાવોઃ

وقيت بنفسي خير من وطئ الثرى ٭٭٭ ومن طاف بالبيت العتيق وبالحجر

મેં તે માણસની જાનની હિફાઝત માટે પોતાની જાનને પેશ કરી, જેવણ રૂએ જમીન પર કદમ મુકવા વાળાઓમાં અને ખાનએ કઅબા અને હજરે અસ્વદનો તવાફ કરવા વાળાઓમાં સૌથી બેહતર છે.

رسول إلٰه خاف أن يمكروا به ٭٭٭ فنجاه ذو الطول الإلٰه من المكر

તે માણસ અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. તેવણે દુશ્મનોની સાઝિશનો ખૌફ મહસૂસ કર્યો, તો અલ્લાહ તઆલા એ જેવણ મોટા ફઝલ વાળા છે તેમને દુશ્મનોની સાઝિશથી બચાવ્યા.

وبات رسول الله في الغار آمنا ٭٭٭ موقى وفي حفظ الإلٰه وفي ستر

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમન અને હિફાઝતની સાથે ગારમાં રાત પસાર કરી અને ખુદાની ગૈબી હિફાઝત અને પરદામાં રહ્યા.

وبتّ أراعيهم وما يتهمونني ٭٭٭ وقد وطنت نفسي على القتل والأسر

અને મેં તેમને (કાફિરોંને) જોતા જોતા રાત પસાર કરી, જ્યારે કે તેમને આ વાતનો ગુમાન પણ ન હતો કે હું (નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઘરમાં) છું અને હકીકત આ છે કે મેં પોતાને તય્યાર કરી લીઘો હતો કતલ થવા અને કૈદ કરી દેવા માટે.

(શર્હુઝ ઝુરકાની, જિલ્દ નં- ૨, પેજ નં- ૯૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=15979, http://ihyaauddeen.co.za/?p=6498

Check Also

ખૈરો-ભલાઈ તલબ કરના

ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા...