શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
આપણાં બુઝુર્ગોનો એક મકૂલો(વાત) છે, “જે અમારી ઈન્તેહા(અંતિમ જીવન) ને જોશે તે નાકામ(નિષ્ફળ) અને જે ઈબ્તિદા(પ્રારંભિક જીવન) ને જોશે તે સફળ”, એટલા માટે કે પ્રારંભિક જીવન મુજાહદા(સખત સંઘર્ષ) માં પસાર થાય છે અને અંતમાં ફુતુહાત(સફળતાઓ) નાં દરવાજા ખૂલે છે, અગર કોઈ આ સફળતાઓને જોઈને અંતિમ જીવનને આદર્શ બનાવશે તો તે નાકામ(નિષ્ફળ) થઈ જશે.
ઉપર વાળા વાક્યને હઝરતે(રહ.) વારંવાર પુનરાવર્તિત કર્યો અને ઈરશાદ ફરમાવ્યુ, મારાં પ્યારાઓ ! આનાં પર ધ્યાન કરી લો, અને દરેક બુઝુર્ગોની ઝિંદગીમાં આનો મુતાલો(અધ્યયન) કરી લો. (સોહબતે બાઅવલિયા, મલફૂઝાત શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા(રહ.), પેજ નં- ૫૫)
Source: https://ihyaauddeen.co.za/?p=7393