એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال: سمعت أبا قيس مولى عمرو بن العاص يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر (مسند أحمد، الرقم: 6605، وإسناده حسن وحكمه الرفع إذ لا مجال للإجتهاد فيه كما في القول البديع صـ 237)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ અલ્લાહુ ‘અન્હુમા ફરમાવે છે કે જે વ્યકિત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ પર એક દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા અને તેમનાં ફરિશ્તોઓ તેનાં પર સિત્તેર (૭૦) દુરૂદ મોકલે છે. તેથી જે ચાહે, વધારે દુરૂદ પઢે અને જે ચાહે, ઓછુ દુરૂદ પઢે (જે વધારે ષવાબ કમાવા માંગે, તે વધારેમાં વધારે દુરૂદ શરીફ પઢે).

દરરોજ એક હજાર વખત દુરૂદ શરીફ પઢવુ

અબુલ હસન બગ઼દાદી દારમી(રહ.) કહે છે કે તેવણે અબુ અબ્દુલ્લાહ બિન હામિદ ને મરવા પછી ઘણી વખત સપના જોયા, તેમને પૂછ્યુ કે શું થયુ? તેવણે કહ્યુ કે અલ્લાહ તઆલાએ મારી મગ઼ફ઼િરત ફરમાવી દીઘી અને મારા પર રહમ ફરમાવ્યો. તેવણે તેમને પૂછ્યુ કે મને કોઈ એવો અમલ બતાવો જેનાંથી હું સીઘો જન્નતમાં દાખલ થઈ જાવું. તેવણે બતાવ્યુ કે એક હઝાર રકાત નફલ પઢો, અને દરેક રકાતમાં એક હઝાર વખત قُلْ هُوَ اللهُ اَحَدْપઠો. તેવણે કહ્યુ કે આ તો ઘણું મુશ્કિલ અમલ છે. તો તેવણે કહ્યુ કે પછી તો દરેક રાતમાં એક હઝાર વખત દુરૂદ શરીફ પઢ્યા કરો. દારમી કહે છે કે આ અમલને મેં પોતાનો મામૂલ બનાવી લીઘો(દરરોજ પઢવાનુ ચાલુ કરી લીઘુ). (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ- ૧૫૭, અલ કવલુલ બદીઅ, પેજ નઃ-૨૫૯)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...