અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો

عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا: قال رسول الله صلى الله عليه وسلم: صلوا علي صلى الله عليكم (الكامل لابن عدي، الرقم: ۱۱٠۸٦، وإسناده ضعيف كما في التيسير للمناوي ۲/۹۳)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુમા અને હઝરત અબૂ હુરૈરહ રદિ અલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે મારા પર દુરૂદ મોકલો, અલ્લાહ ત’આલા તમારા પર દુરૂદ (રહમતોં) મોકલશે.

દરરોજ દુરૂદ શરીફ લખવાવાળાનો વાકિઓ

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમંદ ઝકરિય્યા (રહ.) એક વખત ફરમાવ્યુઃ

એક ભરોસેમંદ દોસ્તે મને એક લખનવનાં ખુશ-નવીસ (સારા અક્ષર વાળો જે લખવાનું કામ કરતો હોય) નો કિસ્સો બયાન કર્યો, તેમની આદત હતી કે જ્યારે સવારનાં સમયે કિતાબત (લખવાનું) શરૂ કરતા તો પેહલા એક વખત દુરૂદ શરીફ એક બયાઝ (કાગળનાં ખાસ પરચાવો) પર જે તે મકસદથી બનાવી હતી લખી લેતા. ત્યાર બાદ કામ શરૂ કરતા.

જ્યારે તેમનો ઈન્તેકાલ નો સમય આવ્યો તો આખિરતની ફિકરનાં ગલબાથી ગભરાઈને કહેવા લાગ્યા કે જોવો ત્યાં જઈને, શું થાય છે. એક મજઝૂબ (અલ્લાહ વાળા) આવી નિકળ્યા અને કહેવા લાગ્યા બાબા કેમ ગભરાવો છો, તે બયાઝ સરકાર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ માં પેશ છે અને તેનાં પર સાદ (ص) બની રહી છે (કબૂલ થઈ રહ્યા છે). (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૩)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=15977 , http://ihyaauddeen.co.za/?p=15716

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...