ફરિશ્તાઓથી સંબંઘિત અકાઈદ

(૧) ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની માસૂમ મખલૂક(પ્રણાલી) છે અને નૂરથી પૈદા કરવામાં આવ્યા છે. ફરિશ્તાઓ આપણી નઝરોંથી ગાયબ છે અને તેઓ ન તો મુઝક્કર(મર્દ) છે અને ન મુઅન્નષ(ઔરત) છે. તથા ફરિશ્તાઓ ઈન્સાની હાજતોં (ખાવા, પીવા અને સુવા વગૈરહ)થી પાક છે.[૧]

(૨) અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને મુખતલિફ(વિભિન્ન) જીમ્મેદારીયો આપી છે. ફરિશ્તાઓ તે જીમ્મેદારીઓને ઘણીજ સારી રીતે પૂરી કરે છે અને ઝર્રા બરાબર (પળભરની પણ) અલ્લાહ તઆલાની નાફરમાની નથી કરતા.[૨]

(૩) આપણને ફરિશ્તાઓની પૂરી તાદાદ(સંખ્યા)નો ઈલ્મ(જ્ઞાન) નથી આપવામાં આવ્યો, પણ આપણો એતેક઼ાદ(ધારણા) છે કે ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની મખલૂક છે અને જે પણ જીમ્મેદારી તેમનાં પર સોંપવામાં આવે છે તે અલ્લાહ તઆલાનાં આદેશનાં મુતાબિક અંજામ આપે છે. [૩]

(૪) ચાર મશહૂર ફરિશ્તાઓ જેવણને મહાન જીમ્મેદારીયો આપવામાં આવી છે, નીચે પ્રમાણે છેઃ

(૧) હઝરત જીબ્રઈલ(અલૈ.)

(૨) હઝરત મિકાઈલ(અલૈ.)

(૩) હઝરત ઈઝરાઈલ(અલૈ.)

(૪) હઝરત ઈસરાફીલ(અલૈ.) [૪]

(૫) હઝરત જીબ્રઈલ(અલૈ.) દરેક રસૂલોં અને નબિયોંની પાસે અલ્લાહ તઆલાની કિતાબોં, અહકામાત(આદેશો) અને પૈગામાત(સંદેશાઓ) લઈને હાજર થતા હતા અને ક્યારેક અંબિયાએ કિરામ(અલૈ.)ની મદદો નુસરત અને તેમનાં દુશ્મનોં નાં વિરૂદ્ધ જંગ માટે પણ મબઊષ થતા હતા(આવતા હતા). [૫]

(૬) હઝરત મિકાઈલ(અલૈ.) વરસાદ અને રોઝીથી સંબંધિત ઉમૂર(કામોં)નાં ઝિમ્મેદાર છે. તેમની માતહત(નીચે)ઘણાં બઘા ફરિશ્તા છે જે વાદળો, દરિયાવો, નહેરો અને હવાઓંનાં નિઝામ પર મામૂર(નિયુક્ત) છે. હઝરત મિકાઈલ(અલૈ.)ને અલ્લાહ તબારક વ તઆલાની તરફથી અહકામાત(આદેશો) પ્રાપ્ત થાય છે, પછી તેઓ તે અહકામાત(આદેશો)ને પોતાનાં માતહત(નીચેનાં) ફરિશ્તા સુઘી પહોંચાડે છે અને તે ફરિશ્તાઓ અહકામાત(આદેશો)ની તામીલ  કરે છે(પૂરા કરે છે). [૬]

(૭) હઝરત ઈઝરાઈલ (અલૈ.) જાનદારોં (સજીવ લોકો) ની રૂહોં કાઢવા પર નિયુક્ત છે. તેમનાં નીચે બેશુમાર ફરિશ્તાઓ હોય છે તે ફરિશ્તાઓ લોકો(અને મુખતલિફ(વિવિધ જાતની) મખલૂક)ની રૂહો કાઢે છે. કેટલાક ફરીશ્તાઓ નેક લોગોંની રૂહોં આસાનીથી કાઢે છે અને કેટલાક ફરિશ્તાઓ ખરાબ લોકોની રૂહોને શિદ્દત અને સખ્તીથી નિકાળે છે.[૭]

(૮) હઝરત ઈસરાફીલ(અલૈ.) ને ક઼યામતનાં દિવસે અલ્લાહ તઆલા તરફથી સૂર ફુંકવાનો આદેશ આપવામાં આવશે. જ્યારે પેહલી વખત સૂર ફૂંકશે, તો બઘી મખલૂક઼ અને પશુ-પક્ષીઓ મરી જશે અને આસમાન તથા જમીન અને તેની દરેક વસ્તુઓ તબાહ વ બરબાદ થઈ જશે. ચાળીસ વર્ષ પછી હઝરત ઈસરાફીલ(અલૈ.) બીજી વખત સૂર ફૂંકશે, તો બઘી મખલૂક઼ અલ્લાહ તઆલાનાં આદેશથી ફરીથી જીવીત થઈ જશે. [૮]

(૯) દરેક ઈન્સાન સાથે દરેક સમયે બે ફરિશ્તા સાથે રહે છે. એક ફરિશ્તો તેનાં નેક અને સારા કામોંને લખે છે, જ્યારે કે બીજો ફરિશ્તો તેનાં ખરાબ કામોંને લખે છે. આ બન્નેવ ફરિશ્તાઓને “કિરામન કાતિબીન” કહેવામાં આવે છે.[૯]

(૧૦) કબરમાં સવાલ કરવા વાળા ફરિશ્તાઓને મુનકર નકીર કહેવામાં આવે છે. મુનકર નકીર મય્યિતને નિચે પ્રમાણેનાં સવાલો કરે છેઃ[૧૦]

(૧) તમારો રબ કોણ છે ?

(૨) હઝરત રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વિષે તમે શું કહો છો?

(૩) તમારો દીન કયો છે?[૧૧]

(૧૧) દરેક મુસલમાન ની સાથે એક ફરિશ્તો રહે છે અને એક શેતાન રહે છે. જે તેઓને આમાલે સાલિહા(નેક કામોં) ની પ્રેરણા આપે છે અને શેતાન તેઓને બુરાઈ  પર ઉશ્કેરે છે.[૧૨]

(૧૨) કુર્આને કરીમ અને હદીષ શરીફથી જાણવા મળે છે કે અલ્લાહ તઆલાનાં ઘણાં બઘા ફરિશ્તાઓ છે, આ ફરિશ્તા અલ્લાહ તઆલા તરફથી વિવિધ જવાબદારીઓ પર નિયુક્ત છે.[૧૩]

(૧૩) કેટલાક ફરિશ્તાઓ જન્નત અને જહન્નમનાં જીમ્મેદાર છે અને કેટલાક ફરિશ્તાઓ બાળકો, વૃદ્ધ, નબળા અને તે બઘા લોકોની હિફાઝત પર નિયુક્ત છે, જેમની અલ્લાહ તઆલા હિફાઝત કરવા ચાહે છે.[૧૪]

(૧૪) ફરિશ્તાઓ મુસલમાનો ની સાથે રહે છે. એમનાં માટે દુઆઓ કરે છે અને એમની હિફાઝત(રક્ષા) કરે છે, પણ અગર કોઈ મુસલમાન જૂઠ્ઠુ બોલે, ગુનાહોનોં અપરાધ કરે, સજીવોનાં ફોટા રાખે તથા કુતરાઓને પોતાનાં ઘરમાં રાખે તો ફરિશ્તાઓ તેનાંથી અલગ થઈ જાય છે, તેથી દરેક મુસલમાનો ને જોઈએ કે તે આ પ્રકારનાં ગુનાંહોથી દુર રહે, જેથી ફરિશ્તાઓ એમનાંથી દૂર ન રહે અને તે ફરિશ્તાઓ ની સંગતથી મહરૂહમ(વંચિત) ન રહે.[૧૫]

Source:


[૧] يجب أن يقول آمنت بالله وملائكته

(وملائكته) بأنهم عباد مكرمون لايسبقونه بالقول وهم بأمره يعملون وأنهم معصومون ولا يعصون الله ومنزهون عن صفة الذكورية ونعت الأنوثية وقد أنكر الله في كتابه على من قال إنهم بنات الله حيث قال وجعلوا الملائكة الذين هم عباد الرحمن إناثا أشهدوا خلقهم ستكتب شهادتهم ويسئلون وقال أيضا أصطفي البنات على البنين مالكم كيف تحكمون وذكر في جواهر الأصول أن الملائكة ليس لهم حظ من نعيم الجنان ولا من رؤية الرحمن كذا في شرح القونوى لعمدة النسفي وذكر أيضا أنهم أجسام لطيفة هوائية تقدر على التشكل بأشكال مختلفة أولو أجنحة مثنى وثلاث ورباع مسكنهم السموات أى مسكن معظمهم قال وهذا قول أكثر المسلمين (شرح الفقه الاكبر للقاري صـ ١٢)

الملائكة عباد مكرمون يواظبون على الطاعة ويظهرون في صور مختلفة ويتمكنون من أفعال شاقة ومع كونهم أجساما أحياء لا يوصفون بذكورة ولا أنوثة (شرح المقاصد ٥/٦٢)

فان قلت فما المراد بقوله تعالى وجعلوا بينه وبين الجنة نسبا هل هو الجن أو الملائكة كما هو المشهور من قولهم في الملائكة إنهم بنات الله تعالى عن ذلك فالجواب المراد بالجنة هنا الملائكة وسموا جنة لاستتارهم عن العيون مع كونهم يحضرون معنا في مجالسنا ولانراهم (اليواقيت والجواهر ٢/٥٠)

عن عائشة قالت قال رسول الله صلى الله عليه وسلم خلقت الملائكة من نور وخلق الجان من مارج من نار وخلق آدم مما وصف لكم (صحيح مسلم، الرقم: ۲۹۹٦)

وقوله فلما رأى أيديهم لا تصل إليه نكرهم، تنكرهم وأوجس منهم خيفة وذلك أن الملائكة لا همة لهم إلى الطعام ولا يشتهونه ولا يأكلونه (تفسير ابن كثير ٤/۳۳۳)

[૨] یٰۤاَیُّہَا  الَّذِیۡنَ  اٰمَنُوۡا قُوۡۤا  اَنۡفُسَکُمۡ  وَ اَہۡلِیۡکُمۡ  نَارًا وَّ قُوۡدُہَا  النَّاسُ وَ الۡحِجَارَۃُ  عَلَیۡہَا مَلٰٓئِکَۃٌ  غِلَاظٌ شِدَادٌ لَّا یَعۡصُوۡنَ اللّٰہَ مَاۤ  اَمَرَہُمۡ وَ یَفۡعَلُوۡنَ مَا  یُؤۡمَرُوۡنَ (سورة التحريم: ٦)

ظاهر الكتاب والسنة وهو أكثر الأمة أن الملائكة أجسام لطيفة نورانية قادرة على التشكلات بأشكال مختلفة كاملة في العلم والقدرة على الأفعال الشاقة شأنها الطاعات ومسكنها السموات هم رسل الله تعالى إلى أنبيائهم عليهم السلام وأمنائه على وحيه يسبحون الليل والنهار لا يفترون لا يعصون الله ما أمرهم ويفعلون ما يؤمرون (شرح المقاصد ٣/٣٦٨)

[૩] (وما يعلم جنود ربك إلا هو) يعني من الملائكة الذين خلقهم لتعذيب أهل النار لايعلم عدتهم إلا الله والمعنى إن تسعة عشر هم خزنة النار ولهم من الأعوان والجنود من الملائكة ما لا يعلم إلا الله عز وجل (تفسير البغوي ۸/۲۷۱)

[૪] فجبريل ينزل بالهدى على الرسل لتبليغ الأمم وميكائيل موكل بالقطر والنبات اللذين يخلق منهما الأرزاق في هذه الدار وله أعوان يفعلون ما يأمرهم به بأمر ربه يصرفون الرياح والسحاب كما يشاء الرب جل جلاله وقد روينا أنه ما من قطرة تنزل من السماء إلا ومعها ملك يقررها في موضعها من الأرض وإسرافيل موكل بالنفخ في الصور للقيام من القبور والحضور يوم البعث والنشور ليفوز الشكور ويجازى الكفور فذاك ذنبه مغفور وسعيه مشكور وهذا قد صار عمله كالهباء المنثور وهو يدعو بالويل والثبور فجبريل عليه السلام يحصل بما ينزل به الهدى وميكائيل يحصل بما هو موكل به الرزق وإسرافيل يحصل بما هو موكل به النصر والجزاء وأما ملك الموت فليس بمصرح باسمه في القرآن ولا في الأحاديث الصحاح وقد جاء تسميته في بعض الآثار بعزرائيل والله أعلم وقد قال الله تعالى قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون وله أعوان يستخرجون روح العبد من جثته حتى تبلغ الحلقوم فيتناولها ملك الموت بيده فإذا أخذها لم يدعوها في يده طرفة عين حتى يأخذوها منه فيلقوها في أكفان تليق به (البداية والنهاية ۱/٤٦)

[૫] قُلۡ مَنۡ کَانَ عَدُوًّا لِّجِبۡرِیۡلَ فَاِنَّہٗ نَزَّلَہٗ عَلٰی قَلۡبِکَ بِاِذۡنِ اللّٰہِ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۹۷﴾ مَنۡ کَانَ عَدُوًّا  لِّلّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ رُسُلِہٖ وَ جِبۡرِیۡلَ وَ مِیۡکٰىلَ فَاِنَّ اللّٰہَ عَدُوٌّ  لِّلۡکٰفِرِیۡنَ  (سورة البقرة: ۹۸)

[૭] قُلۡ یَتَوَفّٰىکُمۡ مَّلَکُ الۡمَوۡتِ الَّذِیۡ وُکِّلَ بِکُمۡ  ثُمَّ   اِلٰی رَبِّکُمۡ تُرۡجَعُوۡنَ  (سورة السجدة: ۱۱)

[૮] انظر أيضا 4

[૯] ومنهم الموكلون بحفظ أعمال العباد كما قال تعالى عن اليمين وعن الشمال قعيد ما يلفظ من قول إلا لديه رقيب عتيد وقال تعالى وإن عليكم لحافظين كراما كاتبين يعلمون ما تفعلون قال الحافظ أبو محمد عبد الرحمن بن أبي حاتم الرازي في تفسيره حدثنا أبي حدثنا علي بن محمد الطنافسي حدثنا وكيع حدثنا سفيان ومسعر عن علقمة بن يزيد عن مجاهد قال قال رسول الله صلى الله عليه وسلم أكرموا الكرام الكاتبين الذين لا يفارقونكم إلا عند إحدى حالتين الجنابة والغائط فإذا اغتسل أحدكم فليستتر بجذم حائط أو بعيره أو يستره أخوه هذا مرسل من هذا الوجه وقد وصله البزار في مسنده من طريق جعفر بن سليمان وفيه كلام عن علقمة عن مجاهد عن ابن عباس قال قال رسول الله صلى الله عليه وسلم إن الله ينهاكم عن التعري فاستحيوا من الله والذين معكم الكرام الكاتبين الذين لا يفارقونكم إلا عند إحدى ثلاث حالات الغائط والجنابة والغسل. فإذا اغتسل أحدكم بالعراء فليستر بثوبه أو بجذم حائط أو بعيره. ومعنى إكرامهم أن يستحى منهم فلا يملي عليهم الأعمال القبيحة التي يكتبونها فإن الله خلقهم كراما في خلقهم وأخلاقهم (البداية والنهاية ۱/۵٠)

[૧૦] (وسؤال منكر ونكير) وهما ملكان يدخلان القبر فيسألان العبد عن ربه وعن دينه وعن نبيه … (ثابت) كلّ من هذه الأمور (بالدلائل السمعية) (شرح العقائد النسفية ١٢٨)

[૧૧] عن البراء بن عازب قال خرجنا مع رسول الله صلى الله عليه وسلم في جنازة رجل من الأنصار فانتهينا إلى القبر ولما يلحد فجلس رسول الله صلى الله عليه وسلم وجلسنا حوله كأنما على رؤوسنا الطير وفي يده عود ينكت به في الأرض فرفع رأسه فقال استعيذوا بالله من عذاب القبر مرتين أو ثلاثا زاد في حديث جرير ها هنا وقال وانه ليسمع خفق نعالهم إذا ولوا مدبرين حين يقال له يا هذا من ربك وما دينك ومن نبيك قال هناد ويأتيه ملكان فيجلسانه فيقولان له من ربك فيقول ربي الله فيقولان له ما دينك فيقول ديني الإسلام فيقولان له ما هذا الرجل الذي بعث فيكم فيقول هو رسول الله صلى الله عليه وسلم فيقولان وما يدريك فيقول قرأت كتاب الله فآمنت به وصدقت زاد في حديث جرير فذلك قول الله عز وجل يثبت الله الذين آمنوا الآية ثم اتفقا قال فينادي مناد من السماء أن قد صدق عبدي فأفرشوه من الجنة وافتحوا له بابا إلى الجنة وألبسوه من الجنة قال فيأتيه من روحها وطيبها قال ويفتح له فيها مد بصره قال وإن الكافر فذكر موته قال وتعاد روحه في جسده ويأتيه ملكان فيجلسانه فيقولان له من ربك فيقول هاه هاه لا أدري فيقولان له ما دينك فيقول هاه هاه لا أدري فيقولان له ما هذا الرجل الذي بعث فيكم فيقول هاه هاه لا أدري فينادي مناد من السماء أن كذب فافرشوه من النار وألبسوه من النار وافتحوا له بابا إلى النار قال فيأتيه من حرها وسمومها قال ويضيق عليه قبره حتى تختلف فيه أضلاعه زاد في حديث جرير قال ثم يقيض له أعمى أبكم معه مرزبة من حديد لو ضرب بها جبل لصار ترابا قال فيضربه بها ضربة يسمعها ما بين المشرق والمغرب إلا الثقلين فيصير ترابا ثم تعاد فيه الروح (سنن أبي داود، الرقم: ٤۷۵۳)

عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم إذا قبر أحدكم أو الإنسان أتاه ملكان أسودان أزرقان يقال لأحدهما المنكر والآخر النكير فيقولان له ما كنت تقول في هذا الرجل محمد فهو قائل ما كان يقول فإن كان مؤمنا قال هو عبد الله ورسوله أشهد أن لا إله إلا الله وأن محمدا عبده ورسوله فيقولان له إن كنا لنعلم إنك لتقول ذلك ثم يفسح له في قبره سبعون ذراعا في سبعين ذراعا وينور له فيه فيقال له نم فينام كنومة العروس الذي لا يوقظه إلا أحب أهله إليه حتى يبعثه الله من مضجعه ذلك وإن كان منافقا قال لا أدري كنت أسمع الناس يقولون شيئا فكنت أقوله فيقولان له إن كنا لنعلم أنك تقول ذلك ثم يقال للأرض التئمي عليه فتلتئم عليه حتى تختلف فيها أضلاعه فلا يزال معذبا حتى يبعثه الله من مضجعه ذلك (صحيح ابن حبان، الرقم: ٣١١٧)

[૧૨] عن عبد الله بن مسعود قال قال رسول الله صلى الله عليه وسلم ما منكم من أحد إلا وقد وكل به قرينه من الجن قالوا وإياك يا رسول الله قال وإياي إلا أن الله أعانني عليه فأسلم فلا يأمرني إلا بخير … غير أن في حديث سفيان وقد وكل به قرينه من الجن وقرينه من الملائكة (صحيح مسلم، الرقم: ۲۸۱٤)

[૧૩] ثم الملائكة عليهم السلام بالنسبة إلى ما هيأهم الله له أقسام (البداية والنهاية ١/٤٩)

[૧૪] یٰۤاَیُّہَا  الَّذِیۡنَ  اٰمَنُوۡا قُوۡۤا  اَنۡفُسَکُمۡ  وَ اَہۡلِیۡکُمۡ  نَارًا وَّ قُوۡدُہَا  النَّاسُ وَ الۡحِجَارَۃُ  عَلَیۡہَا مَلٰٓئِکَۃٌ  غِلَاظٌ شِدَادٌ لَّا یَعۡصُوۡنَ اللّٰہَ مَاۤ  اَمَرَہُمۡ وَ یَفۡعَلُوۡنَ مَا  یُؤۡمَرُوۡنَ (سورة التحريم: ٦)

لَہٗ  مُعَقِّبٰتٌ مِّنۡۢ بَیۡنِ یَدَیۡہِ وَ مِنۡ خَلۡفِہٖ  یَحۡفَظُوۡنَہٗ  مِنۡ اَمۡرِ اللّٰہِ  (سورة الرعد: ١١)

عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم  آتي باب الجنة يوم القيامة فأستفتح  فيقول الخازن من أنت فأقول محمد فيقول بك أمرت لا أفتح لأحد قبلك (صحيح مسلم، الرقم: ۱۹۷)

[૧૫] ہُوَ الَّذِیۡ یُصَلِّیۡ عَلَیۡکُمۡ وَ مَلٰٓئِکَتُہٗ (سورة الأحزاب: ٤۳)

اَلَّذِیۡنَ یَحۡمِلُوۡنَ الۡعَرۡشَ وَ مَنۡ حَوۡلَہٗ یُسَبِّحُوۡنَ بِحَمۡدِ  رَبِّہِمۡ وَ یُؤۡمِنُوۡنَ بِہٖ وَ یَسۡتَغۡفِرُوۡنَ  لِلَّذِیۡنَ اٰمَنُوۡا ۚ رَبَّنَا وَسِعۡتَ کُلَّ  شَیۡءٍ رَّحۡمَۃً  وَّ عِلۡمًا فَاغۡفِرۡ  لِلَّذِیۡنَ تَابُوۡا وَ اتَّبَعُوۡا سَبِیۡلَکَ وَ قِہِمۡ  عَذَابَ  الۡجَحِیۡمِ ﴿۷﴾ رَبَّنَا وَ اَدۡخِلۡہُمۡ جَنّٰتِ عَدۡنِۣ الَّتِیۡ وَعَدۡتَّہُمۡ وَ مَنۡ صَلَحَ مِنۡ اٰبَآئِہِمۡ وَ اَزۡوَاجِہِمۡ وَ  ذُرِّیّٰتِہِمۡ ؕ اِنَّکَ اَنۡتَ الۡعَزِیۡزُ  الۡحَکِیۡمُ ۙ﴿۸﴾ وَ قِہِمُ السَّیِّاٰتِ ؕ وَ مَنۡ تَقِ السَّیِّاٰتِ یَوۡمَئِذٍ  فَقَدۡ رَحِمۡتَہٗ ؕ وَ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ  (سورة المؤمن: ۷-۹)

وأما الصلاة من الملائكة فبمعنى الدعاء للناس والاستغفار (تفسير ابن كثير ٦/٤٣٦)

عن أبي طلحة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال لا تدخل الملائكة بيتا فيه كلب ولا صورة (صحيح البخاري، الرقم: ٣٣٢٢)

عن ابن عمر أن النبي صلى الله عليه وسلم قال إذا كذب العبد تباعد عنه الملك ميلا من نتن ما جاء به (سنن الترمذي، الرقم: ۱۹۷۲)

Check Also

કયામતથી સંબંઘિત અકાઈદ

(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...