દસ દરજાની બુલંદી

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وحطت عنه عشر خطيئات ورفعت له عشر درجات (سنن النسائي، الرقم: 1297، وسنده حسن كما في المطالب العالية 13/785)

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ મારા ઉપર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેનાં પર દસ દુરૂદ (રહમતોં) મોકલે છે અને તેનાં દસ ગુનાહ માફ કરવામાં આવે છે અને તેનાં દસ દરજાત બુલંદ કરવામાં આવે છે.”

હઝરત ઈબ્રાહીમ ખવાસ (રહ.) નો વાકિઓ

નુઝહતુલ બસાતીનમાં હઝરત ઈબ્રાહીમ ખવાસ (રહ.) થી નકલ કર્યુ છે તેવણ ફરમાવે છે કે એક વખત મને સફરમાં તરસ લાગી અને ઘણી તરસનાં કારણે બેભાન થઈને પડી ગયો. કોઈએ મારા મોઢાં પર પાણી છાંટ્યુ.

મેં આંખો ખોલી તો એક હસીન સુંદર માણસને ઘોડા પર સવાર જોયો, તેવણે મને પાણી પીવડાવ્યુ અને કહ્યુ મારી સાથે રહો. થોડીજ વાર થઈ હતી કે તે જવાને મને કહ્યુ તેમ શું જોઈ રહ્યા છો. મેં કહ્યુ આ મદીના છે.

તેવણે કહ્યુ ઉતરી જાવો, મારા સલામ હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને કહેજો અને અરજ કરજો તમારા ભાઈ ખિઝરે (અલૈ.) તમને સલામ કહ્યા છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

 

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...