દસ રહમતોનું મળવુ

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا (صحيح مسلم، الرقم: 408)

હઝરત અબૂ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ મારા પર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેનાં પર દસ વખત દુરૂદ (રહમતોં) મોકલે છે.”

ચેહરો ખિનઝીર (સુવ્વર) જેવો થઈ ગયો

નુઝહતુલ મજાલિસમાં એક વાકિઓ લખ્યો છે કે એક માણસ અને તેમનો છોકરો બન્નેવ સફર કરી રહ્યા હતા. રસ્તામાં બાપનો ઈન્તેકાલ થઈ ગયો અને તેનું માથું (મોઢું વગૈરહ) સુવ્વર જેવુ થઈ ગયુ.

તે છોકરો ઘણો રડ્યો અને અલ્લાહ જલ્લ શાનુહુની બારગાહમાં દુઆ અને આજીજી કરી.

એટલામાં તેની આંખ લાગી ગઈ, તો સપનાંમાં જોયુ કે કોઈ માણસ કહી રહ્યો છે કે તારો બાપ સુદ (વ્યાજ) ખાયા કરતો હતો. એટલા માટે આ સૂરત બદલાઈ ગઈ,

પણ હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેનાં માટે સિફારિશ કરી. એટલા માટે કે જ્યારે તે આપનો ઝિક્ર મુબારક સાંભળતો, તો દુરૂદ મોકલ્યા કરતો હતો. આપની સિફારિશ(ભલામણ)થી તેને તેની પોતાની સૂરત પર કરી દેવામાં આવ્યો. (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ- ૧૭૮)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...